rashifal-2026

Flash Back 2020 : આ વર્ષે લોકડાઉને ઘરમાં બેસાડ્યા, તો લોકોએ બતાવી આ 7 ક્રિએટિવિટી

Webdunia
મંગળવાર, 22 ડિસેમ્બર 2020 (18:43 IST)
ભારતમાં 2020ની શરૂઆત તો સામાન્ય થઈ પણ માર્ચનો મહિન આવતા-આવતા લોકોએ જાણ્યુ કે આખુ વિશ્વ કોરોના મહામારીની ચપેટમાં આવી ચુક્યુ છે. આવામાં કોવિડ 19ને કંટ્રોલમાં કરવા માટે દેશમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ. આ દરમિયાન મોટાભાગની કંપનીએ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિદ્યા આપી. બીજી બાજુ શાળા, કોલેજ બંધ થઈને ઘરમાં ઓનલાઈન ક્લાસેસનો સમય શરૂ થઈ ગયો. ઘરમાં રહેવા દરમિયાન લોકોએ પોતાના ટાઈમ પાસ અને બોરિયત દૂર કરવા માટે અનેક ક્રિએટિવિટી કરી, જેનુ કારણ આ વર્ષ મહામારી ઉપરાંત ક્રિએટીવિટીઝ  માટે પણ યાદ રાખવામાં આવશે. 
 
દરેક કોઈ બન્યુ  શેફ 
 
Anyone Can Cook (કોઈપણ રસોઈ બનાવી શકે છે ) તમે ઓસ્કર વિનિંગ એનિમેટેડ મૂવી રેટાટ્રઈનો આ ડાયલોગ તો સાંભળ્યો જ હશે.  કંઈક આ જ રીતે લોકડાઉને દરેક કોઈને શેફ બનાવી દીધો. બહારનુ ખાવાનુ ન મળતુ હોવાથી લોકોએ નવી નવી રેસીપીઝ ટ્રાઈ કરવાની સાથે જ પોતાની સ્નૈક્સ ક્રેવિંગને શાંત કરવા ઉપરાંત પોતાના ક્વારંટીન પીરિયડને પણ ખાસ બનાવી દીધો. 
 
ગાર્ડનિંગ કરવાનો ક્રેઝ 
 
લોકડાઉન દરમિયાન, જે લોકો પાસે ઘરના છોડને પાણી આપવા માટે પણ સમય ન હતો, લોકડાઉને તેમને ગાર્ડનિંગ કરવા માટે પુષ્કળ સમય આપ્યો. આ સમયનો ઉપયોગ કરીને, લોકોએ ફક્ત બાગકામ જ નહીં કર્યું, પરંતુ  છોડ મુકવાના કુંડા પર પણ પોતાની સર્જનાત્મકતા દર્શાવી.
 
હૈડેક્રાફ્ટ્સ અને ડેકોરેટિવ આઈટમ્સ 
 
આ લોકડાઉન બાળપણની યાદોને પરત લાવ્યુ.  બાળકો દિવાળી પર કાગળ, કાર્ડ બોર્ડ, લેસ અને ગ્લિટર્સથી નવી શણગારાત્મક વસ્તુઓ બનાવતા હતા.  આ લોકડાઉનમાં પણ હાથોની કારીગરીનો નમુનો સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ અને વીડિયો દ્વારા જોવા મળ્યો. 
 
બ્યુટી ફેશન  DIYs 
 
લોકડાઉનમાં પાર્લર પણ બંધ કરાયા હતા, પરંતુ લોકો, ખાસ કરીને યુવતીઓએ ઘરે જ બ્યુટી  ડીવાયવાયને અજમાવ્યા. કેટલાકએ આયુર્વેદિક માસ્કથી ચહેરાના કુદરતી ગ્લોને જાગૃત કર્યો, જ્યારે કેટલાક તેમના વાળને રંગ આપવા માટે કુદરતી વાળના રંગોનો ઉપયોગ કર્યો. 
 
કોઈએ કોઈ પુસ્તક લખ્યું, તો કોઈએ સંગીત વિડિઓ બનાવ્યો
 
આ લોકડાઉનથી દરેકને ખુદને  જાણવાની પુષ્કળ તક મળી. લેખનમાં રુચિ ધરાવતા લોકોએ આ વર્ષે પુસ્તક લખ્યું, પછી કોઈએ તેની પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી અને સંગીત પ્રત્યેનો તેમનો જુસ્સો પૂર્ણ કર્યો.
 
ફિટનેસ પર કર્યુ કામ 
 
લોકડાઉનમાં શારીરિક પ્રવૃત્તિ ઓછી હોવાને કારણે, લોકોન  વજન વઘવુ શરૂ થયુ, જેને ગંભીરતાથી લેતા મોટાભાગના લોકોએ તેમની હેલ્થ  પર કામ કરવુ શરૂ કર્યુ.  કેટલાક લોકોએ ઘરની વસ્તુઓથી જિમ બનાવ્યું હતું, જ્યારે અન્ય લોકોએ યોગ અને આયુર્વેદિક પદ્ધતિની મદદથી તેમની તંદુરસ્તી પર ક્રિએટીવિટી દર્શાવી.
 
પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ 
જીવનની ભાગદોડ એક એક છત હેઠળ ચાલી, જ્યારે આપણે આપણા  પ્રિયજનોથી દૂર થઈ ગયા, ત્યારે આપણે  જાણતા નહોતા, પરંતુ લોકડાઉન દ્વારા ફરી એકવાર  આપણા પ્રિયજનો માટે સમય 
કાઢવાનું શીખવવામાં આવ્યું. ઘણા લોકો જુની વાતો પર ખૂબ  હસ્યા, પછી કોઈએ ઘરે નવી વાનગીઓ બનાવી  અને આ મુશ્કેલભર્યા સમયને  હોલી ડેઝમાં રૂપાંતરિત કર્યા. આ સિવાય પશુપ્રેમીઓએ તેમના પાલતુ પ્રાણી અને પ્રકૃતિને પૂર્ણ સમય પણ આપ્યો. ક્રિએટીવીટીનો અર્થ છે રચનાત્મકતા મતલબ આ વર્ષે લોકોએ તેમન આ વ્યક્તિત્વનુ સૃજન કર્યુ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments