Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dussehra 2021: ક્યારે છે દશેરા ? જાણો તિથિ, મહત્વ અને પૂજાનુ શુભ મુહૂર્ત

Webdunia
મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (15:11 IST)
જીતનુ પ્રતિક વિજયાદશમીનો તહેવાર શારદીય નવરાત્રી પૂર્ણ થયા પછી ઉજવાય છે. પુરાણોના મુજબ રાવણ પર ભગવાન શ્રી રામની જીતની ખુશીમાં વિજયાદશમીનો આ તહેવાર ઉજવાય છે.  આ  વર્ષે દશેરાનો તહેવાર 15 ઓક્ટોબર 2021, શુક્રવારે ઉજવાશે. 
 
વિજયા દશમી પૂજા મુહૂર્ત 
 
વિજય મુહૂર્ત - 15 ઓક્ટોબર બપોરે 1.38 થી લઈને 2.24 સુધીનુ રહેશે 
આ દરમિયાન તમે કોઈપણ કાર્ય કરીને તમારી જીતની ખુશી મેળવી શકો છો. 
 
આસો માસ શુક્લ પક્ષ દશમી તિથિ શરૂ - 14 ઓક્ટોબર 2021 સાંજે 6 વાગીને 52 મિનિટથી 
આસો માસ શુક્લ પક્ષ દશમી તિથિ સમાપ્ત - 15 ઓક્ટોબર 2021 સાંજે 6 વાગીને 2 મિનિટ સુધી 
 
દશેરાનુ મહત્વ 
 
આ તહેવાર ભગવાન શ્રી રામની સ્ટોરી કહે છે, જેમણે લંકામાં 9 દિવસ સુધી સતત યુદ્ધ કર્યા બાદ અહંકારી રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને તેની કેદમાંથી મુક્ત કરાવ્યા હતા.  બીજી બાજુ  આ દિવસે, મા દુર્ગાએ મહિષાસુરનો વધ પણ કર્યો હતો, તેથી તેને વિજયાદશમી તરીકે પણ ઉજવવામાં આવે છે અને દેવી દુર્ગાની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામે પણ દેવી દુર્ગાની પૂજા કરીને શક્તિનો આહ્વાન કર્યુ હતુ.  ભગવાન શ્રી રામની પરીક્ષા લેતા, પૂજા માટે મુકેલા કમળના ફૂલોમાંથી એક કમળ ગાયબ થઇ ગયું હતું.
 
જેવુ કે  શ્રી રામને રાજીવનયન એટલે કે કમળ જેવી આંખોવાળા કહેવામાં આવે છે તેથી તેમણે માતાને પોતાની  એક આંખ અર્પણ કરવાનું નક્કી કર્યું. જેવા તેઓ પોતની આંખ કાઢવા લાગ્યા કે દેવી પ્રસન્ન થઈને તેમની સમક્ષ પ્રગટ થયા અને તેમને વિજયી થવાનુ વરદાન આપ્યુ. એવું માનવામાં આવે છે કે ત્યારપછી ભગવાન રામે દશમીના દિવસે રાવણનો વધ કર્યો હતો. રાવણ પર ભગવાન રામના અને મહિષાસુર પર માતા દુર્ગાના વિજયનો આ તહેવાર અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મની જીત તરીકે  દેશભરમાં ઉજવવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments