Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીમાં દોહા અને છંદનો લલકાર

Webdunia
નવરાત્રીમાં માતાના ગરબા ગાયા બાદ મોડી રાત્રે ગુજરાતી દોહાનો લલકાર ગાજી ઉઠે છે. જેમાં નીચે આપેલા ચાર દોહા વધુ ગાવામાં આવે છે.

દોહા (1)
હે......... આઘટ ગાગરની વાત મજાની, જન્‍મ ધરીને જીવવાની......
જન્‍મ ધરીને જીવવાની
પેટ ભરી ખાવા પીવાની, હસવાની ને રડવાની.....
જીરે હસવાની ને રડવાની
હે......... નિંદા કરવાની ગુણલા ગાવાની, મીઠાં ગડથોલાં ખાવાની.....
મીઠા ગડથોલાં ખાવાની
અંતે ખોળે ધૂળ ભરીને, ધૂળમાં છે મળી જાવાની...... જીરે
ધૂળમાં છે મળી જાવાની


દોહા (2)
હે........ દુખીયાં આવે દુઃખ મીટાવે, ગુણીજન આવે ગુણ ગાવે .......
ગુણીજન આવે ગુણ ગાવે
જ્ઞાની ધ્‍યાની ને માની આવે, મનવાંછીત ફળ સૌ પાવે..... રે જીરે
મનવાંછીત ફળ સૌ પાવે.
હે......... કોઈ ગવડાવે તો કોઈગાવે, કોઈ ખાવે કોઈ ખવડાવે..... કોઈ
ખાવે કોઈ ખવડાવે
જલાની પાસે જે કોઈ આવે, ખાલી હાથન કોઈજાવે ..... રે જીરે
ખાલી હાથ ન કોઈ જાવે.

દોહા (3)
હે....... સૌમ્‍યં શાન્‍તં શ્‍વેત શુભાંગં, શ્રી કરૂણામય ભયહર્તા.... શ્રી
કરૂણામય ભયહર્તા
સુંદીરલાલં નયન કૃપાલં, કર કમલે શોભીત દંડમ્‌ ..... રે જીરે
કર કમલે શોભીત દંડમ્‌
હે....... રઘુપતીરામમ્‌ યદુપતીશ્‍યમમ્‌ ભયક ખદારમ્‌ભયતારમ્‌ .....
ભયક ખદારમ્‌ ભયતારમ્‌
ત્‍વામ્‌ ચરણે મય કોટીશ વંદન, વીરપુરવાસી જલારામમ્‌ રે જીરે
વીરપુરવાસી જલારામમ્‌

દોહા (4)
હે...... . અક્ષવિશાલા, વક્ષવિશાલા, બંસીવાલા ગોપાલા.....
બંસીવાલા ગોપાલા
ગોપીજન પ્‍યારા પ્રેમલધારા, ઇશકૃપાલા નંદલાલા ..... રે જીરે
ઈશકૃપાલા નંદલાલા
હે........ આવો સુખધારા, વૃજધારા, મુકુન્‍દ મુરારી વનમાળી....
મુકુન્‍દ મુરારી વનમાળી
કહે રાધે પ્‍યારી શ્રી બલિહારી, જમવા પધારો ગીરધારી..... રે
જીરે જમવા પધારો ગીરધારી


મહાકાળીનો છંદ -

માજ ી, તું પાવાની પટરાણ ી, ભવાની મા કાળકા રે લોલ.
માજ ી, તારે ડુંગરડે ચઢવું ક ે, અતિઘણું દોહ્યલું રે લોલ.
માજ ી, તારા મંડપનાં દર્શન ક ે, કરવાં સોહ્યલાં રે લોલ.
માજ ી, તારે દામોદરજી કૂંડ ક ે, પરજો પેદા થયો રે લોલ.
માજ ી, કાંઈ ગળે મનુષ્‍યનાં હા ડ, માને સહુ માનવી રે લોલ.
માજ ી, તારા કૂકડિયા દશ વી શ, જઈ વનમાં ચરે રે લોલ.
માજ ી, તેને મુગલે મારી ખાધ ા, બોલાવ્‍ધા પેટમાં રે લોલ.
માજ ી, તારા સેવકિયા દશવીશ ક ે, બે ભાગી ગયા રે લોલ.
માજ ી, તારા બાળપણાનો ખેલ ી, બૂઢિયો બેસી રહ્યો રે લોલ.
માજ ી, તારે કાંબી કડલાં જોડ ક ે, ઝાંઝરી ઝગમગે રે લોલ.
માજ ી, તારે અણવટ વીંછિયા પાય ક ે, ઘૂઘરી ધમધમે રે લોલ.
માજ ી, તારે દશે આંગળીએ વેઢક ે, પોંચા પરવરી રે લોલ.
માજ ી, તારે શ્રવણે ઝબુકે ઝાલ ક ે, કંઠે હાર શોભતા રે લોલ.
માજ ી, તારે ટિલડી તપે લલાટે ક ે, સેંથો શોભતો રે લોલ.
માજ ી, તારે નાકે નકવેસર મોતી ક ે, શોભા બહુ બની રે લોલ.
રાજી પતઈ ઘર ચતુરા નાર ક ે, કાળકાશું બેનપણાં રે લોલ.
બેની મારે ગરબે રમવા આવ ો, ભવાનીમા કાળકા રે લોલ.
પતાઈરાજાને રાણીઓ સાત ક ે, આઠમું કોણ રમે રે લોલ.
પતઈએ રાણીને પૂછી જોયું ક ે, એ નાર કોણ રમે રે લોલ.
પતઈ એ દિલ વિચારી વાત ક ે, કાલ ઓડા બાંધશું રે લોલ.
કાળકા વળિયાં એકાએ ક, ઝાલ્‍યો માનો છેડલો રે લોલ.
માગ માગ પાવાના રાજ ન, ત્રુષ્ટમાન હું થઈ રે લોલ.
માગ માગ ઘોડાની ઘોડાર ક ે, હસ્‍તી ઝૂલતા રે લોલ.
માગ માગ ગર્થ અને ભંડાર ક ે, ખજાના અતિઘણા રે લોલ.
માગ માગ પુત્ર અને પરિવાર ક ે, બંધાવું ઘેરપારણાં રે લોલ.
માગ માગ ગરવી રે ગુજરાત ક ે, ખાણું લાખ માળવા રે લોલ.
માગું માગું એટલું વરદાન ક ે, મ ો' લે પધારજો રે લોલ.
ફટ ફટ પાવાના રાજન ક ે, એ શું બોલયિો રે લોલ.
ફટ ફ પાવાના રાજન ક ે, પાવો તારા પાપે જશે રે લોલ.
મૂઢમતિ તું રે થયો રાજન ક ે, હું દેવી કાળકા રે લોલ.
માતાજી થયા છે અલોપ ક ે, પતઈએ હાથ ઘસ્‍યા રે લોલ.
માજીએ લીધો ચારણનો વેશક ે, નાયક પોતે થયાં રે લોલ.
માજીએલશ્‍કર હાંક્‍યાં લાખ ક ે, મુગલ દઇતનાં રે લોલ.
પોઠમાં ભરિયા મુગલ દઇત ક ે, પાવાગઢ પરવર્યાં રે લોલ.
પોળે આંધણિયા દરવાન ક ે, પૂછવા લાગીઓરે લોલ.
ક ો' ને ભાઈકયાંથી આવી પોઠ ક ે, શું ભર્યું રે લોલ.
પોઠમાં ભરી આંબા શાખ ક ે, પતાઈના પેટ જશે રે લોલ.
બુઢિએ ત્‍યાંથી વરતી વાત ક ે, ભાલા નાંખીયા રે લોલ.
ભાલા નાંખ્‍યા પોઠો માંહી ક ે, મુગલા નિસર્યા રે લોલ.
નિસર્યા હઠીઆ હેખત ખાઈ ક ે, ખપ્‍પર છે હાથમાં રે લોલ.
કાળકાજી લેજો પહેલો ભોગ ક ે, દરવાણી તમને ચડયો રે લોલ.
ગઢમાં ઘાલ્‍યા મુગલા દઈત ક ે, પાવાગઢ પરવર્યાં રે લોલ.
માતાજીએ પાવે ચડીને જોયું ક ે, દળદીઠું બહુ રે લોલ.
ગઢને માથે દૂધિયું તળાવક ે, તે સૂકાઈ ગયું રે લોલ.
પતાઈએ ખોદાવ્‍યા બે કુંડ ક ે, તે સૂકાઈ ગયાં રે લોલ.
પતાઈએ મન વિચારી વાત ક ે, કોપ કાળકાનો થયો રે લોલ.
પતાઈ જઈ ને લાગ્‍યા પાય ક ે, સ્‍થિર કરી સ્‍થાપીઆ રે લોલ.
અબુદ્ધિઅજ્ઞાની હું અંધ ક ે, માને નવ ઓખ્‍યાં રે લોલ.
રોપું ચૌટું ચાંપાનેર ક ે, કાળકાને પાયે પડું રે લોલ.
તારા ગુણ ગાય વલ્લભજી ભટ ક ે, ચરણે રાખજો રે લોલ.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

Show comments