Webdunia - Bharat's app for daily news and videos

Install App

યશસ્વી જયસ્વાલની તોફાની બેટિંગ, ઈગ્લેંડ વિરુદ્ધ લગાવી ડબલ સેચુરી, આવુ કરનારા બન્યા ત્રીજા ભારતીય

Webdunia
શનિવાર, 3 ફેબ્રુઆરી 2024 (11:34 IST)
Yashasvi Jaiswal Double Century: ભારત અને ઈગ્લેંડ વચ્ચે ટેસ્ટ શ્રેણીનો બીજો મુકાબલો ડો. વાઈએસ રાજશેખર  રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. આ મેચના પહેલા દિવસે  ટીમ ઈંડિયાએ 6 વિકેટ ગુમાવીને  336 રન બનાવ્યા હતા.  પહેલા દિવસના હીરો યશસ્વી જયસ્વાલે રમતના બીજા દિવસે પોતાના 179 ના વ્યક્તિગત સ્કોરને આગળ વગાવતા ડબલ સેંચુરી મારીને ઈતિહાસ રચી દીધો. તેમણે 277 બોલ પર 200 રનનો આંકડો પાર કર્યો. આ દરમિયાન તેમણે 18 ચોક્કા અને 7 સિક્સર લગાવી. 
 
આવુ કરનારા બન્યા ત્રીજા ભારતીય બેટ્સમેન 
ભારત માટે સુનિલ ગાવસ્કરે ફક્ત 21 વર્ષ 227 દિવસની વયે ટેસ્ટ ક્રિકેટમાં ડબલ સેંચુરી મારી હતી. બીજી બાજુ વિનોદ કાબલી તો ગાવસ્કર કરતા પણ આગળ છે. કાંબલીએ 21 વર્ષ 32 દિવસની વયે ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી ડબલ સેંચુરી મારે છે. હવે જાયસ્વાલે બેવડી સદી લગાવી અને તેમણે 22 વર્ષ 37 દિવસમાં આ કારનામુ કર્યુ છે. તેઓ ભારત માટે સૌથી ઓછી વયમાં ડબલ સેન્ચુરી મારનારા ત્રીજા બેટ્સમેન બન્યા છે. 
 
ટેસ્ટમાં ભારત માટે ડબલ સેંચુરી લગાવનારા સૌથી યુવા બેટ્સમેન 
 
21 વર્ષ 32 દિવસ - વિનોદ કાંબલી (1993)
21 વર્ષ 277 દિવસ - સુનીલ ગાવસ્કર (1971)
22 વર્ષ 37 દિવસ - યશસ્વી જયસ્વાલ (2023)*
 
WTC માં ભારત તરફથી ચોથી ડબલ સેંચુરી  
યશસ્વી જયસ્વાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી  બેવડી સદી ફટકારનાર ચોથો ખેલાડી બની ગયો છે. યશસ્વી જયસ્વાલ પહેલા મયંક અગ્રવાલ, વિરાટ કોહલી અને રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બેવડી સદી ફટકારી હતી. તે જ સમયે, ચાર વર્ષ પછી આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાના કોઈ બેટ્સમેને બેવડી સદી ફટકારી હોય.
 
WTC માં ભારત માટે ડબલ સેંચુરી મારનારા બેટ્સમેન  
 
215 - મયંક અગ્રવાલ
254* - વિરાટ કોહલી
212 - રોહિત શર્મા
243 - મયંક અગ્રવાલ
208* - યશસ્વી જયસ્વાલ (સમાચાર લખ્યા ત્યાં સુધી)

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

National Postal Worker Day- રાષ્ટ્રીય ટપાલ કર્મચારી દિવસનુ ઈતિહાસ અને રોચક તથ્ય, પોસ્ટ ઓફિસ ની જાણકારી,

Motivational Quotes in gujarati - ગુજરાતી સુવિચાર

હાર્ટ એટેકના કારણે અચાનક થઈ રહ્યા છે મોત, જાણો કેવી રીતે તમારા હાર્ટને બનાવશો મજબૂત?

ચોમાસામાં ચહેરો ધોતી વખતે ફોલો કરો આ ટિપ્સ, તમારી ત્વચા ચમકતી રહેશે.

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

વધુ જુઓ..

નવીનતમ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

આગળનો લેખ
Show comments