Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kali Chaudas - આ ઉપાય કરશો તો ઘરમાંથી નકારાત્મક શક્તિ થશે દૂર અને આવશે સુખ શાંતિ

diwali kankas
Webdunia
મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (16:16 IST)
દિવાળીના એક દિવસ પહેલા આસો વદ ચૌદસના દિવસે કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે. વિઘ્ન અને બાધા નિવારણ માટે કાળી ચૌદશની રાત્રીએ ભૈરવ, રૂદ્ર, હનુમાનજી, મહાકાળી માતા જેવા ઉગ્ર ભગવાનની પૂજા-પ્રાર્થના કરવામાં આવે છે. આ રાત્રિને સિધ્યદાયની રાત્રિ પણ માનવામાં આવે છે તેથી જ આદિ અનાદિકાળથી કાળી ચૌદશની રાત્રે તંત્ર -મંત્ર-યંત્ર સિધ્ધી પ્રયોગો વિશેષ ફળદાયી હોવાથી તેનું મહત્વ છે.
 
આ વર્ષે કાળી ચૌદશ 24 ઓક્ટોબર 2022ના રોજ છે. 
 
સામાન્ય લોકો પણ આ રાત્રિએ હનુમાનજીની અનેકવિધ ઉપાસના કરી જીવનના અનેક પ્રશ્ર્નોને હલ કરી શકે છે. તેમજ સંકટ અને બાધાઓથી મૂકિત મેળવી શકે છે. આ દિવસે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે. આ દિવસને નાની દિવાળી પણ કહેવાય છે આ દિવસે સ્નાન કરી શુધ્ધ વસ્ત્ર ધારણ કરી, તિલક કરી પછી દક્ષિણ દિશામાં મુખ રાખી યમરાજને પ્રાર્થના કરવામાં આવે છે. ઘરના દેવસ્થાનમાં, સ્નાનગૃહમાં, રસોઈ ઘરમાં, ગૌશાળામાં, બગીચામાં, તુલસીના છોડ પાસે કરવાથી સકારાત્મકતા મળે છે અને પાપોનો નાશ થાય છે.
 
કેમ ઉજવવામાં આવે છે કાળી ચૌદશ
કાળી ચૌદશ  એટલે ઘરમાંથી કંકાસ  કાઢવાનો દિવસ. કાળી ચૌદશની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે મહાકાળીની પૂજાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. ઉપરાંત આ આ દિવસે આત્માઓને પણ ભોગ ધરાવવામાં આવે છે, જેથી તેઓ પણ ખુશ થાય છે. શનિ દોષને દૂર કરવા માટે આ દિવસને શનિ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
કાળી ચૌદસની પૂજાના ફાયદા
 
આ દિવસની પૂજાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
દુશ્મનોએ પરિવાર પર કોઇ કાળી વિદ્યા કરી હોય તો, તે પણ દૂર થાય છે.
કાળી ચૌદસની પૂજાથી લગ્નજીવનમાં કંકાસ હોય તો તે પણ દૂર થાય છે.
 
કેવી રીતે કરવામાં આવે છે કાળી ચૌદસની પૂજા
 
કાળી ચૌદસની પૂજા રાત્રે 11.50 વાગ્યે શરૂ થાય છે અને 12.30 વાગ્યા સુધી ચાલે છે.
આ પૂજા દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફ મોં રાખી કરવી જોઇએ.
આ પૂજા દરમિયાન થોડી વાર માટે સરસોના તેલના લેપનો ઉપયોગ કરવો જોઇએ.
આ પૂજામાં વડના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.
પૂજા દરમિયાન જે પણ પ્રસાદ હોય તેનો ભોગ ઘરની બહાર ધરાવવામાં આવે છે.
આજે કાળી ચૌદશની ઉજવણી અંતર્ગત લોકો ઘરમાંથી કકળાટ કાઢવા જૂના ઝાડૂ-જૂના માટલા કાઢી તેની જગ્યાએ નવી ઝાડુ અને માટલા મૂકે છે. આ ક્રિયા સાંજે સંધ્યાકાળ પછી કરવામાં આવે છે. આ દિવસે  લોકો વડા, પૂરી, સૂરણ તળીને વેફર્સ બનાવશે તેને  બપોરે અથવા સાંજના સમયે હનુમાનજી, ભૈરવદેવના મંદિરમાં મૂકશે પરિવારના બધાનું રક્ષણ થાય તે હેતુથી આ ક્રિયા કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

Gudi Padwa- ગુડી પડવા પર ગુડી કેવી રીતે બનાવવી અને સજાવવી, જાણો શું છે જરૂરી સામગ્રી?

શુક્રવારે કરો આ ઉપાય, ધનની ક્યારેય નહી રહે કમી

EID Holiday:30 કે 31 ઈદની રજા ક્યારે છે? જાણો સાઉદી અરેબિયામાં ઈદ-ઉલ-ફિત્રની સંભવિત તારીખ

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

શૈલપુત્રી માતાની આરતી

આગળનો લેખ
Show comments