rashifal-2026

નવરાત્રી વ્રતની થાળી - ફરાળી પરાઠા

Webdunia
શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2025 (12:09 IST)
farali paratha

નવરાત્રીમાં અનેક લોકો માતાની ઉપાસના કરે છે અને સાથે જ વ્રત ઉપવાસ કરે છે. ઉપવાસ દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ કરે છે. કોઈ એક ટાઈમ જમીને કરે છે તો કોઈ નવ દિવસ ફક્ત ફરિયાળી વસ્તુઓ ખાઈને કરે છે તો કોઈ મીઠા વગરની વસ્તુ ખાઈને ઉપવાસ કરે છે. ફરિયાળી વસ્તુમાં લોકો મોટેભાગે સાબુદાણાની ખીચડી કે મોરિયો ખાય છે. આજે અમે આપને બતાવી રહ્યા છે બંને વસ્તુઓને મિક્સ કરીને બનતી એક નવી રેસીપી.. ફરાળી પરાઠા વિશે..  
 
સામગ્રી
2 લોકો માટે 
1 વાટકી સાબુદાણાનો લોટ (સાબુદાણા મિક્સરમાં વાટી લો) 
1/2 વાટકી મોરૈયાનો લોટ ( મોરૈયા ને મિક્સરમાં વાટી લો ) 
2 બારીક સમારેલા લીલા મરચાં
1 ચમચી ચિલી ફ્લેક્સ 
1 ચમચી શેકેલા જીરાનો પાવડર
2-3 ચમચી બારીક સમારેલા ધાણા
સ્વાદ મુજબ સેઘાલુણ 
જરૂર મુજબ તેલ
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ પાણી
 
બધી સામગ્રી ભેગી કરી લો. એક કથરોટમાં બધી સામગ્રીને સારી રીતે ભેળવી લો અને પાણી નાખીને પરાઠાનો લોટ બાંધી લો. તેલનો હાથ લગાવીને લોટને ચિકણો કરી લો. હવે આ લોટને 15 મિનિટ માટે ઢાંકી દો. 
 
હવે, આ લોટમાંથી નાના ગોળા બનાવો અને તેના પરોઠા બનાવો.
 
તેમને ગરમ તવા પર મૂકો અને પરોઠા પર ઘી અથવા તેલ લગાવો, પછી તેને બંને બાજુથી શેકી લો. 
 
ઉપવાસના પરાઠા તૈયાર છે. આ ખૂબ જ નરમ રહે છે. તેને બટાકાનુ ફરિયાળી શાક અને દહીં સાથે સર્વ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબીટીસનાં દર્દીઓ માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, ભૂલથી પણ ન લગાડશો હાથ, નહી તો જઈ શકે છે જીવ

World Television Day: જાણો વિશ્વ ટેલિવિઝન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને ભારતમાં ટીવી સાથે સંબંધિત શું છે ઇતિહાસ

શિયાળાની મજા બમણી થઈ જશે, બસ ઘરે બજારની જેમ રામ લાડુ બનાવો અને ખાઓ, રેસીપી નોંધી લો

આયુર્વેદમાં કેન્સર સામે લડનારી વસ્તુઓ કઈ છે? Cancer નાં સંકટને કેવી રીતે દૂર કરી શકાય?

Swastik in bridal suitcase - દુલ્હન સાસરે સૂટકેસમાં તેના કપડાં મૂકતા પહેલા શા માટે સ્વસ્તિક બનાવે છે?

વધુ જુઓ..

નવીનતમ

અઠવાડિયામાં કયા દિવસે શુ ખરીદવુ શુભ, શુ ખરીદવાથી બચવુ ? જાણો દિવસ અને વાર મુજબ ખરીદીના જ્યોતિષ નિયમ

Vivah Panchami 2025: ક્યારે છે વિવાહ પંચમી, શુભ યોગ હોવા છતાં આ દિવસે કેમ નથી કરવામાં આવતા લગ્ન ? જાણો

Friday remedies- શુક્રવારે દીવમાં કોડી રાખીને પ્રગટાવશો તો શું થશે?

Vivah Panchami 2025 Date: 24 કે 25 નવેમ્બર ક્યારે છે વિવાહ પંચમી ? જાણી લો સાચી તારીખ અને પૂજા વિધિ

First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?

આગળનો લેખ
Show comments