Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાઈબીજનું મહત્વ

Webdunia
કારતક સુ દ પક્ષની બીજના દિવસે યમરાજનું પુજન કરવામાં આવે છે તેથી યમબીજ કહે છે. આ તહેવારનું મુખ્ય લક્ષ્ય ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સ્થાપના અને પ્રેમભાવની સ્થાપના કરવાનો છે. આ દિવસે બહેન બેરી પુજન કરે છે અને ભાઈના દિર્ધાયુષ્ય માટેની પ્રાર્થના કરે છે.

ભાઈબીજ પર શું કરશો?

* બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને ઘરના કામકાજ પરવારી શરીર પર તેલની માલીશ કરીને સ્નાન કરો.
* આ દિવસે ભાઈ પણ તેલની માલિશ કરીને ગંગા યમુનામાં સ્નાન કરે.
* બહેન નીચેના મંત્ર દ્વારા ભાઈને અભિનંદન કરે-

भ्रातस्तवानुजाताहं भुंक्ष्व भक्तमिमं शुभं।
प्रीतये यमराजस्य यमुनाया विशेषतः॥

* બહેન ભાઈને ભોજન કરાવીને તિલક લગાવો.
* આ દિવસે બહેન ભાઈને ભોજનમાં ભાત ખવડાવે.
* ભાઈ ભોજન બાદ બહેનના ચરણ સ્પર્શ કરીને તેને ઉપહાર સ્વરૂપ વસ્ત્રાદિ અર્પણ કરે.
* આ દિવસે ભાઈએ પોતાની બહેનના ઘરે જઈને ભોજન કરવું જોઈએ.
* ભાઈને હાથ-પગ ધોવડાવીને શુભ આસન પર બેસાડી પોતાની યથાશક્તિ પ્રમાણે બનાવેલ વાનગીઓ દ્વારા ભાઈને ભોજન કરવે.
* ભોજન બાદ ભાઈને તિલક લગાવીને તેના આયુષ્ય માટે પ્રાર્થના કરો.
* ભાઈ પક્ણ પોતાની બહેનને યથશક્તિ પ્રમાણે સૌભાગ્ય વસ્તુઓ તેમજ અન્ય દ્વવ્ય આપીને સૌભાગ્ય માટેની પ્રાર્થના કરો.
* આ દિવસે યમરાજ અને યમુનાજીની પુજાનું પણ મહ્ત્વ છે. ભાઈ-બહેન યમુના અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આયુષ્ય તેમજ સૌભાગ્ય માટેની પ્રાર્થના કરે.

પુજા માટેના મહત્વપૂર્ણ મંત્રો.

યમ પુજા માટે-

धर्मराज नमस्तुभ्यं नमस्ते यमुनाग्रज।
पाहि मां किंकरैः सार्धं सूर्यपुत्र नमोऽस्तु ते ॥

યમરાજને અર્ધ્ય માટે -

एह्योहि मार्तंडज पाशहस्त यमांतकालोकधरामेश।
भ्रातृद्वितीयाकृतदेवपूजां गृहाण चार्घ्यं भगवन्नमोऽस्तु ते॥


યમુના પુજા માટે-

यमस्वसर्नमस्तेऽसु यमुने लोकपूजिते।
वरदा भव मे नित्यं सूर्यपुत्रि नमोऽस्तु ते॥


ચિત્રગુપ્તની પ્રાર્થના માટે-


मसिभाजनसंयुक्तं ध्यायेत्तं च महाबलम्‌।
लेखनीपट्टिकाहस्तं चित्रगुप्तं नमाम्यहम्‌॥


ભાઈબીજના દિવસે ચિત્રગુપ્તની પુજાની સાથે સાથે પુસ્તકો, કલમ, ખડીયાની પણ પુજા કરવામાં આવે છે. યમરાજના આલેખક ચિત્રગુપ્તની પુજા કરતી વખતે એવું કહેવામાં આવે છે કે - ˜uFle vrxTxfUtnô;k raºtdwË; lbtögnbT>

બીજનું મહ્ત્વ

* વણિક વર્ગ માટે આ નવા વર્ષનો પહેલો દિવસ કહેવાય છે.
* કરતક સુદ બીજના દિવસે ચિત્રગુપ્તનું પુજન કલમના રૂપમાં કરવામાં આવે છે. જો બહેન આ દિવસે પોતાના હાથેથી ભાઈને ભોજન કરાવે તો તેની ઉંમર વધી જાય છે અને જીવનના કષ્ટ દુર થાય છે.
* આ દિવસે બહેનના ઘરે ભોજન કરાવાનું મહત્વ છે.
* આ દિવસે યમુનાજીની પુજાનું વિશેષ મહત્વ છે.

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

સરસ્વતી પૂજા વ્રત કથા / વસંત પંચમી કથા Saraswati Puja Ki Katha

Saphala Ekadashi 2024:વર્ષની છેલ્લી અગિયારસ પર ભગવાન વિષ્ણુને આ 5 વસ્તુઓ કરો અર્પણ, હર્ષ સાથે થશે નવા વર્ષની શરૂઆત

Merry Christmas Wishes Cards Download: નાતાલની શુભેચ્છાઓ, તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો ક્રિસમસ શુભેચ્છા સંદેશ

Tulsi Pujan Diwas 2024 - તુલસી પૂજાના દિવસે આ રીતે કરશો તુલસી પૂજા તો ઘરમાં આવશે ભરપૂર પૈસો

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Show comments