Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં પતિએ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી દીધી, મૃતદેહ જોડે બેસી વીડિયો બનાવ્યો

Webdunia
મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (13:23 IST)
Husband killed his wife


- પત્નીને તેના મિત્ર સાથે જ અફેર હોવાની જાણ કરી
-  મારે બીજા સાથે જવું છે તેવું જ રટણ કરતી હતી.
- એક દીકરો અને એક દીકરી, તેમનો પણ વિચાર નથી કર્યો

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં શાંતિવન નિવાસમાં રહેતા પતિએ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે.  હત્યા કરી આરોપી પતિએ જાતે જ પોતાનો વીડિયો બનાવી વાઇરલ કર્યો છે. જેમાં પત્નીને તેના મિત્ર સાથે જ અફેર હોવાની જાણ કરી છે અને તેના મિત્રએ પણ દોસ્તીમાં દગો દીધો હોવાથી કંટાળી પત્નીની હત્યા નિપજાવી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

પોલીસે હાલ પતિને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટના કાલાવડ રોડ પર આવેલી અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં શાંતિવન નિવાસ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર B-103માં રહેતા ગુરુપા જીરોલીએ પોતાની પત્ની અંબિકા જીરોલી (ઉં.વ.34)ને વહેલી સવારે 4 વાગ્યા આસપાસ પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. આ પછી પતિએ પત્નીના મૃતદેહની બાજુમાં બેસી એક વીડિયો પણ બનાવ્યો છે. જેમાં પત્નીને બીજા પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાથી હત્યા નિપજાવી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે આ પછી પોતે જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોનથી પત્નીની હત્યા કર્યા હોવાની જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. આરોપી પતિને સકંજામાં લઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પતિએ પત્નીને માથામાં 4થી 5 ઘા ઝીકી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. આરોપી પતિ ગુરૂપા મલ્લપા જીરોલીના પાર્ટનર અને મિત્ર નગાભાઈ હમીરભાઈ કામલીયાને પત્ની અંબિકા સાથે અનૈતિક સંબંધો હતા. જેની જાણ પતિને થતા કંટાળીને હત્યા નિપજાવી હોવાનું રટણ પોલીસ સમક્ષ આરોપી દ્વારા કરવામાં આવી રહ્યું છે. પોલીસે ઘરમાંથી પથ્થરનો બ્લોક, લોહી લુહાણ હાલતમાં બેડ શીટ સંયોગિક પુરાવા રૂપે કબ્જે કરી છે. જો કે હત્યા પાછળ અનૈતિક સંબંધ જ કારણભૂત હોવાથી પોલીસે નગા કામલીયાની પણ પૂછપરછ હાથ ધરી છે.આરોપી પતિએ પત્નીની હત્યા નિપજાવ્યા પછી બનાવેલા વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે કે, મેં મારી પત્નીની હત્યા નિપજાવી છે. હું ખરાબ નથી મારી પત્ની ખરાબ હતી, તેને બીજા સાથે અફેર હતું અને એ પણ મારા મિત્ર સાથે. મેં ખુબ સમજાવવાની કોશિશ કરી પણ એ મારુ માનવા તૈયાર ન હતી. દીકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે. હમણાં તેનો પણ વિચાર ન કર્યો અને મારે બીજા સાથે જવું છે તેવું જ રટણ કરતી હતી. મારી પત્નીએ તો મને દગો આપ્યો પણ મારા મિત્રએ પણ દોસ્તીમાં દગો આપ્યો છે. મારે બે સંતાનો છે, એક દીકરો અને એક દીકરી, તેમનો પણ વિચાર નથી કર્યો, એટલે મેં તેની હત્યા નિપજાવી દીધી છે. હું ભાગી નથી જવાનો હું પોલીસ સમક્ષ સરેન્ડર કરવાનો છું. મને બધા માફ કરજો...

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gujarat Ranotsav 2024: કચ્છનો રણોત્સવ શરૂ; 90 ટકા એડવાન્સ બુકિંગ પૂર્ણ

Jharkhand Election Voting Live: ઝારખંડની 43 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ, અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

Gujarat Vav By Election - આજે ગુજરાતની વાવમાં 'મૂછો'નો જંગ, એક સીટના પરિણામથી નક્કી થશે ત્રણ મોટા નેતાઓનું રાજકીય કદ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી - પ્રથમ તબક્કામાં આજે 43 બેઠકો પર થશે મતદાન, આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

UP News : મથુરા રિફાઈનરીમાં લાગી ભીષણ આગ, 10 કર્મચારીઓ દઝાયા - જુઓ વીડિયો

આગળનો લેખ
Show comments