Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં બે શખસ છરી સાથે બે યુવાન પર તૂટી પડ્યા, લોકો દોડી આવતાં હુમલાખોરો ભાગ્યા

Webdunia
બુધવાર, 11 જાન્યુઆરી 2023 (14:49 IST)
રાજકોટ શહેરમાં મંગળવારે રાત્રે ભગવતીપરામાં બે શખસે પોપટપરાના બે યુવકને છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા. ઘટનાને લઈને બન્ને યુવાને દેકારો કરતાં આસપાસમાંથી લોકો દોડી આવતાં બન્ને હુમલાખોર ભાગી ગયા હતા. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા બન્ને યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે બન્ને આરોપીને ઝડપી લઈ તપાસ શરૂ કરી છે.

પોપટપરામાં રહેતો અસ્લમ હનીફભાઇ બેલીમ અને તેનો મિત્ર હરપાલસિંહ બહાદુરસિંહ પરમાર મંગળવારે રાત્રે 8.30 વાગ્યે ભગવતીપરામાં પુલ નીચે હતા. ત્યારે ભગવતીપરાનો સાજન પરમાર અને રણજિત ઉર્ફે મહાદેવ ત્યાં ધસી આવ્યા હતા. તેમણે પોપટપરાના બન્ને યુવક પર છરીથી તૂટી પડ્યા હતા, ઝનૂની બનેલા બન્ને હુમલાખોરોએ અસ્લમ અને હરપાલસિંહને પડખા, બેઠક અને કપાળના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, હિચકારો હુમલો થતાં બન્ને યુવકે દેકારો કરતાં આસપાસના વિસ્તારના લોકો દોડી જતાં બન્ને હુમલાખોર ભાગી ગયા હતા.સીસીટીવીમાં જોવા મળતી વિગત મુજબ અસ્લમ અને હરપાલ ભગવતીપરામાં પુલ નીચે ઊભા હતા. ત્યારે સાજન અને રણજિત નામના શખસ છરી સાથે આ બન્ને યુવક પાસે આવે છે. થોડીવાર બન્ને યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી છરી કાઢીને બતાવે છે. બાદમાં બન્ને શખસ બન્ને યુવાનના કાંઠલા પકડીને આડેધડ છરીના ઘા મારતા જોવા મળે છે. આસપાસમાંથી લોકો દોડી આવી આ બન્ને શખસને છરી મારતા રોકવા પ્રયાસ કરે છે, પરંતુ બન્ને શખ્સ ઝનૂની બની છરીના ઘા ઝીંકવાનું શરૂ રાખે છે. બાદમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં બન્ને શખસ ભાગી જાય છે.

હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બારોટ સહિતની ટીમ હોસ્પિટલે દોડી ગઈ હતી. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે અસ્લમ અને હરપાલસિંહ પોપટપરામાં રહે છે અને બન્ને સાડીના કારખાનામાં કામ કરે છે. કુખ્યાત ગુલિયાના સાગરીત સાજન પરમાર સાથે અગાઉ માથાકૂટ થઇ હતી, જે બાબતનો ખાર રાખી આજે બન્ને યુવક ભગવતીપરામાં દેખાતા જ સાજન અને તેના સાગરીત તૂટી પડ્યા હતા. પોલીસે સાજન અને રણજિતને ગણતરીની મિનિટોમાં જ ઝડપી લીધા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

હોળી પહેલા ઘરે જ બનાવો બજાર જેવી સફેદ ચિપ્સ, ફક્ત 5 રૂપિયાની આ વસ્તુ ઉમેરો.

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments