Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલા સામે આપના કાર્યકર્તાઓનો મૌન વિરોધ

Webdunia
બુધવાર, 9 એપ્રિલ 2014 (12:14 IST)
આમ આદમી પાર્ટીની સ્થાપના બાદ સાચી રાજનીતિની શરૂઆતથી ડરી ગયેલી રાજકીય પાર્ટીઓ દ્વારા વારંવાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર હિંસક હુમલાઓ નો દોર ચાલુ રહ્યો છે. માત્ર કાર્યકર્તાઓ ઉપર જ હમલા થયા છે એમ નથી. આવા જ એક હમલામાં દિલ્હીની આમ આદમી પાર્ટીની સીમાપુરી વિધાનસભા ઉમેદવાર સંતોષ કોલીએ જીવ ગુમાવ્યો હતો. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલી સફળતા બા દ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવા લ ઉપર હિંસક હુમલાઓ અને શાહી ફેંકવાના બનાવો વધતા જ રહ્યા છે. આ ફક્ત એજ સૂચવે છે કે વર્ષોથી ગંદી રાજનીતિથી ટેવાએલી રાજકીય પાર્ટીઓ પાસે ના તો કોઈ મુદ્દા છે કે ના તો આમ આદમી પાર્ટીની જનલક્ષી રાજનીતિનો કોઈ જવાબ.

વિકાસનો ફુગ્ગો ફૂટી ગયા બાદ અને આ ચૂંટણીને ધાર્મિક કટ્ટરતા તરફ લઇ જવાના પ્રયાસોમાં ધારી સફળતા ન મળવાથી હેબતાઈ ગયેલી રાજનીતિક પાર્ટીઓ આજે તેમની હિંસક હુમલાઓની લાંબી યાદીમાં એક વધુ મોરપિચ્છ ઉમેરવામાં આજે સફળ થઇ હતી. આજે અરવિંદ કેજરીવાલ પર બે અજાણ્યા શકશોએ હિંસક હુમલા કર્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આવા હુમલા તેમની ઉપર ગુજરાતમાં પણ થયા હતા. નોંધનીય છે કે આજ દિન સુંધી અરબો રૂપિયા ચૂંટણી પ્રચારમાં ખર્ચી નાખનારી કોંગ્રેસ કે ભાજપાની શીર્ષ નેતાગીરીએ આ હુમલાઓ રોકવા આમ જનતાને કોઈ અપીલ કરી નથ ી, જયારે અરવિંદ કેજરીવાલ હર હંમેશ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અહિંસક રહી પોતાના મુલ્યોને વળગી રહેવા માટે અનુરોધ કરતા રહ્યા છે.

આજે અરવિંદ કેજરીવાલ પર થયેલ હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટી અમદાવાદ ના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટી ના અમદાવાદ અને ગાંધીનગર બેઠકોના ઉમેદવારો દિનેશ વાઘેલ ા, જે જે મેવાડા અને ઋતુરાજ મહેતા સાથે ગાંધી આશ્રમ પર જઈને મૌન પ્રાર્થના કરી હતી અને બાદમાં દિનેશ વાઘેલાએ ગમે તેવા હુમલાના જવાબમાં ફક્ત અહિંસક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે જ પ્રતિભાવ આપવાનો સંકલ્પ ઉચ્ચાર્યો હતો. આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓએ ગુજરાતના વિવિધ લોકસભા વિસ્તારોમાં ઠેકઠેકાણે મૌન રેલીઓ યોજી અહિંસક રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આવા હુમલાઓ બાદ કાર્યકર્તાઓ અને લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે. લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે કે ફક્ત અરવિંદ કેજરીવાલ પર જ કે આવા નારી આંખે દેખાતા રાજકીય હમલો થાય છ ે, ભાજપા કોંગ્રેસ પર કેમ નહિ. લોકો અરવિંદ કેજરીવાલના કોઈ પણ સંજોગોમાં સુરક્ષા ન લેવાના અને સુરક્ષા ફક્ત જનતા માટે છે નેતાઓ માટે નહ િ, એ સંકલ્પને પણ લોકો બિરદાવી રહ્યા છે. એ ચોક્કસ છે કે સેંકડો સિક્યુરીટી ગાર્ડ વચ્ચે ફરતા નેતાઓ માટે આ ખુબ ખરાબ સમાચાર છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments