Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઘરે પહોચી ACB ની ટીમ, 15 કરોડની ઓફરને લઈને પૂછપરછ

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઘરે પહોચી ACB ની ટીમ  15 કરોડની ઓફરને લઈને પૂછપરછ
Webdunia
શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025 (16:25 IST)
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને મુકેશ અહલાવતની પરેશાની વધી ગઈ છે.  ભ્રષ્ટાચાર નિરોધક શાખા (એસીબી) ની ટીમ અરવિંદ કેજરીવાલના ઘરે એસીબીની ટીમ પૂછપરછ કરવા પહોચી છે.  મળતી માહિતી મુજબ સાંસદ સંજય સિંહના  નિવેદન એસીબી ઓફિસમાં નોંધવામાં આવી રહ્યુ છે. સાંસદની લીગલ ટીમ તેમની સાથે છે. આ પૂછપરછ આપ નેતાઓના એ આરોપને લઈને થઈ રહી છે જેમા તેમણે દાવો કર્યો હતો કે બીજેપી નેતા તેમના ઉમેદવારોને 15-15 કરોડ રૂપિયાની ઓફર કરી રહ્યા છે.  
 
ACB ને કેજરીવાલની ઘરની અંદર જવા નથી દીધા  
 
એસીબી ટીમને કેજરીવાલના ઘરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કેજરીવાલના વકીલોનું કહેવું છે કે ACB ટીમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેની પાસે કોઈ દસ્તાવેજો નથી. ટીમ અહીં દસ્તાવેજો વિના આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ACB ની ત્રણ ટીમો બનાવવામાં આવી છે. આમાં, એક ટીમ સંજય સિંહની પૂછપરછ કરી રહી છે. આપના ઉમેદવાર અખિલેશ પતિ ત્રિપાઠી પણ ફરિયાદ નોંધાવવા માટે તેમની કાનૂની ટીમ સાથે એસીબી ઓફિસ પહોંચ્યા છે.
 
 એસીબીના જણાવ્યા અનુસાર, તેમને એલજી વીકે સક્સેના દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આરોપોમાં કેટલી સત્યતા છે તે અંગે ત્રણેય લોકો પાસેથી માહિતી મેળવવા માટે. શું આ આરોપ અંગે કોઈ પુરાવા છે કે પછી આ ફક્ત ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે? એવું માનવામાં આવે છે કે ACB ટીમ કેજરીવાલ અને સંજય સિંહની પણ પૂછપરછ કરી શકે છે.
 
ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપોની તપાસ ACB કરશે
 
આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ દ્વારા ભારતીય જનતા પાર્ટી (BJP) સામે લગાવવામાં આવેલા ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપોની પાર્ટી તપાસ કરશે. ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ, દિલ્હીના ઉપરાજ્યપાલ (એલજી) એ AAP નેતાઓ દ્વારા કરવામાં આવેલા દાવાઓની તપાસના આદેશ આપ્યા છે.
 
ACB તપાસના આદેશ આપ્યા
 
મળતી માહિતી મુજબ, દિલ્હીના ઉપરાજ્યપાલના મુખ્ય સચિવે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લાંચ આપવાના આરોપોની ACB તપાસ કરાવવા માટે મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. દિલ્હીના ઉપરાજ્યપાલને ભાજપની ફરિયાદ બાદ તપાસનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
 
ભાજપે LG ને ફરિયાદ કરી હતી
 
ભાજપે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખોટા અને પાયાવિહોણા છે અને મતદાન પૂર્ણ થયા પછી તરત જ ભાજપની છબી ખરાબ કરવા અને દિલ્હીમાં ગભરાટ અને અશાંતિનું વાતાવરણ ઉભું કરવાના ઇરાદાથી લગાવવામાં આવ્યા હતા.
 
 AAP પણ  ACB ને કરશે ફરિયાદ
સાથે જ  AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે ભાજપના લોકો નાટક કરવા માંગે છે. અમે ફરિયાદ નોંધાવવા માંગીએ છીએ. અમને કાર્યવાહી જોઈએ છે. ACB એ કાર્યવાહી કરવી જોઈએ. હું ફરિયાદ નોંધાવવા માટે ACB ઓફિસ જઈ રહ્યો છું.


<

#WATCH | Delhi | AAP MP Sanjay Singh says, "They want to create drama. We want to file a complaint; we want action. ACB must take action. I am going to the ACB's office to file a complaint..." https://t.co/5vkHJp99Pj pic.twitter.com/EVh70sECjc

— ANI (@ANI) February 7, 2025 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

ગુજરાતી જોક્સ - બારમાં દારૂ પીને

ગુજરાતી જોક્સ - ભિખારીને ઠપકો આપતાં

ગુજરાતી જોક્સ - પોલીસની રાહ

ગુજરાતી જોક્સ - સૌથી સુંદર સ્ત્રી

વધુ જુઓ..

નવીનતમ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

કયા બ્લડગ્રુપવાળા લોકોનું મન તીક્ષ્ણ હોય છે? તમારું નામ યાદીમાં છે!

Kids Story- ચંદનનું વૃક્ષ

છોકરીઓ લગ્ન કેમ નથી કરવા માંગતી ? આ છે 5 મુખ્ય કારણ

જીદ્દી બાળકને કેવી રીતે સુધારવો, ચાણક્ય પાસેથી શીખો

આગળનો લેખ
Show comments