Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભા ચૂંટણી 2014 - ચૂંટણીની તારીખો જાહેર થતા જાણો નેતાઓના નિવેદનો..

ચૂંટણીને લઈને વિવિધ પાર્ટીઓના નેતાઓનુ ટ્વીટ - હૈ તૈયાર હમ !! .

Webdunia
બુધવાર, 5 માર્ચ 2014 (13:33 IST)
P.R

લોકસભા ચૂંટણી તારીખો જાહેર થવાની સાથે રાજકીય પાર્ટીઓમાં ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ જવા પામી છે. આજે મુખ્ય ચૂંટણી કમિશનર વી.એસ.સંપતે પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકસભા ચૂંટણી તેમજ ત્રણ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી સંદર્ભે ચૂંટણી તારીખોની જાહેરાત કરી. જેની સાથે રાજકીય પાર્ટીઓમાં ચૂંટણી ગરમાવો આવી ગયો છે.

સૌથી પહેલી પ્રતિક્રિયા આપતાં ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ દાવો કર્યો કે કેન્દ્રમાં આ વખતે ભાજપની સરકાર બનશે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગી દળ પોતાની ઈજ્જત બચાવા માટે ચૂંટણી મેદાનમાં છે. જ્યારે ત્રીજા મોરચના દળો પોતાના રાજ્યોમાં પોતાના અસ્તિત્વ માટે ચૂંટણી લડી રહી છે. અને અમુક નવી પાર્ટીઓ પોતાનું કદ વધારવા માટે ચૂંટણી મેદાનમાં છે ત્યારે સરકાર બનાવા માટે માત્ર ભાજપ જ ચૂંટણી મેદાને છે.

આ વખતની લોકસભા ચૂંટણીની તુલના વર્ષ 1977ની ચુંટણી સાથે કરતા ત્રિવેદીએ કહ્યું કે હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. આ ઉપરાંત સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ જેવા નારા સાથે આ ચૂંટણીને જેપી આંદોલન સાથે સાંકળવાની કોશિષ કરી.

ભાજપ પછી કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવી . જેમાં પાર્ટી પ્રવક્તા અને કેન્દ્રીય સૂચના એન પ્રસારણ મંત્રી મનિષ તિવારીએ કહ્યું કે આ ચૂંટણી બે વિચારધારાઓ વચ્ચે છે. એક પરિવાર અને વિચારે આ દેશ માટે બલિદાન આપ્યું અને બીજી તરફ એવી શક્તિઓ છે. જેમનો વિચારાત્મક દ્રષ્ટિકોણ સંકુચિત છે. તેમનો વિશ્વાસ વિશ્વાસ સાંપ્રદાયિક્તામાં છે. તેથી વર્ષ 2014ની ચૂંટણીમાં વિચારની લડાઈ છે. જેમાં કોંગ્રેસ પાર્ટીના પ્રચારનું નેતૃત્વ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ડૉ.મનમોહન સિંહ કરશે. અમે ગત 10 વર્ષોથી આ દેશમાં મૌન ક્રાંતિ લઈને આવ્યાં છીએ. દરેક ક્ષેત્રમાં લોકોના જીવનનું સ્તર સુધાર્યું છે. જેને લઈને અમે લોકોની વચ્ચે જઈશું.

કોલસા મંત્રી શ્રી પ્રકાશ જયસ્વાલે કહ્યું કે સર્વે સંદર્ભે દરેકને ખબર છે. બેઠકોને લઈને વિવાદ થઈ શકે છે. પરંતુ સરકાર યુપીએની બનશે.

ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ ચૂંટણીની વિશેષતા એ રહેશે કે કોંગ્રેસ મુક્ત ભારત બની જશે. એક નિર્ણાયક નેતૃત્વ માટે નિર્ણાયક બહુમત આપીને લોકો ભાજપને વિજયી બનાવશે. જે પ્રમાણે મોદીએ કહ્યું કે સીએમ અને પીએમની ટીમ દેશ માટે કામ કરશે. 16 મે દિવસે અમે વિજય માટે તૈયાર છીએ.

શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં અમારી પાર્ટી તરફી હવા છે. એનડીએ માટે સૌથી વધારે શક્તિ અહીંથી આવશે. આપનું મહારાષ્ટ્રમાં કોઈ અસ્તિત્વ નથી.

યૂપીએ સરકારના મંત્રી કપિલ સિબ્બલે કહ્યું કે લોકસભા ચૂંટણી માટે અમારી પાર્ટી અને હું પોતે તૈયાર છું. મને નથી લાગતું કે દિલ્હી કે પછી કોઈ બીજી જગ્યાએ ચૂંટણી લડવા માટે ઓછો સમય છે. 575 વખત વિસ્તારોમાં ગયા છીએ. કામ કર્યું છે. અમને કોઈ મુશ્કેલી નથી. કોઈ પણ ચૂંટણી સરળ હોતી નથી. તે આજે હોય કે કાલ હોય કે પાંચ વર્ષ પછી હોય.

આપના લીડર યોગેન્દ્ર યાદવ બોલ્યા - 10 એપ્રિલ પછી અમે ફ્રી થઈ જઈશુ અને આખા દેશમાં ફરી શકીશુ. તેમણે મની પાવર અને પેઈડ ન્યુઝને લઈને ચિંતા દર્શાવી.

મોદીએ ટ્વીટ કર્યુ કે હુ ભારતના તમામ નાગરિકોને અપીલ કરુ છુ કે તેઓ પોતાના આશીર્વાદ આપે અને બીજેપી -એનડીએ ને સૌથી મોટી પાર્ટી મિશન 272+ માં સફળતા અપાવે. હુ ઈલેક્શન કમિશનને લોકશાહીના આ મોટા તહેવારની શુભેચ્છા પાઠવુ છુ. તેમણે કહ્યુ કે હુ દસ કરોડ નવા વોટરોનુ સ્વાગત કરુ છુ. તમે ભારતના સૌથી મોટા લોકશાહી શાસનની તાકત છો.
ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે અમે સ્વાગાત કરીએ છીએ. ઘણા સમય પછઈ દેશમાં આ પ્રકારે ચૂંટણી થઈ રહી છે. જેની રાહ માટે રાજનીતિક દળો જ નહીં પરંતુ જનતા કરી રહી હતી. દેશ પરિવર્તન માટે તૈયાર છે.

પૂર્વ ચીફ મીનીસ્ટર સુખબીર બાદલ બોલ્યા - અમે ચૂંટણી માટે તૈયાર છીએ. કોંગ્રેસ 50 કરતા ઓછી સીટો મેળવશે. જ્યારેકે ચીફ મીનીસ્ટર પ્રકાશ સિંઘ બાદલ બોલ્યા અમે ચૂંટણી માટે તૈયાર છીએ. મોદી અને રાહુલ વચ્ચે કોઈ હરીફાઈ નથી. અમને પંજાબમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં ફાયદો થશે

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments