Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુષ્ય નક્ષત્ર સર્વાર્થસિદ્ધિના શુભ યોગ

Webdunia
દિવાળીના પહેલા પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલ ખરીદીનું વિશેષ મહત્વ છે. સંયોગથી આ વખતે પુષ્ય નક્ષત્ર બે દિવસ 2 નવેમ્બર અન 3 નવેમ્બરના રોજ છે. પુષ્યની શરૂઆત સોમ પુષ્યમાં સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે થશે. જ્યારે કે બીજા દિવસે શુભ યોગ 3 નવેમ્બરના રોજ થશે. 

પંડિતો મુજબ 2 નવેમ્બરના રોજ સાંજે 4:59ના વાગ્યા સુધી પુર્નવસુ નક્ષત્ર રહેશે. ત્યારબાદ પુષ્ય નક્ષત્ર શરૂ થશે જે 3 નવેમ્બરના રોજ સાંજે 5.52 સુધી રહેશે. આ રીતે સોમ પુષ્ય અને મંગળ પુષ્યમાં નક્ષત્ર રહેશે. પંડિતના જણાવ્યા મુજબ જમીન, મકાન, સોના-ચાંદી, વાહન, ઈલેક્ટ્રીક સામાન સહિત દરેક પ્રકારની વસ્તુની ખરીદી સર્વશ્રેષ્ઠ છે.

પુષ્ય નક્ષત્રોનો રાજા છે. આમા કરવામાં આવેલ સર્વ કાર્ય સ્થિર રહે છે. આ નક્ષત્રનો સ્વામી ગુરૂ છે. પરંતુ કેટલાક ગ્રંથોમાં 'શનિ'ને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. ગુરૂ શુભત્વનો કારક છે અને શનિ સ્થિરતાનો. આ વખતે શનિ પોતાની ઉચ્ચ રાશિ તુલામાં છે. હવે પુષ્યની ચમક સમૃદ્ધિ અએન વૈભવ લઈને આવશે. તેથી જમીન, મકાન, વાહન, સોના-ચાંદી સહિત દરેક પ્રકારની ખરીદી તેમજ શુભ કાર્યો સ્થિર થઈને શુભત્વ પ્રદાન કરે છે. સર્વાર્થ સિદ્ધિ યોગ દરેક પ્રકારની સિદ્ધિને આપનારો છે.

નવા કાર્ય માટે શ્રેષ્ઠ દિવસ : પંડિતોના જણાવ્યા મુજબ 2 નવેમ્બરના રોજ પુષ્ય નક્ષત્રમાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત, મંત્ર સિદ્ધિ સાથે ગૃહ પ્રવેશ, રિયલ એસ્ટેટમાં રોકાણ, દુકાન, શોરૂમના ઉદ્દઘાટન વગેરે શુભકામો માટે સર્વશ્રેષ્ઠ છે. બીજી બાજુ વેપારીઓ આ દિવસે ચોપડાં ખરીદવાની પરંપરા પૂર્ણ કરશે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments