Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઋષિ પંચમી

પરૂન શર્મા
રવિવાર, 3 જૂન 2007 (10:23 IST)
બ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તીથી ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભારતીય પંચાગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ પુજન અને ઋષિ પુજનનું મહત્વ આ તહેવાર દ્રારા આપણને જાણવા મળે છે. એક પૌરાણીક કથા પણ આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છે.

વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો. તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્નિ હતી.આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા. વિવાહ યોગ્ય થતાં તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા.પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઇ ગઇ. દુ:ખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા.

એક દિવસ બ્રાહ્મણ કન્યા સુતી હતી તે વખતે તેના શરીર માં કીડા પડી ગયા. ઉત્તકે સમાધી લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને રજસ્વલા હોવાં છતાં તે વાસણોને અડી ગઇ હતી. આ જન્મમાં પણ તેણે બીજાનું જોઇને ઋષિ પંચમી વ્રત કર્યું ન હતું.

પિતાની આજ્ઞાનુસાર તેણે ઋષિ પંચમી વ્રત કર્યુ અને તેને સર્વ પાપો માંથી મુક્તિ મળી.આ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તી થઇ. આમ વ્રત ના પ્રભાવ થી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

વસંત પંચમી વ્રત કેવી રીતે કરવું

। સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા

। ત્યાર પછી ઘરમાં જ કોઇ પવિત્ર જગ્યાએ હળદરથી ચોરસ કરવું.

। તેની પર સાત ઋષિઓની સ્થાપના કરવી.

। ત્યાર પછી સાતેય ઋષિઓનું વિવિધ ઉપચારો વડે પુજન કરવું અને નૈવેધ અર્પણ કરવું.

। ત્યાર પછી વ્રત કથા પ્રમાણે આરતી અને પ્રસાદ વિતરણ કરવો.

। દિવસ દરમ્યાન માત્ર ફળાહાર ગ્રહણ કરવો.

। આ પ્રમાણે સાત વર્ષ વ્રત કરીને આઠમાં વર્ષે તેની પૂર્ણાહુતિ કરવી.

। છેલ્લે સાત બ્રાહ્મણ પતિ-પત્નિઓને ભોજન કરાવી,દક્ષિણા આપીને વિદાય કરવાં.

। આ વ્રત કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments