Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલામત રહે આપણી દોસ્‍તી

Webdunia
- ચાર્વી શર્મા

BHIKA SHARMAW.D
અચાનક બજારમાં ઝડપથી ચાલી રહેલી નેહાના પગલાં કોઈને જોઈને થંભી ગયા. એક ક્ષણ માટે તો તેને લાગ્યુ કે તેને આભાસ તો નથી થઈ રહ્યો. આ...આ.. તો અખિલ છે. મારા બાળપણ નો મિત્ર. વાળમાં કંકુ, માથા પર ટિકલી, સાડી પહેરેલી નેહા, અખિલની બાળપણની મિત્ર નેહા કરતા એકદમ જ જુદી હતી. નેહા ખુશીને મારે ફુલી સમાતી નહોતી. તેની આંખોમાં બાળપણ તરવા લાગ્યું. તેને દોડીને પાછળથી અખિલને બૂમ પાડી. અખિલે વળીને જોયું. નેહાએ ફૂલેલા શ્વાસથી કહ્યું ' અખિલ હું...હું નેહા.' નેહા, અરે તુ...આટલા વર્ષો પછી... મેં તો તને ઓળખી જ નહી.' અખિલ અને નેહા બીજા ધોરણથી સાથે હતા.

એક જ વર્ગ, એક જ શાળા અને એક જ ફળિયામાં પણ રહેતા હતા. ખાવું-પીવુ, વાંચવું-લખવું, લડવું-ઝધડવુ, મસ્તી કરવી, એકબીજાને વાતો વહેંચવી. એકબીજાને સલાહ આપવી, કોઈ સીમા નહોતી તેમની મિત્રતાની. 12માં ધોરણ પછી અખિલ ભણવા માટે અમેરિકા ચાલ્યો ગયો અને પાંચ વર્ષ પછી જ્યારે પાછો આવ્યો ત્યારે નેહાના લગ્ન થઈ ચૂક્યા હતા. એક સમયે એકબીજાની ઓળખાણ ગણાતાં અખિલ અને નેહા આજે એ મૂંઝવણમાં હતા કે વાત ક્યાંથી શરૂ કરવી.

આવા ખબર નહી કેટલા મિત્રો હોય છે, જે કોઈને કોઈ કારણસર જુદાં પડી જાય છે. આવું વધુમાં છોકરા અને છોકરીની મિત્રતામાં થાય છે.

ક્યારેક એવું બને છે કે લગ્ન અને કેરિયર જેવા કારણોસર બહું ગાઢ મિત્રો પણ છૂટાં પડી જાય છે. જો અમે ઈચ્છીએ તો સારી દોસ્તીને સંભાળીને રાખી શકીએ છીએ.

હંમેશા સંપર્કમાં રહો.

ફોન, ઈ-મેલ, એસએમએસ આજે તો ન જાણે એવા કેટલાય સાધનો છે, જે તમે ચાહો તો આખી દુનિયાને તમારી નજીક લાવી શકે છે. તો પછી આપણે આપણા મિત્રોના સંપર્કમાં કેમ ન રહી શકીએ. અઠવાડિયામાં એક વાર ઈ-મેલ અને જ્યારે પણ સમય મળે ત્યારે ફોન કરીને હાલ-ચાલ તો પૂછી જ શકીએ છીએ.

ખાસ પ્રસંગો પર મળવાનો મોકો પણ મળી શકે છે.
BHIKA SHARMAW.D


ત્યાગ મિત્રતાની પહેલી શરત છે.
પ્રેમ જ જાળવવો બીજો અર્થ છે.
એકલતા જીવનનો અભિશ્રાપ છે.
જે વહેંચી ન શકાય તે
ખુશી પણ નકામી છે.

માણસ ગમે તેટલો વ્યસ્ત હોય પણ વર્ષગાંઠ કે તહેવાર ઉજવવા માટે તો સમય કાઢી જ શકે છે. આ અવસર તો મિત્રો અને સંબંધીઓને મળવા માટે જ હોય છે.

મિત્રતા પર વિશ્વાસ અપાવો.

જો તમારી મિત્રતા સાચી છે તો બધા તેને સન્માનની નજરથી જ જોશે. કદી એ ન વિચારો કે તમારા પતિ કે પત્ની આ મિત્રતાને શકની નજરથી જોશે. મિત્રના પરિવારમાં પ્રેમ અને ખુશીથી જોડાવો.

મિત્ર દરેક જગ્યાએ કામ આવે છે.

મિત્રતામાં કોઈ ફર્જ કે બંધન નથી હોતું, દોસ્તીમાં તો અધિકાર હોય છે. જો તમે કે તમારો પરિવાર મુશ્કેલીમાં છે તો પોતાના મિત્રની મદદ માંગવામાં કદી પણ શરમ ન અનુભવતા.

મિત્રતા ખૂબ જ પવિત્ર સંબંધ છે, તેમાં કોઈ બંધન કે મજબૂરી નથી હોતી. મિત્રતા નિ:સ્વાર્થ હોય છે. સાચી મિત્રતા જીવનભર સાથે જ ચાલે છે. અને જવાબદાર મિત્ર દરેક સુખ-દુ:ખમાં ભાગીદાર થાય છે.

તો મિત્રો, આજે ફ્રેંડશિપ-ડે ના દિવસે મનમાં જ સંકલ્પ કરી લો કે પોતાના સાચા મિત્રને આ દુનિયાની ભીડમાં ગુમાવવા ન દેશો. જો તમને તમારી મિત્રતા પર વિશ્વાસ હશે તો એ જીંદગીભર સાથે જ ચાલશે.


Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Show comments