Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિમાં આ વખતે નવા મ્યુઝીકની ધૂમ

Webdunia
N.D

દરેક વખતની જેમ આ વખતે પણ નવરાત્રિમાં નવા ગીતોની ધુમ મચશે. દર વર્ષે જેમ ગુજરાતી ગરબાની સાથે સાથે હિંદી ગીતો પણ વગાડવામાં આવે છે તે જ રીતે આ વખતે પણ નવા હિંદી ગીતોનો ઉમેરો કરવામાં આવ્યો છે.

આ વખતે ગરબાની સીડી, કેસેટ અને ડિવીડીનું પ્રમાણ 25 ટકા જેટલું વધી ગયુ છે. જો કે સીડીના વેચાણનું પ્રમાણ વધારે છે. ગરબાની કેસેટ અને સીડી બધી જ નોનસ્ટોપ આવે છે અને તેની અંદર 20 થી 25 મિનિટના ગરબાની અંદર પાછળ બેકગ્રાઉંડ મ્યુઝીક તો એક જ હોય છે બસ તેની અંદર ગીતો બદલાયા કરે છે. અને આ ક્રમ ધીમેથી ચાલુ થઈને અંતે ફાસ્ટ થઈ જાય છે.

ડીજે ચલાવનારા કહે છે કે આ વખતે નવરાત્રિમાં દાંડિયા માટે પીક્ચરના ગીતો પર ધુન બનાવી છે. તેઓ કહે છે કે પંખીડા જેવા ટ્રેડિશનલ સોંગને હાઉસ મિક્સની સાથે (વેસ્ટર્ન બિટ્સ) મિક્સ કર્યું છે. આ સિવાય શકીરા, બોંબ સિંક્લેર સ્પેનિશ આર્ટિસ્ટ વિવેસ લેરોકના ઈંગ્લીશ ટ્રેક્સને લોકો સમજી પણ રહ્યાં છે અને પસંદ પણ કરી રહ્યાં છે. આ વખતે ઈસ્ટ અને વેસ્ટનું બેસ્ટ મિક્સર લોકોને ખુબ જ નચાવશે. તેઓ એવું પણ જણાવે છે કે આ વખતનો નવો કોંસેપ્ટ આખા દેશને હિલોળે ચઢાવશે અને તે છે ડિજે વર્સેસ દાંડિયા ઢોલ.

તો આ વખતની નવરાત્રિ માટે બધા જ ડીજેવાળાઓએ પોતાની તરફથી કઈક નવું ક્રિએશન કર્યું છે જેથી કરીને તે લોકોને વધારે નચાડી શકે.

આટલુ નહિ આ સિવાય મોબાઈલ કંપનીઓ પણ પોતાના ગ્રાહકો માટે કંઈક વિશેષ લાવી રહી છે. તેઓએ ગરબાના ગીતો, ભજન, આરતી ડાઉનલોડ કરવા માટે સ્પેશિયલ એરેંજમેંટ કર્યુ છે. આ સિવાય તેઓ પોતાના ગ્રાહકોને સ્કીમ અને ઓફર્સ પણ આપી રહ્યાં છે.

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments