Biodata Maker

Bhai bij : ભાઈબીજ ક્યારે છે જાણો તિથિ, શુભ મુહૂર્ત અને મહત્વ

Webdunia
શુક્રવાર, 1 નવેમ્બર 2024 (11:37 IST)
Bhai bij 2024 -ભાઈબીજ કારતક મહિનાના સુદ બીજના દિવસે ઉજવાય છે. આ દિવસે, બહેન તેના ભાઈના કપાળ પર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને તેને સૂકું નારિયેળ પણ આપે છે. આ પછી ભાઈ તેની બહેનને પ્રેમના રૂપમાં ભેટ આપે છે.
 
ભાઈબીજનુ શુભ મુહુર્ત 
 
3 નવેમ્બર 2024ના સવારે 11.38 કલાક સુધી સૌભાગ્ય યોગ રહેશે.
બ્રહ્મ મુહૂર્ત –  સવારે 04;51 થી 05:43 સવાર સુધી 
વિજય મુહૂર્ત – બપોરે 01:54 થી 02:38 સુધી
સંધિકાળનો સમય – સાંજે 05:34 થી 06 વાગ્યા સુધી
 
ભાઈ બીજનું મહત્વ
આ બીજને યમ દ્વિતીયા પણ કહેવાય છે.  ભાઈબીજ એટલેકે યમ દ્વિતીયા ના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘેર ભોજન કરેલુ. અને બે વરદાન આપ્યા હતા. એક તો દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે. અને બીજુ વરદાન એ આપ્યું હતુ કે આજના દિવસે કોઈપણ ભાઈનું અકાળ મૃત્યુ નહી થાય. 
 
આ દિવસે બહેન ભાઈને પોતાની ઘેર જમવા બોલાવે છે. ભાઈ-ભાભી, બાળકો સૌ બહેનના ઘરે જમવા જાય છે. આગળના દિવસોમાં ગળ્યુ ખૂબ ખાધુ હોવાથી આ દિવસે ખીચડી, કઢી, શાક, રોટલા, મીઠાઈ વગેરેનું ખૂબ મહત્વ છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Baby Names in Sanskrit- છોકરીઓ માટે શાહી સંસ્કૃત નામો

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

સોનેરી ખિસકોલી

ડાયાબિટીસના દર્દીઓ માટે કઈ દાળ છે લાભકારી ? જાણો શું કહે છે એક્સપર્ટ

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

વધુ જુઓ..

નવીનતમ

Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

સાંઈ બાબાના ભક્ત છો તો જાણો ગુરૂવારે જ શા માટે કરાય છે સાંઈ બાબાની પૂજા

Ramzan 2026- રમઝાન શરૂ, જાણો આ પવિત્ર મહિના દરમિયાન શું કરવું અને શું ન કરવું

Ramzan special - જાણો રોજામાં શુ ખાશો શુ નહી

કસુંબીનો રંગ lyrics

આગળનો લેખ
Show comments