એક બાજઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી તેનાં ઉપર ઘઉનું મંડળ બનાવી તે મંડળમાં નાગરવેલનું પાન ગોઠવવું, આ પાન ઉપર ગણપતિની મૂર્તિ મૂકવી અથવા સોપારી મુકવી અને તે સોપારીમાં ગણપતિની ભાવના કરીને નીચે પ્રમાણે પૂજન કરવું.
એકવાર પાણી ચઢાવવું. પછી ફરી ઉપર પ્રમાણે જમાડવા. તે પછી ત્રણવાર પાણી ચઢાવું. હ્રીં શ્રી સિદ્ધિ બુદ્ધિ સહતિ મહાગણપતયે નમઃ મુખવાસ ફૂલ તાંબુલ દક્ષિણાઃ સમર્પયામ િ ラપાન સોપારી દક્ષિણા મુકવાં. સંકલ્પઃ- અનેન સપંચામૃત પૂર્વારાધનેન મહાગણપતિઃ પ્રીયતા ં ラગણપતિ ઉપરથી એક પુષ્પ લઈસુંઘીને ઉત્તર તરફ મુકવું. પછી હાથધોવા. ફરી ચંદનવાળાં પુષ્પ ચઢાવવાં. ત્યાર પછી સુગંધીવાળા પાણીથી અભિષેક કરવો.
નૈવેદ્ય પાત્ર ઉપર જળ છાંટવું. પછી પાંચ વાર જમાડવા હ્રીં પ્રાણાય નમ ઃ હ્રીં અપાનાય નમઃહ્રીં વ્યાનાય નમ ઃ હ્રીં ઉદાનાય નમ ઃ હ્રીં સમાનાય નમ ઃ
હ્રીં સિદ્ધિ નમઃ મધ્યે પાનીયં સમર્પયામ િ જળ મુકવું તે પછી ફરીથી પાંચ વાર ઉપર પ્રમાણે જમાડવા તે પછી હ્રીં સિધ્ધિ નમઃઉત્તરાપોષણ, હસ્તપ્રક્ષાલન, મુખપ્રક્ષાલન સમર્પયામિ ત્રણવાર પાણી મુકવું. કરોદ્વર્તનાર્થે ગંધં સમર્પયામ િ ચંદન ચઢાવવું.
હ્રીં નીરાજનં ગૃહાણેદં ઘૃત દીપવિરાજીતં સ્વપ્રકાશપ્રકાશાત્મન્ પ્રકાીિશત દિગંતરમ્ હ્રીં સિ. નમઃનીરાજનં સમર્પયામ િ આરતી ઉપર ફરી ચંદન પુષ્પ ચઢાવવાં તથા તેની ચારે તરફ જળની પ્રદક્ષિણા કરવી તે પછી દેવને આરતી આપવી, પોતે પણ આરતી લેવી. તે પછી હાથધોવા, હાથમાં પુષ્પો લઈ પુષ્પાંજલિ કરવી.
સંકલ્પ :- અન્ય પૂજા શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણપતિઃ પ્રીયતામ્ ન મ મ પૂણ્યાહવાયનમાં માટીનો ઘડો ઢાંકણ સાથે રાખવો તથા વચ્ચૈ પૂર્વદિશામાં કાળીમાટી અથવા પીળી માટી જે મળે તે પધરાવવી પાણી છાંટી તેમાં ઘઉં તથા મગ નાં જુવારા વાવવા અને પૂણ્યાહ વાચન થયા પછી માટીનો ઘડો વચ્ચે સ્થાપવો તેમાં દુર્ગા માતાની ભાવનાં અને આવ્હાન સ્થાપન કરવું.
પુણ્યવાચન
પોતાની સામે ચોખાની ઢગલી કરીને તેની ઉપર પુણ્ય વાચનનો કલશ ગોઠવવો. બીજા સ્થાપનોમાં કલશ મૂકવા હોય તો તે પણ તેની સાથે ગોઠવી દેવા, પછી નીચે પ્રમાણે વિધિ કરવી જોઈએ.