Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉપવાસની ફરાળી વાનગીઓ

Webdunia

કેળાના વડ ા

સામગ્રી - 4 કાચા કેળા, 2 ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ઘાણાં સમારેલા બે ચમચી, કાળા મરીનો પાવડર, મીઠુ, સંચળ, જીરુ સેકેલુ.

વિધ િ : કાચા કેળાને ઉકાળીને તેમના છોલટા કાઢી લો, આ કેળાને સારી રીતે મેશ કરી લો

હવે તેમા લીલા મરચાં, લીલા ઘાણા અને બધા મસાલા સ્વાદમુજબ ભેળવી લો. પછી તેના નાના-નાના વડા બનાવો અને આછા ગુલાબી થતા સુધી સેકી લો. આ વડાને આમલીની ચટણી સાથે સર્વ કરો.

સાબુદાણાના લાડુ

N.D

સામગ્રી - બે વાડકી સાબુદાણા, 1 વાડકી મગફળીના દાણા, 1/2 વાડકી માવો(મસળેલો), 1/2 વાડકી કાજૂ-બદામ-પિસ્તા, સાકરિયા, કિશમિશ અધકચરા વાટેલા. 1/2 વાડકી દેશી ઘી અને અડધી વાડકી દળેલી ખાંડ.

વિધિ - સાબૂદાણાને કઢાઈમાં ઘીમા ગેસ પર 5 મિનિટ સેકી લો. હવે સાબુદાણાને મિક્સરમાં દળી લો. મગફળીના દાણાને પણ અધકચરા દળી લો.

નોન સ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરીને સાબુદાણાને સેકી લો. જ્યારે સાબૂદાણા સેકાય જાય તો તેમા મગફળીનો ભૂકો નાખીને બે મિનિટ ચલાવો. હવે તેમા બાકીની બધી સામગ્રી નાખીને સારી રીતે મિક્સ કરી લો અને લાડુ બનાવી લો.

બટાકાના ગુલાબ જાંબ ુ

N.D

સામગ્ર ી - બટાકા 250 ગ્રામ, આરારોટ-50 ગ્રામ, ખાંડ 100 ગ્રામ, તળવા માટે ઘી, ઈલાયચી દળેલી અડધી ચમચી, ગુલાબ કે કેવડાનુ પાણી 2 મોટી ચમચી.

વિધ િ - બાફેલા બટાકાને છોલીને હાથથી મસળી લો. આરારોટ નાખીને સારી રીતે ગૂંથી લો. નાના-નાના ગોળા બનાવો.

ખાંડની એક તારની ચાસણી બનાવી તેમા ઈલાયચીનો પાવડર નાખો. કઢાઈમાં ઘી ગરમ કરીને બટાકાના ગોળા તળી લો. આ તળેલા ગોળાને ચાસણીમાં નાખો. ગુલાબજળ નાખીને ગરમા-ગરમ પરોસો.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments