Festival Posters

દિવાળીથી બેસતું વર્ષ સુધીના સફળ સરળ ઉપાય કરવાથી પ્રસન્ન થશે માતા લક્ષ્મી

Webdunia
રવિવાર, 27 ઑક્ટોબર 2019 (09:19 IST)
દિવાળી મા લક્ષ્મીનો સૌથી પ્રિય તહેવાર છે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે તેનાથી સારો કોઈ બીજો શુભ દિવસ હોતો નથી.  આ ભૌતિક યુગમાં સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય વગર મા લક્ષ્મીજીની કૃપા શક્ય નથી.   અમે અહી આપને સૌભાગ્ય સફળતા અને મનવાંછિત ફળની પ્રાપ્તિ માટે કેટલક ખૂબ જ સરળ ઉપાય બતાવી રહ્યા છીએ જેને કરવા માટે દિવાળીના પાંચ દિવસનો સમય સર્વોત્તમ માનવામાં આવે છે. 
 
- દિવાળી એ મુખ્ય રીતે પાંચ દિવસનો તહેવાર છે. ધનતેરસ, કાળી ચૌદશ,  દિવાળી, બેસતુ વર્ષ,  ભાઈબીજ. આ પાંચ દિવસ તમે ચાર નાના અને એક મોટો દિવો જરૂર પ્રગટાવો. દીવો મુકતા પહેલા તેમનુ આસન એટલે કે ધાણી કે ચોખા પર દિવો મુકો.  તેનાથી ઘરમાં સદાય ધનની બરકત રહે છે. 
 
- દિવાળીના દિવસે સવારે કોઈપણ લક્ષ્મી મંદિરમાં જઈને માતા લક્ષ્મીને વસ્ત્ર કે ચુંદડી અર્પણ કરો. અને સુગંધિત ગુલાબની અગરબત્તી પ્રગટાવો. તેનાથી ભાગ્ય ચમકે છે. ધનનુ આગમન થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ અને પ્રસન્નતા આવે છે. 
 
- દરેક ઘરની ગૃહિણી અને દીકરી પણ ઘરની લક્ષ્મી કહેવાય છે. તેથી દિવાળીની પૂજા વખતે તમે તમારી પત્નીને કોઈ લાલ વસ્ત્ર ભેટમાં આપશો તો ચોક્કસ જ તમારા પર મા લક્ષ્મીની સ્થાયી કૃપા સદૈવ બની રહેશે.  કોશિશ કરો કે તમારા દ્વારા આપવામાં આવતી ભેટની તેમને અગાઉથી માહિતી ન હોય તો  સારુ રહેશે. સાથે જ તમારી માતા અને બહેનને પણ ભેટ આપો 
 
- દિવાળીના દિવસે રાત્રે ઘરના દરેક રૂમમાં અને મુખ્ય દ્વાર પર ઘઉંનો ઢગલો બનાવીને તેના પર શુદ્ધ ઘી નો દિવો પ્રજવલ્લિત કરવો જોઈએ. જે આખી રાત પ્રગટતો રહે.  આ રાત્રે મા લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થાય છે.  આ ઉપાય ખૂબ જ સિદ્ધ માનવામાં આવે છે.  ઘરમાં આખી રાત દિવો મુકવાનો હોય તો તેને ચારણીથી ઢાંકીને મુકો જેથી સુરક્ષા પણ કાયમ રહે. 
 
- બેસતુ વર્ષના દિવસે સવારે કોઈ આપની ઘરે સબરંગ એટલે કે મીઠુ લઈને આવે ત્યારે તેને ખુશી પૂર્વક સ્વીકારો અને તેને ભેટ આપો. મીઠાને જીવનનુ સબરંગ કહેવાય છે કારણ કે તેના વગર તમને છપ્પનભોગ પણ ફીકા લાગશે. એટલે બેસતુ વર્ષ એટલેકે નૂતનવર્ષના દિવસે કોઈ બાળક મીઠુ લઈને આવે તો તેનુ સ્વાગત કરીને તેનો સ્વીકાર કરવો જોઈએ. આવુ કરવાથી આપણા જીવનમાં પણ બધા રંગ કાયમ રહે છે. 
 
- દિવાળીની સાજે હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈને પીપળના ઝાડ પર જાવ અને તેને પ્રણામ કરીને તમારી ઈચ્છા બોલો પછી સોપારી અને તાંબાના સિક્કા અર્પિત કરી માથુ ઝુકાવીને ઘરે આવો.  બીજા દિવસે સવારે એ પીપળનુ પાન લાવીને તેને ધોઈને તિલક લગાવીને તમારી ગાદી નીચે મુકશો તો વેપારમાં કોઈપણ પ્રકારનો અવરોધ નહી આવે. 
 
- દિવાળીની રાત્રે મા લક્ષ્મીની પૂજા પછી ઘરના બધા રૂમ અને ઘરના ખૂણે ખૂણે શંખ અને ડમરુ વગાડવા જોઈએ. આવુ કરવાથી દરિદ્રતા ઘરમાંથી બહાર નીકળી જાય છે અને મા લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થાય છે. 
 
- જો લાખ પ્રયાસ છતા પણ કાર્યોમાં સંતોષજનક સફળતા નથી મળતી ધનનો અભાવ રહે છે તો દિવાળીની સાંજે મા લક્ષ્મીની પૂજા સમયે લક્ષ્મીજી પર થોડી ચણાની દાળ છાંટી દો અને મા ને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો.  પછી આગલા દિવસે સવારે એ દાળને એકત્ર કરીને એ પીપળના ઝાડ પર ચઢાવી દો. આ ખૂબ જ અચૂક ઉપાય છે તેને પૂર્ણ શ્રદ્ધાથી અને બિલકુલ ચૂપચાપ કરો.  જરૂર ઘરમાં ઘનની કોઈ કમી નહી રહે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

માગશર મહિનામાં જન્મેલી છોકરીઓ માટે દેવી લક્ષ્મીના કેટલાક સુંદર અને અર્થપૂર્ણ નામો -

દાળ ભુખારા

વધુ જુઓ..

નવીનતમ

Maa Baglamukhi Chalisa- બગલામુખી ચાલીસા

Mokshda Ekadashi Vrat Katha - પિતૃઓને મોક્ષ આપતી અગિયારસ

Mata Baglamukhi- બગલામુખી માતાની પૂજા કરવાની રીત અને મંત્ર

Happy Gita Jayanti Gujarati Quotes - ગીતા જયંતિની શુભેચ્છા

Gita Jayanti 2025: ગીતા જયંતિ ક્યારે છે ? જાણો પૂજાની તારીખ અને ગીતા જયંતિનું મહત્વ

આગળનો લેખ
Show comments