Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ghaziabad News: ગાઝિયાબાદમાં સ્કૂટી શીખી રહેલ યુવટીને કિડનેપ કરીને કર્યો ગેંગરેપ, મિત્રને બનાવ્યો બંધક

Webdunia
શનિવાર, 2 ડિસેમ્બર 2023 (09:54 IST)
Ghaziabad Gang Rape:ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં અપરાધિક ઘટનાઓ વધી રહી છે. હવે એક છોકરી પર સામૂહિક બળાત્કાર થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્કૂટર ચલાવતા શીખી રહેલી યુવતીનું અપહરણ કરીને તેને ઓટોમાં ખેંચીને નિર્જન જગ્યાએ લઈ જઈને નિર્દયતાથી ગેંગરેપ  કરવામાં આવ્યો હતો. પીડિતાની બહેનપણી અને બહેનપણીનો બોયફ્રેન્ડ પણ ઘટનાસ્થળે હાજર હતો. જેમને બંધક બનાવવામાં આવ્યા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં પોલીસને મહત્વની કડીઓ મળી છે. આ સમગ્ર ઘટના ટ્રોનિકા સિટી વિસ્તારમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે યુવતી તેની બહેનપણી સાથે ઘરે જઈ રહી હતી. આ સમય દરમિયાન,  તેની બહેનપણીનો બોયફ્રેન્ડને મળ્યો અને પછી છોકરીએ તેનું સ્કૂટર શીખવાનું શરૂ કર્યું. દરમિયાન, ઓટોમાં મુસાફરી કરી રહેલા કેટલાક લોકોએ યુવતીનું અપહરણ કર્યું અને તેને ઝાડીઓમાં નિર્જન જગ્યાએ લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો.
 
યુવતી ટ્રોનિકા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની એક કંપનીમાં કામ કરે છે.
 
આ યુવતી દિલ્હીના સોનિયા વિહાર વિસ્તારની રહેવાસી છે, જેની ઉંમર 23 વર્ષ હોવાનું કહેવાય છે. પીડિતા તેની મિત્ર સાથે ટ્રોનિકા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની એક કંપનીમાં કામ કરે છે. જ્યારે આ ઘટના બની ત્યારે યુવતી કામ પરથી પરત ફરી રહી હતી. દુષ્કર્મ આચર્યા બાદ તમામ આરોપીઓ નાસી ગયા હતા.
 
પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી  
 
યુવતીએ ઘરે જઈને તેના પરિવારજનોને સમગ્ર ઘટના જણાવી. જે બાદ પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સમગ્ર મામલાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments