Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 માસના લગ્ન જીવનમાં ઘરકંકાસથી પતિએ પત્નીનું માથું ધડથી અલગ કરી નાખ્યું

ઘરકંકાસથી પતિએ પત્નીનું માથું ધડથી અલગ
Webdunia
શુક્રવાર, 26 નવેમ્બર 2021 (11:50 IST)
સાણંદ વિસ્તારમાં હોળી ચકલા નજીક આવેલા ગઢવી વાસમાં ભાડાના મકાનમાં રહેતા પતિ પત્નીનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપી ધડથી માથું અલગ કરી ફરાર થઇ જતાં સમગ્ર સાણંદમાં ચકચાર મચી છે. ભાડાના મકાનમાં ચાર દિવસ પહેલાં રહેવા આવેલાં કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને હંસાબેન (પતિ-પત્ની)ના લગ્ન અંદાજે 12-7-2021ના રોજ થયા હતા અને અગાઉ સાણંદના કપૂર વાસ ખાતે રહેતાં હતાં.

ગુરુવારે સવારે પોણાદસ પહેલાં મકાનમાં દુર્ગંધ મારતાં પાડોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈ ઘરનું લોક ખોલાવીને જોતાં પથારી પર હંસાબેનનું ધડથી માથું અલગ કરી ક્રૂર હત્યા કરેલી લાશ મળી આવી હતી .પતિ મોબાઈલ બંધ કરી નાસી જતાં પોલીસની શંકાઓ પ્રબળ બની હતી. ઘટના બનતાં સાણંદ ડિવિઝનના ડીવાયએસપી કે.ટી. કામરિયા પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ચકો હિતેશભાઈ ગોહિલે હત્યા કર્યાનું સામે આવ્યું છે. મૃતકના ભાઈએ સાણંદ પોલીસમાં પતિ હિતેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસસૂત્રો જણાવ્યું હતું કે પતિ કનુભાઈ ઉર્ફે ચકો હિતેશભાઈ ગોહિલ અને તેની પત્ની હંસાબેન વચ્ચે ઘરકંકાસમાં હત્યા થઇ હોવાની શક્યતાઓ વ્યક્ત કરી રહી છીએ. હત્યારો પતિ ઝડપાય ત્યાર બાદ હત્યાનું મુખ્ય કારણ સામે આવે તેમ છે. હંસાબેન મૂળ રાપર કચ્છ અને તેમનો પતિ હિતેશ ગોહિલ રાપર તાલુકાના જ આડેસરનો રહેવાસી છે અને બંનેના લગ્ન ચાર માસ પહેલા જ થયા હતા અને હિતેશને સાણંદમાં ખાનગી કંપનીમાં નોકરી હોવાથી બંને સાણંદ સ્થાયી થયાં હતાં. સાણંદ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જી ખાંટે જણાવ્યું કે પતિ સાણંદની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. હત્યા બાદ પતિ મોબાઈલ ફોન બંધ કરી ફરાર થયો છે, જેને ઝડપી લેવા સાણંદ પોલીસની અલગ અલગ 3 ટીમ બનાવી છે, સાથે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments