Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીમાં માતા લક્ષ્મીની પૂજા

વેબ દુનિયા
દિવાળીના દિવસે લક્ષ્મીની ઉપાસના કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. દરેક ઘરમાં મહાલક્ષ્મીની પુજા અર્ચના કરવામાં આવે છે. લક્ષ્મીને ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે.

શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં લક્ષ્મીજી વિશે એક કથા છે ક ે, લક્ષ્મીનો જ્ન્મ એક ખુબ જ રૂપવતી અને ગુણવતી દેવીના રૂપમાં થયો છે. રૂપ અને ગુણ તેમના એટલા બધા હતાં કે સ્વર્ગના બધા જ દેવોની ઇર્ષા અને દ્વેષભુષ નજર લક્ષ્મી પર પડવા લાગી. એટલા માટે બધા એવો પ્રયત્ન કરવા લાગ્યાં કે આ અદ્દભુત રચનાને સમાપ્ત કરી દેવામાં આવે. પ્રજાપતિએ એક પિતા હોવાને લીધે બધા જ ઇર્ષાળુ દેવતાઓને રોક્યા અને તેમને વિનંતી કરી કે તમને એક નારીનો સંહાર કરવો શોભા નથી આપતો. તમે ભલે તેને બધા જ ગુણોથી વંચિત કરી દો પરંતુ આનો વધ ન કરશો.

ઇર્ષાળુ દેવાતાઓ બધાએ એક એક કરીને લક્ષ્મીનો વૈભવ, ભોજન, રાજ્ય, સત્તા, સૃષ્ટિ, ઉચ્ચ સ્થાન, પવિત્ર તેજ, આવાસ, ધન, સૌદર્ય વગેરે પાછુ લઈ લીધું. સુંદરતા અને બધા જ ગુણો પાછા લઈ લેવાના કારણે દુ:ખી થઈને અને નિ:સહાય થઈને લક્ષ્મી પ્રજાપતિની શરણમાં ગઈ. ત્યારે લક્ષ્મીએ બધા જ દેવતાઓને પ્રસન્ન કરવા માટે તપ-જપ શરૂ કરવાની સલાહ આપી. લક્ષ્મીએ આવું જ કર્યું. બધા જ દેવતાઓ પ્રત્યે યજ્ઞ-અનુષ્ઠાન કરીને તેણે પોતાની બધી જ સિધ્ધીઓ અને બધા જ ગુણો પાછા મેળવી લીધા.

આ કથામાં એ સંદેશ છુપાયેલ છે કે દરેકે પોતાનું વ્યક્તિગત નિર્માણ અને રક્ષા જાતે જ કરવી પડે છે પછી ભલેને તે દેવી દેવતા જ કેમ ન હોય.

લક્ષ્મી પૂજન કરવા માટેની વિવિધ ધાર્મિક વિધીઓ -

કાર્તિક પક્ષની કૃષ્ણ અમાવસને દિવસે લક્ષ્મીજીનું પૂજન કરવાનું વિધાન છે. બ્રહ્મ પુરાણ મુજબ આ દિવસે અડધી રાતના સમયે મહાલક્ષ્મીજી સદ્ગ્રહસ્થોના મકાનમાં અહીં-તહી ફરે છે. તેથી આ દિવસે ઘર-બહારની જગ્યા સાફ સુથરી કરીને તેને સજાવવામાં આવે છે. દીવાળી મનાવવાથી શ્રી લક્ષ્મીજી પ્રસન્ન થઈને સ્થાયી રૂપથી સદગૃહસ્થીના ઘરે નિવાસ કરે છે. દીવાળી સાચી રીતે જોવા જઈએ તો ધનતેરસ, કાળી ચોદસ, અને મહાલક્ષ્મી પૂજન, ગોવર્ધન પૂજા અને ભાઈબીજ આ પાંચ તહેવારોનું મિશ્રણ છે.

દીવાળીના પૂજનની વિધિયો અમે આ ખંડમાં આપી છે. તો પણ સંક્ષેપમાં લક્ષ્મી પૂજન કેવી રીતે કરશો તે જાણી લો.

- સવારે નિત્યકામથી પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરો.
- હવે નીચેના સંકલ્પ સાથે દિવસભર ઉપવાસ રાખો.

मम सर्वापच्छांतिपूर्वकदीर्घायुष्यबलपुष्टिनैरुज्यादि-सकलशुभफल प्राप्त्यर्थं
गजतुरगरथराज्यैश्वर्यादिसकलसम्पदामुत्तरोत्तराभिवृद्ध्‌यर्थं
इंद्रकुबेरसहितश्रीलक्ष्मीपूजनं करिष्ये।
W.D W.D  

- સાંજે ફરી સ્નાન કરો.
- લક્ષ્મીજીના સ્વાગતની તૈયારીમાં ઘરની સફાઈ કરીને દીવાલને ચૂના કે ગેરુથી રંગીને લક્ષ્મીજીનું ચિત્ર બનાવો.
( લક્ષ્મીજીનું છાયાચિત્ર પણ બનાવી શકો છો )

- ભોજનમાં સ્વાદિષ્ટ વ્યંજન, ફળ, પાપડ અને અનેક પ્રકારની મીઠાઈયો બનાવો.
- લક્ષ્મીજીના ચિત્રની સામે એક પાટલો મુકીને તેની પર મૌલી બાંધો.
- આની પર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો.
- પછી ગણેશજીને તિલક લગાવી પૂજા કરો.
- હવે પાટલા પર છ ચૌમુખા અને 26 નાના દીવા મૂકો.
- આમાં તેલ-બત્તી નાખીને સળગાવો.
- પછી પાણી, ચોખા, ફળ, ગોળ, અબીલ-ગુલાલ, ધૂપ વગેરેથીએ વિધિવત પૂજન કરો.
- પૂજા પહેલા પુરૂષ પછી સ્ત્રીયો કરે.
- પૂજા પછી એક એક દીવો ઘરના ખૂણામાં સળગાવીને મૂકો.
- એક નાનકડાં ચોમુખા દીવાને સળગાવી નીચેનાઅ મંત્રોથી લક્ષ્મીજીનું પૂજન કરો

नमस्ते सर्वदेवानां वरदासि हरेः प्रिया।
या गतिस्त्वत्प्रपन्नानां सा मे भूयात्वदर्चनात॥

- આ પૂજન પછી તિજોરીમાં ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ મૂકીને વિધિવત પૂજા કરો.
- ત્યારબાદ ઈચ્છા અનુસાર ઘરની વહુ-છોકરીઓને રૂપિયા આપો.
- લક્ષ્મી પૂજન રાતે 12 વાગે કરવાનું વિધાન છે.
- એક પાટલા પર લાલ કપડુ પાથરી તેની પર એક જોડી લક્ષ્મી અને ગણેશની મૂર્તિ મુકો.
- પાસે એક સો રૂપિયા, સવાસેર ચોખા, ગોળ, ચાર કેળા, મૂળા,લીલી ગવાર અને પાઁચ લાડુ મુકીને લક્ષ્મી-ગણેશની પૂજા કરો.

દીવાળી પૂજન સામગ્રી -
- અગર બત્તી - ચંદન
- કપૂર - કેસર
- યજ્ઞોપવીત 5 - કુંકુ
- ચોખા - અબીલ
- ગુલાલ, અભ્રક - હળદર
- સૌંભાગ્ય દ્રવ્ય - મહેંદી- બંગડી, કાજળ, ઝાંઝર
- વિછુડા -નાડા
- કપાસ - રોલી, સિંદૂર
- સોપારી, પાનના પત્તા - ફૂલોની માળા
- પાચ મેવા - ગંગાજળ
- મધ - ખાંડ
- શુધ્ધ ઘી - દહીં
- દૂધ - ઋતુફળ
- શેરડી - નૈવેધમાં મીઠાઈ
- નાની ઈલાયચી - અત્તરની શીશી
- બતાશા - ગુલાબ અને કમળ

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments