Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમ આદમી પાર્ટી ધ્વારા ૨ લોકસભા અને ૨ વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારો બદલવામાં આવ્યા

Webdunia
બુધવાર, 9 એપ્રિલ 2014 (11:52 IST)
P.R
આમ આદમી પાર્ટી ગુજરાતની બધીજ લોકસભા બેઠકો પરથી લોકસભા ચૂંટણીઓ લડી રહી છે. ગુજરાતની ૨૬ બેઠકો પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર થઇ ગયા છે, જેમાંથી ૨ લોકસભા બેઠકો ઉપર અને ૨ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવાર બદલવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીની રાજકોટ લોકસભા બેઠક ઉપર યુવા મહિલા ઉમેદવાર પીનાલબહેન સાવલિયા ને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઇ હોવાથી તેઓ ચૂંટણી લડવા અસમર્થ હોઈ નવા ઉમેદવાર તરીકે સામાજિક કાર્યકર અંકુર ધામેલીયા ને ઉમેદવાર જાહેર કર્યા છે. ઉપરાંત, આમ આદમી પાર્ટીની અબડાસા વિધાનસભા બેઠકના ઉમેદવાર સુરાજસિંહ સોઢા, વિસાવદર વિધાનસભાના ઉમેદવાર ધીરુભાઈ ભાખર અને બારડોલી લોકસભા બેઠક ના ઉમેદવાર ઠાકોરભાઈ ગામીએ અંગત કારણોસર પોતાની ઉમેદવારી રદ કરવા અરજ કરી હતી. આમ આદમી પાર્ટીએ બારડોલી લોકસભા બેઠક ઉપર નવા ઉમેદવાર તરીકે ચંદુભાઈ ચોધરી અને અબડાસા વિધાનસભા બેઠક ઉપર રોહિતભાઈ ગોર અને વિસાવદર વિધાનસભા પર કનકરાય કાનાણી ને મેદાને ઉતાર્યા છે.

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

Show comments