Dharma Sangrah

શા માટે ઉજવાય છે ઈદ-ઉલ-અજહા(બકરીઈદ) અને શું છે કુરબાની ?

Webdunia
શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (12:06 IST)
કુરબાનીનું પર્વ   ઈદ-ઉલ-અજહા((બકરીદ)  માટે આખો દેશ  તૈયાર છે. ત્યાગ અને બલિદાનનો આ તહેવાર ખૂબ ખાસ છે અને એક ખાસ સંદેશ આપે છે. આ દિવસે બકરાની બલિ અપાય છે. પણ તેના પાછળનો ઉદ્દેશ્ય આ સમજ આપવાની હોય છે કે દરેક માણસ તેના જાન-માલને તેના ભગવાનની અમાનત સમજે અને તેની રક્ષા માટે કોઈ પણ ત્યાગ કે બલિદાન માટે તૈયાર રહે. 
 
આવો જાણીએ આ સાથે સંકળાયેલી ખાસ વાત ઈદ-ઉલ-અહજા(બકરીદ)
ઈદ-ઉલ--અહજા(બકરીદ)ને અરબીમાં ઈદ-ઉલ-જુહા કહે છે. અજહા કે જુહાનો અર્થ છે સવારનો સમય એટલે કે સૂર્ય ડૂબ્યા વચ્ચેનો સમય. આ તહેવારને રમજાનના પવિત્ર મહીનાની સમાપ્તિના આશરે 70 દિવસો પછી ઉજવાય છે. 
 
દીકરાના  કુરબાની હજરત ઈબ્રાહિમ દ્વારા અલ્લાહના હુક્મ પર તેમના દીકરાની કુર્બાની આપવા માટે તૈયાર થઈ જવાની યાદમાં આ તહેવારને ઉજવાય છે. અલ્લાહ હજરત ઈબ્રાહિમની પરીક્ષા લેવા ઈચ્છતા હતા અને તેથી તેને તેમના દીકરા ઈસ્માઈલની  કુરબાની આપવા માટે કહ્યુ. 
 
હજરત ઈબ્રાહિમને લાગ્યું કે  કુરબાની આપતા સમયે તેની ભાવનાઓ વચ્ચે આવી શકે છે તેથી તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી હતી. 
 
દિકરો નહી પણ બકરો હતું
 
જ્યારે તેને પટ્ટી ખોલી તો જોયું કે મક્કાના નજીક મિના પર્વતની તે બલિની વેદી ઉપર તેનો દીકરો નહી પણ બકરો  હતો અને તેનો દિકરો  તેની સામે ઉભો હતો. ત્યારથી વિશ્વાસની આ પરીક્ષાના સન્માનમાં વિશ્વભરના મુસલમાન આ અવસરે અલ્લાહમાં તેમની આસ્થા બતાવવા માટે જાનવરની  કુરબાની આપે છે. 
 
બકરાનો અર્થ છે  મોટો જાનવર
 
અરબીમાં બકરાનો અર્થ છે મોટો જાનવર જે જિબહ કરાય(કપાય) છે. તેથી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તેને બકરીઈદ  કહેવાય છે.
 
ઈદ-એ-કુરબાનીનો અર્થ છે બલિદાનની ભાવના, અરબીમાં કબ્ર નજીક કે બહુ પાસ રહેવાને કહે છે અર્થ આ અવસરે ભગવાન માણસની ખૂબ નિકટ થઈ જાય છે. 
 
ગોશ્ત(માંસ)ને ત્રણ સમાન ભગમાં વહેંચાય છે તેથી આ દિવસે દરેક મુસલમાન જે એક કે વધારે જાનવર ખરીદવાની હેસિયત ધરાવે છે,  એ જાનવર ખરીદે છે અને કુરબાન રહે છે. તેનું માંસ ત્રણ સમાન ભાગમાં વહેચાય છે . એક ભાગ ગરીબો માટે, એક ભાગ સગા-સંબંધીઓ માટે અને એક ભાગ પોતાના માટે હોય છે. જે રીતે ઈદ પર ગરીબને ઈદી અપાય છે , તે જ રીતે બકરીઈદ પર ગરીબોને માંસ વહેચાય છે. 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

આગળનો લેખ
Show comments