Festival Posters

Ganesh Chaturthi 2022: ગણેશ ઉત્સવના દસ દિવસોમાં આ વસ્તુઓનો લગાવો ભોગ, બાપ્પા પૂરી કરશે દરેક મનોકામના

Webdunia
મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (14:57 IST)
Ganesh Chaturthi 2022 Bhog: ભાદરવા મહિનાની ચતુર્થી તિથિ પર સુખ અને સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આ ઉપલક્ષ્યમાં દર વર્ષે ઉત્સવ ઉજવાય છે. ગણેશ ઉત્સવનો તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થઈને અનંત ચતુર્દશી તિથિના દિવસે સુધી ચાલે છે.  10 દિવસ સુધી ચાલનારો આ ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે.  આ દરમિયાન ઘર અને મોટા મોટા પંડાલોમાં ભગવાન ગણેશની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટ 2022ના રોજ ઉજવાશે.  આ દિવસથી ગણેશ ઉત્સવ શરૂ થાય છે અને દસ દિવસ પછી એટલે કે અનંત ચતુર્દશના રોજ ગણપતિના વિસર્જન સાથે જ સમાપ્ત કરવામા આવે છે. આ 10 દિવસમાં ગણપતિ બાપ્પાને 10 જુદી જુદી વસ્તુઓનો ભોગ(નૈવેદ્ય) લગાવવામાં આવે છે.  એવુ કહેવાય છે કે આ 10 દિવસ દરમિયાન ગણપતિને પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવાથી ગણેશજી પ્રસન્ન થાય છે.  આવો જાણીએ ગણેશ ઉત્સવ દરમિયાન બાપ્પાને કયો ક્યો નૈવેદ્ય અર્પણ કરવો જોઈએ. 
 
 ગણેશ ઉત્સવ પર બાપ્પાને લગાવો આ વસ્તુઓનો ભોગ 
 
- ભગવાન ગણેશને મોદક ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં ભગવાન ગણેશની જન્મજયંતિના દિવસે મોદક ચઢાવો. તેનાથી જલ્દી જ બાપ્પા ખુશ થશે.
-  માન્યતાઓ અનુસાર, ગણેશ ઉત્સવના બીજા દિવસે ભગવાન ગણપતિને મોતીચૂરના લાડુ ચઢાવવા શ્રેષ્ઠ છે.
-  ત્રીજા દિવસે દંત દયા વંતની પૂજામાં ચણાના લોટના લાડુ સામેલ કરવા જોઈએ.
- ભગવાન ગણેશને કેળા અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. તેથી ગણેશ ઉત્સવ દરમિયાન પ્રસાદમાં કેળાના ફળ જરૂર સામેલ કરવા જોઈએ.
- ગણેશજીને મખાણાની ખીર ભાવે  છે. આથી તેમને પ્રસાદ તરીકે મખાણાની ખીર ચઢાવો.
-  ગણેશજીની પૂજામાં નારિયેળ અવશ્ય સામેલ કરવું.
 - વિઘ્ન વિનાશક ગણેશની પૂજામાં સૂકા મેવાનાના લાડુ ચઢાવો.
-  એવું માનવામાં આવે છે કે દૂધથી બનેલો કલાકંદ ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. પૂજામાં કલાકંદનો ભોગ લગાવો. 
- ભગવાન લંબોદરને કેસરમાંથી બનાવેલ શ્રીખંડનો નૈવેદ્ય તરીકે ભોગ લગાવો.   
 
આ ઉપરાંત, તમે વિવિધ પ્રકારના મોદક અર્પિત કરીને બાપ્પાને ખુશ કરી શકો છો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Set Curd At home- ક્રીમી જાડું દહીં કેવી રીતે સેટ કરવું?

આમળા vs લીંબુ: કયું વધુ ફાયદાકારક છે, કોનામાં વધુ વિટામિન સી છે, જાણો ફાયદા

Sweet Potato Tikki Recipe- શક્કરિયા ટિક્કી રેસીપી

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

વધુ જુઓ..

નવીનતમ

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments