Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક્ઝિટ પોલ - દેશભરમાં મોદીની લહેર યૂપી બિહાર પણ લૂંટી લીધા

Webdunia
મંગળવાર, 13 મે 2014 (00:18 IST)
. લોકસભા ચૂંટ્ણી 2014 માટ મતદાનના બધા ચરણ પુરા થઈ ચુક્યા છે.. હવે બધા 16 મે ની રાહ જોઈ રહ્યા છે. જ્યારે ઈવીએમ મશીન ખુલશે અને દેશની નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થશે. સીએસડીએસના ખાસ પોસ્ટ પોલ બતાવી રહ્યો છ્એ કે આ વખતે ચૂંટણીમા જનાદેશ શુ છે.. 
 
ગુજરાતનો પોસ્ટ પોલ સર્વે 
 
સર્વેનુ માનીએ તો ગુજરાતમાં બીજેપીને 53 ટકા વોટ મળી શકે છે કોંગ્રેસને 35 ટકા અને અન્યને 12 ટકા વોટ મળવાની શક્યતા છે. સર્વે મુજબ ગુજરાતમાં બીજેપીને કુલ 26 સીટોમાંથી 21 થી 25 સીટો મળી શકે છે. જ્યારેકે કોંગ્રેસને માત્ર એકથી 5 સીટો મળી શકે છે. 
 
મહારાષ્ટ્ર પોલ સર્વે - પોસ્ટ પોલ સર્વે મુજબ બીજેપી શિવસેના ગઠબંધનને 44 ટકા વોટ મળવાનું અનુમાન છે. ત્યારબાદ કોંગ્રેસ એનસીપીને 34 ટકા આમ આદમી પાર્ટીને 3 ટકા બીએસપીને 2 ટકા અને અન્યના ખાતામાં 14 ટકા વોટ જઈ શકે છે.  સીટોની વાત કરીએ તો 48 સીટોવાળા મહારાષ્ટ્રમાં બીજેપી શિવસેના ગઠબંધનને 33 થી 37 સીટો મળવાનું અનુમાન છે. જ યારેકે કોંગ્રેસ એનસીપી ગઠ્બંધનને 11 થી 15 સીટો મળવાનું અનુમાન છે
 
આ એક્‍ઝિટ પોલ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો એનડીએને ૨૬૧થી ૨૮૩ બેઠખ મળી શકે છે. કોંગ્રેસના નેતળત્‍વમાં યુપીએની કફોડી હાલત બનેલી છે. ઇન્‍ડિયા ટીવી-સીવોટરના એક્‍ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્‍યો છે કે, યુપીએને ૧૦૧થી પણ ઓછી બેઠક મળશે. ઉત્તરપ્રદેશમાં ભાજપ જોરદાર સપાટો બોલાવે તેવી સંભાવના છે. એબીપી ન્‍યુઝ-નેલશનના એક્‍ઝિટ પોલમાં ઉત્તરપ્રદેશમાં ભાજપને જોરદાર ફાયદો થતો દેખાઈ રહ્યો છે. આના જણાવ્‍યા મુજબ ભાજપને ૪૬, કોંગ્રેસને આઠ, બહુજન સમાજ પાર્ટી ૧૩ અને સમાજવાદી પાર્ટીને ૧૨ બેઠકો મળશે. આવી જ રીતે સીએનએન-આઈબીએન-સીએસડીએસના એક્‍ઝિટ પોલ મુજબ યુપીમાં ભાજપને ૪૫-૫૩ બેઠકો મળી શકે છે. સપાને ૧૩-૧૭ બેઠક મળી શકે છે. ઇન્‍ડિયા ટીવી-સીવોટરના એક્‍ઝિટ પોલમાં ભાજપને યુપીમાં ૫૪ બેઠકો આપવામાં આવી છે. બિહારમાં પણ નરેન્‍દ્ર મોદીનું મોજુ ફેલાયું છે. એબીપી ન્‍યુઝના એક્‍ઝિટ પોલમાં ભાજપને ૧૯ અને એલજેપીને બે બેઠકો મળવાનો અંદાજ મુકવામાં આવ્‍યો છે. આરજેડીને ૧૦ અને કોંગ્રેસને ચાર બેઠક આપવામાં આવી છે.

એક્ઝિટ પોલ ૨૦૧૪

ન્યૂઝ ચેનલ

એનડીએ

યુપીએ

અન્ય

આજ તક

૨૭૨

૧૧૫

૧૫૬

ટાઇમ્સ નાઉ

૨૪૯

૧૪૮

૧૨૬

એબીપી ન્યૂઝ

૨૮૧

૯૭

૧૬૫

ન્યૂઝ ૨૪

૩૪૦

૭૦

૧૩૩

ઇન્ડિયા ટીવી

૨૮૯

૧૦૧

૧૫૩

ઇન્ડિયા ન્યૂઝ

૨૮૮

૧૦૪

૧૫૧

એનડી ટીવી

૨૮૯

૧૦૧

૧૫૩

સીએનએન-આઇબીએન

૨૭૦-૨૮૨

૯૨-૧૦૨

-

 

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments