Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેંગશુઈમાં વસ્‍તુઓનું સ્‍થાન

Webdunia
રવિવાર, 3 જૂન 2007 (10:41 IST)
ફેંગશુઈના મુજબ કંઈ વસ્તુ ક્યા મુકવી? અને કેટલી લાભપ્રદ ?

- કેલી ગ્રાફી -પોતાના રહસ્યમય શક્તિને કારણે કેલીગ્રાફીએ લોકોના દૈનિક જીવનમાં મહત્વનુ સ્થાન મેળવ્યું છે. કેલિગ્રાફી તમને મનગમતુ સૌભાગ્ય અને પ્રસન્નતા આપે છે. આ શબ્દો પર આઘારિત છે પણ જરુરી નથી કે તમને પ્રત્યેક શબ્દના અર્થની જાણ હોય. જ્યારે કોઈ કેલીગ્રાફી ના નમૂનાને જુઓ તો તેની શકિત, પ્રવાહ અને પ્રત્યેક વર્ણ ને જુઓ.

હેપ્પી મેન - આ એક ભપકાદાર પ્રતિક ચિહન છે. આ ઘણુ લોકપ્રિય છે. જે સકારાત્મક દૃષ્ટિકોણ, ઉત્સાહ અને રંગીન જીવન પ્રદર્શિત કરે છે. આ દુખને દૂર કરે છે અને ખુશ રહેવા માટે પ્રેરિત કરે છે. તમે આને તમારા કાર્યાલય અથવા ઘરમાં રાખી શકો છો અને આવું કરવા પર તમે તમારા જીવનમાં જલ્દી જ પરિવર્તન જોશો.

કાચબાની ખોલ - કાચબાની ખોલની વિશે કહેવામાં આવે છે કે આની પર સ્વર્ગ અને ધરતીની છાપ હોય છે. કાચબો સંપત્તિ, દીર્ઘાયુ, શક્તિ અને સહનશક્તિનું પ્રતીક છે. આ ભાગ્યશાળી કાચબાને તમે તમારી સામે વાળા દરવાજાની પાસે રાખો અથવા તમારા ઘર નાં સંપત્તિ ક્ષેત્રમાં મૂકો

વેલ્થ શિપ - સામાન્ય રીતે ડ્રેગન નાં આકારમાં ઉપલબ્ધ હોય છે. આ ભાગ્યશાળી પ્રતીક સંપત્તિ પ્રાપ્ત કરવાનો એક સારો સ્ત્રોત છે. તમે આને તમારા કાર્યાલય અથવા ઘરમાં રાખી શકો છો. એક વાત યાદ રાખો કે તમારે તેને એવી રીતે મૂકવાનું છે કે તે તમારા ઘરમાં પ્રવેશ કરતી હોય તેમ લાગે

ત્રણ પગવાળો દેડકો - ફેંગશુઈનો ત્રણ પગો વાળો દેડકો તમારા જીવનમાં સંપત્તિને વધારો આપે છે. દેડકાને સક્રિય કરવા માટે તેને એવી જગ્યાએ મૂકો, જ્યાંથી તે તમારી સામે વાળા દરવાજાથી જોઈ શકાય. દરરોજ સવારે તેના મોઢામાં 'આઈ ચિંગ' નો સિક્કો મૂકો, જેથી તે તમને હંમેશા સંપન્ન રાખે. સાંજે સિક્કો હટાવીને તેને અંદરની તરફ મૂકી દો, જેથી તેની ઊર્જાને સમાપ્ત થવાથી બચાવી શકાય

પિરામિડ - પિરામિડ યંત્ર કોઈ ત્રુટિ નાં પ્રભાવને ન્યૂનતમ કરી દે છે અને આનો ઉપયોગ પોતાની કોઈ મનોકામનાની પૂર્તિ માટે પણ કરવામાં આવે છે. પિરામિડ સકારાત્મક ઊર્જા આપે છે. ઊર્જાને ન તો બનાવી શકાય છે અને ન તો તેને નષ્ટ કરી શકાય છે. કોઈ નકારાત્મક વાતાવરણમાં રાખવા પર પિરામિડ નકારાત્મક કંપનને સકારાત્મક કંપનમાં બદલી દે છે અને આવી રીતે સારો ઉકેલ આપે છે

વડોદરાના ફતેગંજમાં 44 ડિગ્રી ગરમીમાં લાઇટ બંધ થતાં લોકોએ MGVCLની ઓફિસે સુત્રોચ્ચાર કર્યા

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પર બેનર લાગ્યાંઃ હું ભ્રષ્ટાચારી બ્રિજ છું ખૂબ થાકી ગયો છું ક્યાં સુધી નડીશ?

ભાવનગરના બોર તળાવમાં ન્હાવા ગયેલી પાંચ બાળકીઓ ડૂબી, ચારના મૃત્યુ

ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં પડકારાઈ

પાટણમાં ચાની લારી ચલાવનારને ઈન્કમટેક્સ વિભાગની 49 કરોડની નોટિસ મળી

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

Show comments