rashifal-2026

આ શુભ યોગમાં કરો દિવાળીની ખરીદી, ઘરે આવશે લક્ષ્મી

Webdunia
શનિવાર, 24 ઑક્ટોબર 2015 (16:20 IST)
આ વર્ષે દિવાળી પહેલા અને પછી આવી રહેલ કેટલા વિશેષ તહેવારો પર ખરીદીનો પણ શુભ સંયોગ બની રહ્યો છે. આવામાં બજારમાં ખરીદારી વધશે અને ખરીદદારો સાથે સસથે વેપારીઓની દીવાળી પણ ખૂબ સારી ઉજવાશે. ધનતેરસથી છહ દિવસ પહેલા પૂર્વ પુષ્ય નક્ષત્ર હોવાને કારણે આ દિવસોમાં પણ બજારોમાં ખરીદીનુ જોર રહેશે. ગ્રાહકોની રાહ અને સ્વાગતમાં બજાર અત્યારથી જ સજવા લાગ્યા છે. 
 
જ્યોતિષિયો મુજબ જ્યોતિષમાં પુષ્ય નક્ષત્રને ખરીદી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ યોગમાં નવીન કાર્યનો શુભારંભ, સોના, ચાંદી, ઈલેક્ટ્રોનિક સામાન, વાહન, વસ્ત્ર, ભૂમિ વગેરેની ખરીદી શુભ અને ચિરસ્થાઈ રહે છે. ત્રણ દિવસીય દિવાળીના તહેવારની સાથે સાથે આ પહેલા અને પછી આવી રહેલ અનેક તહેવારો પર ખરીદી શુભફળદાયી રહેશે. 
 
કયા તહેવાર પર શુ ખરીદવુ શ્રેષ્ઠ રહેશે ? 
 
શરદ પૂનમ - 26 ઓક્ટોબર, ખરીદી માટે મધ્યમ છે. આ દિવસે વાહન અને સોના ચાંદીની ખરીદી કરી શકાય છે.  
 
કરવા ચોથ - 30 ઓક્ટોબર, સિંહનો ગુરૂ હોવાથી સોના-ચાંદીની ખરીદી શ્રેષ્ઠ. ધાન્ય પણ ખરીદવુ શુભ રહેશે. 
 
પુષ્ય નક્ષત્ર - 3 નવેમ્બર, ગુરૂ-ચંદ્રમાના દ્વિતીય દ્વાદશ હોવાથી સોના-ચાંદી, ઈલેક્ટ્રોનિક્સ, વાહન વગેરે ખરીદવા શ્રેષ્ઠ.
 

ધનતેરસ - 9 નવેમ્બર, કન્યાનુ ચંદ્રમા ઝવેરાત, વાહન, વસ્ત્રની ખરીદી માટે સર્વશ્રેષ્ઠ સમય રહેશે. 
 
કાળી ચૌદસ - 10 નવેમ્બર, તુલાનુ ચંદ્રમા અને સૂર્ય ચંદ્રની યુતિ હોવાથી સોનુ ખરીદવુ શુભ. વાહન ખરીદી શકો છો. 
 
દીવાળી - 11 નવેમ્બર, તુલાનો ચંદ્રમાં રહેવા અને સ્વાતિ નક્ષત્ર હોવાથી બજારમાં ચાંદીની માંગ વધશે. 
 
લાભ પાંચમ - 16 નવેમ્બર, ધનુનો ચંદ્ર હોવાથી સોનાની ખરીદી ઉત્તમ રહેશે. 
 
દેવ ઉઠની એકાદશી - 22 નવેમ્બર, મીનનો ચંદ્ર હોવાથી વાહન, ઘરેણાં, ઈલેક્ટ્રોનિક આઈટમની ખરીદી શ્રેષ્ઠ રહેશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Dinner Recipe: રાત્રિભોજન માટે ઢાબા સ્ટાઇલ દાલ મખની બનાવવાની રીત

ગુજરાતી નિબંધ- વેલેંટાઈન ડે Valentine Day

શું સૂરજની રોશનીથી ડાયાબીટીસ કંટ્રોલ થઈ શકે છે, જાણી લો Diabetes ને કંટ્રોલ કરવાની રીત

Hair Care: સફેદ વાળથી છો પરેશાન ? નારિયળ તેલમાં મિક્સ કરીને લગાવો આ એક વસ્તુ, વાળ થશે જડથી કાળા અને ઘટ્ટ

બાફેલા ઈંડાની સેન્ડવિચ કેવી રીતે બનાવવી?

વધુ જુઓ..

નવીનતમ

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima Upay: આજે માઘ પૂર્ણિમા, જરૂર કરો આ ઉપાય, દરેક પ્રકારની પરેશાનીથી મળશે છુટકારો

Meldi Mata ni Aarti in Gujarati - મેલડી માતાની આરતી

Shivling Puja: શનિ દોષથી પરેશાન છો ? શિવલિંગ પર આ દિવસે અર્પિત કરો કાળા તલ, નેગેટીવ ઉર્જા થશે દૂર અને બદલાય જશે નસીબ

Show comments