Webdunia - Bharat's app for daily news and videos

Install App

તિર્થસ્થળ મથુરાની ધર્મયાત્રા

દિપક ખંડાગલે
W.DW.D

હિંદુ ધર્મ ગ્રંથોમાં મથુરાનો મોટો મહિમા છે. અથર્વવેદની ગોપાલતાપનીમાં લખ્યું છે-

मथ्यते तु जगत्सर्वं ब्रह्मज्ञानेन येन वा।
तत्सारभूतं यद्यस्यां मथुरा सा निगद्यते ॥

અર્થાત જે બ્રહ્મજ્ઞાન અને ભક્તિયોગથી આખુંય જગત પાવન થાય છ ે એટલે કે જ્ઞાની અને ભક્તોનો સંસાર લય ચાલ્યા કરે છે તે સારભૂત જ્ઞાન અને ભક્તિ, જેમાં સદા વિદ્યમાન રહે છે તેને મથુરા કહેવામાં આવે છે.

પદ્મપુરાણમાં ભગવાનના વચન છે-

अहो न जानन्ति नरा दुराशयाः
पुरीं मदीयां परमां सनातनीम्‌।
सुरेन्द्रनागेन्द्रमुनीन्द्रसंस्तुतां
मनोरमां तां मथुरां पराकृतिम्‌॥

અર્થાત દુષ્ટ લોકો મારી આ સુંદર સનાતન મથુરા નગરીને જાણતા નથી, જેની સુંદરતા,નાગેદ્ર તથા મુનીન્દ્રોએ સ્તુતિ
કરી છે જે મારૂ જ સ્વરૂપ છે.

મથુરાની ચારેય તરફ શિવમંદિર છે-
પશ્વિમમાં ભૂતેશ્વરનું,પૂર્વમાં પિધલેશ્વરનું,દક્ષિણમાં રંગેશ્વરનું અને ઉત્તરમાં ગોકર્ણોશ્વેરનુ. ચારેય દિશામાં મંદિરો હોવાથી શિવજીને મથુરાના ચોકીદાર કહેવામાં આવે છે.વારાહજીની ગલીમાં નીલવારહ અને શ્વેતવારહના સુંદર મંદિરો છે. શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે શ્રી કેશવદેવજીની મૂર્તિની સ્થાપના કરી હતી પરંતુ ઔરંગજેબે મંદિર તોડી તેના સ્થાને મસ્જિદ ઉભી કરી દિધી. પછી મસ્જિદ પાછળ નવું કેશવજીનું મંદિર બની ગયું છે. પ્રાચીન કેશવ મંદિરના સ્થાનને કેશવકટરા કહે છે. ખોદકામ કરતાં બહુ ઐતિહાસિક વસ્તુઓ પ્રાપ્ત થઇ છે.

W.DW.D

પાસે જ એક કંકાટી ટેકરા પર કંકાલીદેવીનું મંદિર છે. કંકાલી ટેકરામાં અનેક વસ્તુઓ પ્રાપ્ત થઇ છે.આ કંકાલીને તે માનવામાં આવે છે જેને વેદકીની કન્યા સમજીને કંસે મારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેના હાથમાંથી છુટીને આકાશમાં જતી રહી હતી. મસ્જિદથી થોડે દૂર પાછળ પોતરાકુંડ પાસે ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ છે જેમાં વાસુદેવ તથા દેવકીની મૂર્તિઓ છે. આ સ્થળને મલ્લાપુરા કહે છે. આ સ્થળે કંસના ચાણૂર,મુષ્ટીક,કૂટશલ,તોશલ વગેરે પ્રસિધ્ધ મલ્લ રહેતાં હતાં.નવા સ્થળોએ સૌથી શ્રેષ્ઠ શ્રી પારખીજીનો બનાવેલ શ્રી દ્રારકાધીશનું મંદિર છે. આમાં પ્રસાદ વગેરેની યોગ્ય વ્યવસ્થા છે. સંસ્કૃત પાઠશાળા,આર્યુવેદિક તથા હોમિયોપેથિક લોકોપકારી વિભાગ પણ છે.


આ માંદિર સિવાય ગોવિંદજીનું મંદિર છે, કિશોરમણજીનું મંદિર,વાસુદેવઘાટ પર ગોવર્ધનનાથજીનું મંદિર,ઉદેપુરનીવાળી રાણીનું મદનમોહનનું મંદિર,વિહારીજીનું મંદિર,રાયગઢવાસી રાયસેઠનું બનાવેલ મનમોહનજીનું મંદિર,ઉન્નાવની રાણી શ્યામકુંવારીનું બનાવેલ રાધેશ્યામજીનું મંદિર,અસકુંડાઘાટ પર હનુમાનજીનું મંદિર,નૃસિંહજી,વારાહજી,ગણપતિજીનું મંદિર વગેરે છે. તેની ઘણી આવક-જાવક છે. વ્યવસ્થા અતિ ઉત્તમ છે. તથા સાથે-સાથે પાઠશાળા વગેરે સંસ્થાઓ ચાલી રહે છે. વિશ્રામઘાટ કે વિશ્રાંતઘાટ એક મોટી સુંદરસ્થળ છે,મથુરા આ જ મુખ્ય તિર્થસ્થળ છે.

ભગવાને કંસના વધ બાદ અહીં આરામ કર્યો હતો. દરરોજ સવાર-સાંજ અહીં યમુનાજીની આરતી થાય છે,જેના શોભા દર્શનીય છે. અહીં કોઇપણ સમયે દતિયા નરેશ અને કાશી નરેશ ક્રમશ: 81 મણ અને 3 મણ સોનાથી તોળ્યાં હતાં અને પછી આ બંનેને તોળેલું સોનું વજ્રમાં વહેંચી દિધું હતું. અહીં મુરલીમનોહર,કૃષ્ણ-બલદેવ,અન્નપૂર્ણા,ધર્મરાજ,ગોવર્ધનનાથ વગેરે મંદિર છે. ચૈત્ર શુ.6 (યમુના-જામ-દિવસ) યમદ્રિતીયા તથા કારતક સુ. 10 (કંસ વધ બાદ) મેળો ભરાય છે. વિશ્રાંતની પાછળ શ્રીરામાનુજ સંપ્રદાયનું નારાયણજીનું મંદિર,તેની પાછળ ગતશ્રમ નારાયણજીનું મંદિર,તેના આગળ કંસખાર છે. શાકમાર્કેટમાં પં.ક્ષેત્રપાળ શર્માનું બનાવેલ ઘંટાઘર છે. પાલીવાલ બોહરોએ બનાવેલ રાધા-કૃષ્ણ,દાઉજી,વિજયગોવિંદ,ગોવર્ધનનાથનું મંદિર છે.

રામજીદ્રારમાં રામજીનું મંદિર છે,તે અષ્ટભુજી ગોપાલની મૂર્તિ છે,જેમાં ચોવીસ અવતારોના દર્શન થાય છે. અહીં રામનવમીના દિવસે મેળો ભરાય છે. અહીં વજ્રનાભના સ્થાપિત કરેલ ધ્રુવજીના પદ્મચિહ્ન છે. ચોબચ્ચામાં વીર ભદ્રેશ્વરનું મંદિર છે,લવણાસુરને મારીને મથુરાની રક્ષા કરનાર શત્રુધ્નજીનું મંદિર છે,હોલી દરવાજા પર દાઉજીનું મંદિર છે,ડોરી બજારમાં ગોપીનાથજીનું મંદિર છે.


મથુરાની પશ્વિમમાં એક ઉંચી ટેકરી પર મહાવિદ્યાનું મંદિર છે,તેના નીચે એક સુંદર કુંડ તથા પશુપતિ મહાદેવનું મંદિર છે. જેની નીચે સરસ્વતી નાળુ છે કોઇ સમયે અહીં સરસ્વતી વહેતી હતી અને ગોકર્ણેશ્વર-મહાદેવ પાસે આવીને યમુનાજીમાં મળતી હતી. શ્રીમદભાગવતમાં જે-

एकदा देवयात्रायां गोपाला जातकौतुकाः।
अनोभिरनडुद्युक्तैः प्रययुस्तेऽम्बिकावनम्‌॥
तत्र स्नात्वा सरस्वत्यां देवं पशुपतिं विभुम्‌।
आनर्चुरर्हणैर्भक्त्या देवीं च नृपतेऽम्बिकाम्‌ ॥

એક પ્રસંગમાં આ વર્ણન છે કે એક સર્પ નંદબાબાને રાત્રે ગળવા લાગ્યો ત્યારે શ્રીકૃષ્ણએ સાપને લાત મારી, જેથી સાપે શરીર છોડીને સુદર્શનનું રૂપ ધારણ કરી લીધું, કેટલાક ટીકાકારોના મત મુજબ આ લીલા આ મહાવિદ્યાની છે અને કેટલાક મત મુજબ અંબિકાવન દક્ષિણમાં છે. તેનાથી આગળ સરસ્વતીકુંડ અને સરસ્વતીનું મંદિર અને તેનાથી આગળ ચામુંડાનું મંદિર છે.ચામુંડાથી મથુરા તરફ પરત ફરતાં વચ્ચે અંબરીષ ટેકરી આવે છે અહીં અંબરીષ રાજાએ તપ કર્યું હતું. હવે તે સ્થાન પર નીચે જાહરાપીરનો મઠ છે અને ટેકરી ઉપર હનુમાનજીનું મંદિર છે. આ મથુરાનું મુખ્ય સ્થળ છે. આ સિવાય બીજા ઘણા નાના-મોટા સ્થળ છે. મથુરા પાસે નૃસિંહગઢ એક સ્થળ છે, જે નરહરિ નામના એક પહોંચેલા મહાત્મા છે.તેમને 400 વર્ષની ઉંમરે પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો.

મથુરાની પરિક્ર્મા

પ્રત્યેક એકાદશી અને અક્ષયનવમીના મથુરાની પરિક્રમા થાય છે.દેવશયની અને દેવોત્થાપની એકાદશીના મથુરા-વૃદાવનની પરિક્ર્મા કરવામાં આવે છે. ક્યાંક-ક્યાંક તેમાં ગરૂડ-ગોવિંદનો સમાવેશ કરી લે છે.જેને વનવિહારની પરિક્રમા કહેવાય છે.શ્રી દાઉજીએ દ્રારકાથી આવીને વસંતના બે મહિના વજ્રમાં વિતાવીને જે વનવિહાર કર્યો હતો તથા તે સમયે યમુનાજીને ખેંચ્યાં હતાં તે પરિક્રમા તેની સ્મૃતિ છે.

Jackfruit Bhajiya- ફણસના ભજીયા

Egg Fried Rice: માત્ર 10-15 મિનિટમાં બની જશે ટેસ્ટી અને સરળ નાશ્તો

After 10th Diploma in beauty culture- ડિપ્લોમા ઇન બ્યુટી કલ્ચર કોર્સની વિગતો

Baby name with g in gujarati- ગ પરથી નામ છોકરી

HMPV વાયરસ શુ છે અને કેવી રીતે ફેલાય છે ? વાયરસના symptoms અને સાવધાનીઓ શુ છે ? જાણો હ્યૂમન મેટાન્યૂમોવાયરસ પર સંપૂર્ણ માહિતી

Kumbh Mela 2025: મહાકુંભઃ મહાકુંભમાં ગંગા સ્નાન કરતા પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ નિયમો, તો જ મળશે પુણ્ય ફળ.

Mahakumbh 2025: 32 વર્ષથી નથી કર્યું સ્નાન... મહાકુંભમાં પહોંચેલા આ અનોખા સંતની જીદથી સૌ આશ્ચર્યચકિત, જુઓ

Mahakumbh 2025 : જો તમે પણ જઈ રહ્યા છો કુંભમેળામાં, તો ત્યાંથી આ વસ્તુઓ જરૂર ઘરે લાવો, તમારી સંપત્તિમાં થશે વધારો

યાત્રીગણ ધ્યાન દે... ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભ માટે ચાલશે આઠ જોડી વિશેષ ટ્રેન, યૂપી-બિહાર સુધીની યાત્રા રહેશે સરળ

Lal Marcha No Upay:વર્ષના પહેલા શનિવારે કરી લો લાલ મરચાનો આ ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા

Show comments