Biodata Maker

Diwali Upay - આ છે ધન લાભના 10 અચૂક ઉપાય, દિવાળી કે ધનતેરસ પર કોઈ 1 કરો

Webdunia
બુધવાર, 3 નવેમ્બર 2021 (11:57 IST)
કાર્તિકમાસના કૃષ્ણપક્ષની ત્રયોદશીને ધનતેરસ અને અમાવસ્યાને દિવાળીનો પર્વ ઉજવાય છે. આ બન્ને જ દિવસ ધન સંબંધી ઉપાય કરવા માટે સ્વયં સિદ્ધિ મૂહૂર્ત છે. આ વખતે ધનતેરસ 4 નવેમ્બરે ગુરૂવારે છે. ધનતેરસના દિવસે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરદેવ અને દિવાળી પર ધની દેવી લક્ષ્મીની પૂજા કરાય છે. 
એવું માનવું છે કે ધનતેરસ અને દિવાળીના દિવસે કરેલ દાન,હવન, પૂજન અને ઉપાયોના ફળ અક્ષય(સંપૂર્ણ) હોય છે. તંત્ર શાસ્ત્ર મુજબ જો આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરાય કે કેટલાક ખાસ વસ્તુઓને ઘરમાં રખાય તો માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે અને ઉપાય કરવા વાળાને માલામાલ પણ કરી શકે છે. 
 1. ધનતેરસ કે દિવાળીની સાંજે માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરો અને ત્યારબાદ માતા લક્ષ્મીના ચરણોમાં સાત લક્ષ્મીકારક કોડીઓ મૂકો. અડ્ધી રાત પછી આ કોડીઓને ઘરન્ના કોઈ ખૂણામાં દબાવી દો. આ પ્રયોગથી તરત જ આર્થિક ઉન્નતિ થવાના યોગ બનશે
2. ધન લાભ ઈચ્છતા લોકો માટે કુબેર યંત્ર વધારે સફળતાદાયક છે. ધનતેરસ કે દિવાળીના દિવસે બિલ્વ-ઝાડના નીચે બેસીને આ યંત્રને સામે રાખી કુબેર મંત્રને શુદ્ધતા પૂર્વક જાપ કરવાથી યંત્ર સિદ્ધ હોય છે અને યંત્ર સિદ્ધ થયા પછી આ  ગલ્લા કે તિજોરીમાં સ્થાપિત કરાય છે . એની સ્થાપના પછી દરિદ્રતાના નાશ થઈ પ્રચુર ધન અને યશની પ્રાપ્તિ હોય છે. 
 3. ધનતેરસ કે દિવાળી પર મહાલક્ષ્મી યંત્રનો પૂજન કરી વિધિ-વિધાન પૂર્વક એમની સ્થાપના કરો. આ યંત્ર ધન વૃદ્ધિ માટે વધારે ઉપયોગી ગણાય છે. ઓછા સમયમાં વધારે ધન વૃદ્ધિ માટે આ યંત્ર અત્યંત ઉપયોગી છે. આ યંત્રનો પ્રયોગ દરિદ્રતાનો નાશ કરે છે. આ સ્વર્ણ વર્ષા કરાવતું યંત્ર કહેલાવે છે. એમની કૃપાથી ગરીબ માણસ પણ એકાએક અમીર બની જાય છે. 
4. જૂના ચાંદીના સિક્કા અને રૂપિયાની સાથે કોડી રાખી એમનો લક્ષ્મી પૂજનના સમયે કેસર અને હળદરથી પૂજન કરો.  પૂજા પછી એને તિજોરીમાં મૂકી દો. આ ઉપાયથી બરકત વધે છે. 
5.ધનતેરસ કે દિવાળીની સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરી કોઈ લક્ષ્મી મંદિરમાં જાઓ અને માં લક્ષ્મીને કમળનો ફૂલ અર્પિત કરો અને સફેદ રંગની મિઠાઈનો ભોગ લગાડો. માતા લક્ષ્મીથી ધન સંબંધી સમસ્યાઓના નિવારણ માટે પ્રાર્થના કરો. થોડાજ સમયમાં તમારી સમસ્યાનો સમાધાન થઈ શકે છે. 
6. ધનતેરસ કે દિવાળીની સાંજે ઘરના ઈશાન ખૂણમાં ગાયને ઘીનો દીપક લગાડો. દીવેટમાં રૂની જગ્યા લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. સાથે જ દીવામાં થોડી કેસર પણ નાખો આ ઉપાયથી પણ ધનનો આગમન થવા લાગે છે. 7. ધનતેરસ કે દિવાળીને વિધિવત પૂજા પછી ચાંદીથી નિર્મિત લક્ષ્મી-ગણેશની મૂર્તિને ઘરના પૂજા સ્થળે મૂકવૂં જોઈએ. ત્યારબાદ દરરોજ એમની પૂજા કરવાથી ઘરમાં ક્યારે પણ ધનની ઉણપ નહી થાઉ અને ઘરમાં સુખ શાંતિ પણ બની રહે છે. 
8. શ્રીકનકધારા ધન પ્રાપ્તિ અને દરિદ્રતા દૂર કરવા માટે અચૂક મંત્ર છે .એમની પૂજાથી દરેક મનભાવતું કામ થઈ જાય છે. આ યંત્ર અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપવા વાળો છે. એમના પૂજન અને સ્થાપના પણ ધનતેરસ કે દિવાળીના દિવસે કરવી. 9. ધનતેરસ કે દિવાળીની રાત્રે શુદ્ધતા સાથે સ્નાન કરી પીળી ધોતી ધારણ કરો અને એક આસન પર ઉત્તરની તરફ મોઢું કરીને બેસી જાઓ. હવે એમના સામે સિદ્ધ લક્ષ્મી યંત્રને સ્થાપિત કરો જે વિષ્ણુ મંત્રથી સિદ્ધ હોય અને સ્ફટિક માળાથી નીચે લખેલું મંત્રના 21 માળા જાપ કરો. મંત્ર જાપ વચ્ચે ઉઠવું નહી, ભલે ન આવાજ સંભળાય કે સાક્ષાત લક્ષ્મી જોવાય. 
10. ધનતેરસ કે દિવાળી પર શ્રીમંગળ યંત્રનો પૂજન કરી સ્થાપના કરો. આ યંત્રના નિયમિત પૂજનથી તરતજ બધા પ્રકારના કર્જથી મુક્તિ મળી જાય છે મંગળ ભૂમિ કારક ગ્રહ છે. આથી જે આ યંત્રને પૂજે છે એ અચળ સંપતિનો માલિક હોય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

આગળનો લેખ
Show comments