Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરકંકાસમાં પરિવાર ખતમ - મઘરોલમાં પત્નીની ચાકૂથી હત્યા કરી ફરાર પતિની લાશ ઝાડ પર લટકેલી મળી, પત્નીના પિયર જવાથી હતો નારાજ

Webdunia
બુધવાર, 9 માર્ચ 2022 (18:22 IST)
આણંદના સોજિત્રા તાલુકાના મઘરોલમાં સાસુની સામે જ પત્નીની હત્ય કરનારા પતિએ ખુદને જ ફાંસી લગાવીને આત્મહત્યા કર્યા બાદ સનસની ફેલાય ગઈ છે.  પત્નીની હત્યા કરી ફરાર થયેલ પતિની લાશ એક ઝાડ પર લટકતી હાલતમાં જોવા મળી. જેની સૂચના તરત જ પોલીસને આપવામાં આવી. સૂચના મળતા જ સ્થળ પર પહોંચેલી પોલીસનુ અનુમાન છે કે પોલીસ ધરપકડના ડરથી ગભરાયેલા પતિએ આત્મહત્યા કરી છે. 
 
ઘરના લોકો વિરુદ્ધ કર્યા હતા લવ મેરેજ 
 
હાલ પોલીસે અકસ્માતનો કેસ નોધીને તપાસ શરૂ કરી છે. માહિતી મુજબ સોજિત્રાના મઘરોલ ગામમાં રહેનારા ભારતીબેને 2004માં ગામમાં જ રહેનારા ભરત જેઠા રોહિત સાથે પ્રેમ વિવાહ કરી બીજા ગામમાં સ્થાયી થયા હતા.  આ પ્રેમવિવાહથી નારાજ ભારતીબેનના માતા પિતા શરૂઆતમાં તેમને બોલાવતા નહોતા. પણ 2008માં તેમના પિતાનુ નિધન થયા પછી ભારતીબેન સમય સમય પર પિયર જતી હતી. 
 
હત્યા પછી ભાગી ગયો હતો 
 
આ દરમિયાન ભરતને દારૂની લત હોવાને કારણે તે હંમેશા તેને મારતો હતો. જેનાથી પરેશાન થઈને ભારતીબેન પિયર આવી ગયા હતા. જેનાથી નારાજ ભરત સોમવારે સાસરિયે પહોંચ્યો અને સાસુ સામે જ ભારતીબેન પર ચાકુથી હુમલો કરીને તેની હત્યા કરી  નાખી. ત્યારબાદ ભરત ભાગી ગયો હતો. 
 
આશંકા - ધરપકડથી બચવા માટે કરી આત્મહત્યા 
 
મોડી રાત્રે એક ઝાડ પરથી ભરતનો મૃતદેહ લટકતો મળ્યો જ્યારબાસ સરપંચે આની સૂચના પોલીસને આપી. સૂચના મળતા જ પોલીસે સ્થળ પર પહોચીને લાશને જપ્ત કરી અને પીએમ માટે મોકલી આપી. ઉલ્લેખનીય છે કે મઘરોલ રએહ્વાસી કાશીબેનની 6 પુત્રીઓમાં સૌથી નાની ભારતીબેન (38) ને પોતાના વૈવાહિત જીવનમાં એક પુત્રી અને એક પુત્રને જન્મ આપ્યો હતો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments