Webdunia - Bharat's app for daily news and videos

Install App

વોટરોને લઈને ઉમેદવરો મુંઝવણમાં, મતદારો મન કળવા દેતા નથી

Webdunia
સોમવાર, 28 એપ્રિલ 2014 (11:55 IST)
લોકસભાની ચૂંટણી આડે ફકત બે દિવસ બાકી રહ્યા છે છતાં શહેરમાં ચૂંટણીઓના ખૂણે ખાચરે ફકત ચર્ચાઓ જ થતી રહે છે. મતદારો પોતાનું મન કળવા ન દઈ પોતપોતાના વ્યવસાયમાં જ ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે. જેથી ઉમેદવારો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. જો કે ચૂંટણીલક્ષી વાતાવરણમાં કોઈ જ ઉમળકાે ઉમેદવારો કે મતદારો તરફથી ન જણાતાં ભર ઉનાળે પણ ઠંડક ભાસ થઈ રહ્યો હોય તેવું લાગે છે.

લોકશાહી દેશમાં મતદાન એ દેશનું સૌથી મહત્વનું પર્વ ગણવામાં આવે છે. પરંતુ ચૂંટણીના પડધમ જોરશોરથી પડઘાઈ રહ્યા છે અને દિવસો પણ જૂજ બાકી રહ્યા છે. જે તે ઉમેદવારોના કાર્યલયો અને કાર્યકર્તાઓ દોડાદોડી કરતાં નજરે પડે છે પરંતુ તેમાં પણ કોઈપણ પ્રકારનો ઉત્સાહ વર્તાતો નથી.
લોકસભાની આ ચૂંટણીમાં શહેરના શાણા મતદારો પણ પોતાનું મન કળવા ન દેતાં ઉમેદવારો ફકત રેલીઓ યોજી સંતોષ માની રહ્યા છે. સોમવાર સમી સાંજેથી પ્રચાર અભિયાનનો અંત આવશે ત્યારે ચૂંટણીલક્ષી વાતાવરણ ઉભું કરવામાં નિષ્ફળત રહેલા ઉમેદવારો ભારે દ્વિધા અનુભવી રહ્યા છે. જો કે ઘેર ઘેર પ્રચાર અને ગામડાઓમાં ખાટલા પરિષદો યોજવાની તૈયારીઓ ઉમેદવારોએ આરંભી દીધી છે.

મહત્વની બાબત સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન એ રહી છે કે આચારસંહિતા એ ઉમે્દવારોને મર્યાદામાં મૂકી દીધા છે. જેથી વર્ષો અગાઉ ભીંતો ઉપર પોસ્ટર, રીક્ષાઓમાં બેફામ માઈક દ્વારા પ્રચાર, લોભામણી ઓફરો તથા ધાકધમકી વગેરે ઉપર સંપૂર્ણ અંકુશ આવી ગયો છે. જેથી અગાઉની જેમ ચૂંટણી માહોલ ઉભો કરવામાં ઉમેદવારો પાછા પડી રહ્યા છે.

લોકશાહીમાં લોકતંત્રને જીવંત રાખવા માટે મતદારોએ જ જાગૃતતા કેળવવી જોઈએ જેના પરિણામ સ્વરૃપ હાલ સમગ્ર દેશમાં ચૂંટણી અંગેની ચર્ચાઓ ખુલ્લા મન સાથે થઈ રહી છે. પરંતુ પોતાનું મન કંઈ તરફે છે તે અકબંધ રાખી મતદારો પોતાનો પવિત્ર મતનું દાન કરશે. ગાંધીનગરમાં 20 ઉમેદવારો મેદાનમાં છતાં કુલ 30 સેકટરમાં ચૂંટણી માહોલ ઉભા ન કરી શકતા મતદારોમાં પણ આશ્ચર્ય ઉભું થયું છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments