16મી લોકસભા ચૂંટણી પરિણામનું સ્પષ્ટ ચિત્ર ગણતરીના કલાકોમાં જ સ્પષ્ટ થઈ જશે. ત્યારે દરેક લોકો માટે જાણવુ રસપ્રદ છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં કોણ વડાપ્રધાનની ખુરશી પર બેઠા છે. અત્યાર સુધી કુલ 14 વ્યક્તિ વડાપ્રધાન પદની ખુરશી પર બેસી ચૂક્યા છે. જેમાંથી બે વડાપ્રધાન ગુજરાતમાંથી આવ્યા છે.
ગુલઝારીલાલ નંદા અને મોરારજી દેસાઈ આ પ્રતિષ્ઠિત પદ શોભાવી ચૂક્યા છે. જો કે ગુલઝારીલાલ નંદા બે વખત વડાપ્રધાન બની ચૂક્યા છે. પણ તેમનો કાર્યકાળ ઘણો ટૂંકો રહ્યો છે.
અત્યારસુધીમાં નવ વડાપ્રધાન ઉત્તરપ્રદેશમાંથી આવ્યા છે. સૌથી વધુ વડાપ્રધાન આપનાર રાજ્યામં ગુજરાતી બીજા નંબરે રહ્યુ છે. બે ગુજરાતી વડાપ્રધાન પદે રહી ચૂક્યા છે તેમના કાર્યકાળ પર નજર કરીએ.
1964માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું અવસાન થતા કોંગ્રેસ પક્ષે ગુલઝારીલાલ નંદાને કાર્યકારી વડાપ્રધાન બનાવ્યા હતા. નંદા પ્રથમવાર 14 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા હતા. ત્યારબાદ લાલબહાદુર શાસ્ત્રીને વડાપ્રધાન પદે બેસાડવામાં આવ્યા હતા. જેનુ દોષ વર્ષ બાદ અવસાન થતા ફરીથી ગુલઝારીલાલ નંદાને કાર્યકારી વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. પહેલાની જેમ બીજી વખતે પણ તેઓ 14 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા હતા.
આજે જ્યારે ચૂંટણી પરિણામ પર દરેકની નજર છે. ત્યારે એક નજર કરી લઈએ વર્ષ 2004 અને 2009ની લોકસભા ચૂંટણી કઈ પાર્ટીને કેટલી બેઠક મળી હતી.