Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખાટીમીઠી પળોને યાદગાર બનાવવાનો પ્રસંગ - ફ્રેન્ડશીપ ડે

Webdunia
શનિવાર, 2 ઑગસ્ટ 2014 (15:58 IST)
મિત્રતાનું સંભારણુ કંઇક ખાસ બની રહે તેવુ દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે અને તે માટે જ પોતાના મિત્રને કંઇક ખાસ અને અનોખી ભેટ આપવા ઇચ્છતા હોય છે. જેના દ્વારા તેઓ જીંદગીભર પોતાની મિત્રતાને યાદ કરી શકે છે.
૩જી ઓગષ્ટે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે આ વર્ષે મોટાભાગના યંગસ્ટર્સ પોતાના મિત્રોને તેમની સાથે ગાળેલી દરેક ખાટીમીઢી પળોને અલગ અલગ રીતે ફ્રેમીંગ કરાવીને ફ્રેન્ડશીપ ડેની ગીફટ આપી રહ્યા છે. આ ગીફટ તેમના માટે ખૂબ જ યાદગાર બની રહેશે. તેવુ તેમનું કહેવું છે.
 
આ અંગે અંજલિ શાહ કહે છે કે ''અત્યારે હું કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું પરંતુ મારા મોટાભાગના મિત્રો સ્કૂલ સમયના જ છે. અને તેઓ મારા માટે ખાસ છે. જેથી કરીને તેમની સાથે ગાળેલી દરેક પળને હું એક યાદરૃપે જીંદગી ભર સાચવવા માંગતો હતો પરંતુ કંઇ રીતે તે સમજાતું ન હોતું. પરંતુ હાલમાં બજારમાં એક એવો કન્સેપ્ટ ચાલે છે જેમાં તમે ગ્લાસ પર, પથ્થર પર કે પછી સ્ક્રેપ બુકમાં તમારા મિત્રો સાથે ગાળેલા તમામ પળોને યાદરૃપે કંડારી શકો છો અને આ ફ્રેમ તમે તમારા મિત્રને ગીફટ આપી શકો છો. આથી મે મારા મિત્રો માટે ખાસ રેતીની ફ્રેમીંગ પર તેમના અલગ અલગ ફોટોગ્રાફ્સ સાથે એક સુંદર મજાની ફ્રેમ બનાવડાવી છે અને આ ફ્રેમ એટલી સુંદર છે કે ફ્રેન્ડશીપ ડે મારે આનાથી વિશેષ ગીફટ કોઇ હોઇ જ ના શકે.
 
તેવી જ રીતે અંજલી કહે છે કે મે મારી ફ્રેન્ડ માટે એક જ ફ્રેમમાં ૧૦ અલગ અલગ ફ્રેમ બનાવી છે જેમાં મારી ફ્રેન્ડ જોડેના મારા તમામ પળો આવે છે. જીંદગીમાં એક સારો મિત્ર હોવો જરૃરી છે. પરંતુ આજની આ દુનિયામાં સારા મિત્રો ખૂબ જ મશ્કેલથી મળે છે. અને જો તમને મળે તો તમારે તમારા એ મિત્રની કદર કરવી જ જોઇએ મારી જીંદગીમાં મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને તેની સાથેની દોસ્તીને યાદગાર બનાવવા હું દર ફ્રેન્ડશીપ ડે નિમિત્તે હું મારી ફ્રેન્ડને કંઇક અલગ ગીફટ આપું છું અને આ વર્ષએ મારા તેની જોડેના ૭ થી ૮ વર્ષોની યાદોની અલગ અલગ ફોટો ફ્રેમ બનાવીને મે તેને આપી છે. આ ફ્રેમમાં મારી અને તેની સારી અને દુઃખદ બધી જ વાતો છે.
 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments