Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુલસી વિવાહ અને તુલસીનું મહત્વ

Webdunia
W.D
કાર્તિક શુક્લ એકાદશીએ તુલસી પૂજનનો ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ ઉત્તર ભારતમાં આનું વિશેષ મહત્વ છે. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. આમ તો તુલસી વિવાહને માટે કાર્તિક શુક્લ નવમીની તિથિ યોગ્ય છે. પરંતુ કેટલાક લોકો અગિયારસથી પૂનમ સુધી તુલસી પૂજન કરીને પાંચમાં દિવસે તુલસીનું લગ્ન કરે છે. તુલસી વિવાહની આ પધ્ધતિ સૌથી વધુ પ્રખ્યાત છે.


તુલસી વિવાહ કેવી રીતે કરશો ?

W.D

* ત્રણ મહિના પહેલાથી તુલસીના છોડને નિયમિત સીંચો અને તેનું પૂજન કરો.
* પ્રબોધિનિ, ભીષ્મપંચક અથવા જ્યોતિ શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ-મંડપ વગેરેનું નિર્માણ કરો.
* ત્યાર પછી ચાર બ્રાહ્મણો દ્વારા ગણપતિ-માતૃકા પૂજન અને પુળ્યાવાચન કરાવો.
* ત્યારપછી મંદિરની સાક્ષાત મૂર્તિની સાથે સોનાના લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અને સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ
તરફ મોઢુ રાખીને બેસાડો.
* યજમાન ઉત્તર તરફ મોઢું રાખીને આસન ગ્રહણ કરે.
* હવે ગોઘુલીય સમયમાં વર(ભગવાન)નું પૂજન કરો.
* ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યા(તુલસી)નું દાન કરો.
* ત્યારબાદ કુશકંડી હવન અને અગ્નિ પરિક્રમા કરાવો.
* ત્યારપછી કુશકડી હવન અને અગ્નિ પરિક્રમા કરાવો.
* પછી વસ્ત્ર, ઘરેણા વગેરે આપો.
* ત્યારપછી શક્તિ મુજબ બ્રાહ્મણ-ભોજ કરાવો અને પછી પોતે ભોજન કરો.
* છેલ્લે માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરો.

તુલસીનું મહત્ વ

* તુલસી એક સાધારણ છોડ જરૂર છે, પરંતુ ભારતના લોકો માટે તે ગંગા-જમના જેવી પવિત્ર છે.
* પૂજા સામગ્રીમાં તુલસીપત્ર જરૂરી સમજવામાં આવે છે. કહેવાય છે કે આના સિવાય ભગવાન સંતુષ્ટ થઈને પ્રસાદ નથી ગ્રહણ કરતાં.
* નવમી, દશમીએ વ્રત અને પૂજન કરી બીજા દિવસે તુલસીના છોડને કોઈ બ્રાહ્મણને આપવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
* સ્નાન કર્યા પછી દરરોજ તુલસીના છોડને પાણી આપવું સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે.
* તુલસીના કારણે આસપાસના વાતાવરણની હવા શુધ્ધ થઈ જાય છે.
* તુલસીના પાનનું અર્ક કેટલીય બીમારીયો દૂર કરે છે.

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

Christmas 2024: 25 ડિસેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે ક્રિસમસ ડે, આ છે જાણો તેના પાછળનો ઈતિહાસ

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

Tulsi Puja- કમુરતામાં તુલસીની પૂજા કરી શકીએ?

Show comments