Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં પત્નીએ જ પતિ પર હૂમલો કરાવ્યો, પ્રેમીને બોલાવીને છાતીમાં ચપ્પાના ઘા માર્યા

Webdunia
શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (12:15 IST)
સુરતના ડીંડોલી વિસ્તારમાં મજૂરી કામ કરી ગુજરાત ચલાવનાર અને ફૂટપાથ પર રહેતા શ્રમજીવી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં પત્નીએ જ પોતાના પતિની હત્યા માટેનો પ્લાન બનાવ્યો હતો. પત્નીએ પ્રેમીને દાહોદથી સુરત બોલાવ્યો હતો. અને પ્રેમમાં અડચણ રૂપ બનેલા પતિની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જેને લઇ રાત્રી દરમ્યાન પતિ ફૂટપાથ પર નિદ્રા માણી રહ્યો હતો. ત્યારે પ્રેમીએ આવી પતિના છાતીમાં ચપ્પુ મારી દઈ ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં પતિ સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. તો બીજી તરફ પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ પણ કરી લીધી છે.

ગત 28 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ડીંડોલી સણીયા કણદે ગામ પાસે આવેલ આત્મીય સંસ્કારધામ સંકુલની બાંધકામ સાઈટમાં કામ કરતા શ્રમજીવી ખુમાનભાઈ મંગાભાઈ ભુરીયા પોતાની પત્ની તથા બાળકી સાથે પતરાના શેડમાં સુતા હતા. તે વખતે ધાબળો ઓઢીને આવેલા એક અજાણ્યા ઇસમે ખુમાનભાઈ ઉપર ચપ્પુથી છાતીના ભાગે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો હતો. આ દરમિયાન આજુબાજુ પતરાના શેડમાં રહેતા શ્રમજીવી મજૂરો જાગી ગયા હતા અને ખુમાનભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. આ સમગ્ર મામલે ખુમાનભાઈની પત્ની ગીતાબેન દ્વારા ડીંડોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ ફરિયાદ આપી હતી. પોલીસે હુમલો કરનાર સામે ફરિયાદ નોંધ વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ આ બાબતે સકર્તાથી અને ગંભીરતાથી કામગીરી કરી રહી હતી. જેને લઇ સુરતની ડીંડોલી પોલીસે શ્રમજીવી યુવક પર હુમલો થયો, ત્યારે તેની આસપાસ રહેતા અન્ય શ્રમજીવી લોકોની પણ કડક પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ ઘટના અંગે પોલીસે ખુમાનભાઈની પત્ની ગીતાબેનની પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. જેમાં તેની પત્નીના જવાબો ઉપર પોલીસને શંકા જતા. પોલીસે તેની ઉલટ તપાસ કરી હતી. જેમાં તે ભાંગી પડી હતી અને ગુનાની કબુલાત કરતા જણાવ્યું હતું કે તેના પતિની હત્યા કરવા માટેનો પ્લાન તેને બનાવ્યો હતો

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments