Webdunia - Bharat's app for daily news and videos

Install App

જયપુર ટીમનો કોચ અને કેપ્ટન શેન વોર્ન

Webdunia
ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (16:39 IST)
નવી દિલ્હી(એજંસી) ઓસ્ટ્રેલિયન મહાન સ્પિન બોલર શેન વોર્નની બીસીસીઆઇની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની જયપુર ટીમના કોચ તથા કેપ્ટન પદે વરણી થઇ છે. અને આ ટુર્નામેંટ માટે જયપુરની ટીમને રાજસ્થાન રોયલ નામ આપવામાં આવ્યું છે.

મીડિયા દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ મેદાનની અંદર અને બહાર શેન વોર્ને શાનદાર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તે રાજસ્થાન રોયલને વધારે પ્રસિદ્ધિ અપાવશે તેવો અમને વિશ્વાસ છે. તેનું નેતૃત્વ તથા અનુભવ અમારી સફળતાનો વિકાસ કરશે અને તે રાજસ્થાન રોયલના ખેલાડીઓને એકસૂત્રે બાંધી શકશે. ટીમનો દરેક ખેલાડી વોર્નની રમત પ્રત્યેની કટિબદ્ધતાથી પ્રેરણા લેશે. શેન વોર્ને જણાવ્યું હતું કે હું ટીમનું નેતૃત્વ કરવા માટે આતુર છું અને મને આશા છે કે અમે વિજેતા ટીમ તરીકે જાહેર થઇશું.

બીજી તરફ આઇપીએલની ચેન્નાઇ ટીમને દક્ષિણ આફ્રિકાનો ભૂતપૂર્વ ક્રિકેટર કેપ્લર વેસલ્સ કોચિંગ આપશે. ઓસ્ટ્રેલિયન ટીમનું પણ પ્રતિનિધિત્વ કરી ચૂકેલો વેસલ્સ 20મી માર્ચે ચેન્નાઇ ટીમ એટલે કે, સુપરકિંગ્સ ટીમ સાથે જોડાઇ જશે. વેસલ્સની વરણીમાં ભારતના ભૂતપૂર્વ લેગ સ્પિનર શિવરામક્રિષ્ણનની ભૂમિકા મહત્ત્વની રહી છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments