કેનેડાના શહેર વાનકુંવરની આ તસવીર 15 જુન 2011માં લેવામાં આવી હતી જ્યાં સ્થાનિક હોકી ટીમો વચ્ચેની મેચ દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હતા. રમખાણોને કાબુમાં લેવા પોલીસ રસ્તા પરથી લોકોને હટાવી રહી હતી તે જ વખતે આ કપલ રસ્તા પર જ સુઈને કીસ કરવા લાગ્યું હતું જેણે આખા વિશ્વમાં સનસનાટી ફેલાવી હતી.
દક્ષિણ ચીલીમાં આવેલા ઓસોર્નોની નજીકના પ્યુયેહુએ જ્વાળામુખીએ 5મી જુનના રોજ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું તે વખતે લેવાયેલી તસવીર
ધ રોયલ કિસ તરીકે વિશ્વ પ્રસિદ્ધ બનેલી આ પ્રિન્સ વિલિયમ્સે પોતાની પત્ની કેટ મિડલટનને બર્મિંગહામ પેલેસની બાલ્કનીમાં આવીને આ કિસ કરી હતી. સમગ્ર વિશ્વમાં ટીવી પર જોવાયેલી ટોચની ઘટનાઓમાં રોયલ વેડિંગનો પણ સમાવેશ થતો હતો.
લિબિયામાં 42 વર્ષ સુધી સત્તા એકલા હાથે ભોગવનારા મુઅમ્મર ગદ્દાફીએ પણ કલ્પ્યું નહીં હોય કે તેનો આવો કરૂણ અંજામ આવશે. આઠ મહિના સુધી ચાલેલા સરકાર વિરોધી આંદોલનો પછી આખરે 20 ઓક્ટોબરના રોજ વિદ્રોહીઓના હાથે આ સરમુખત્યાર કૂતરાંની મોતે મર્યો હતો
માર્ચ 2011ના રોજ જાપાનમાં આવેલા ધરતીકંપ અને સુનામીને તો આ વિશ્વ ક્યારેય ભૂલી જ નહીં શકે. હજારો લોકોનો ભોગ લેનારા આ સુનામીમાં જાપાનને કમરતોડ નુક્સાન થયું હતું જ્યારે ફુકુશિમામાં આવેલા અણુમથકમાં પણ કટોકટીની સ્થિતિ ઉભી થઈ હતી
ઉત્તર કોરિયાના સરમુખત્યાર શાસક કિમ જોંગ ઈલના અવસાન બાદ તેમની અંતિમયાત્રા વખતે લેવાયેલી તસવીર