rashifal-2026

WPL 2025 Final: મુંબઈ ઈન્ડિયન્સે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને 8 રનથી હરાવીને જીત્યો બીજો ખિતાબ

Webdunia
શનિવાર, 15 માર્ચ 2025 (23:35 IST)
મહિલા પ્રીમિયર લીગ 2025 ની ફાઇનલ શનિવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા, મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા. ટીમ વતી હરમનપ્રીત કૌરે કેપ્ટનશીપની ઇનિંગ રમી. તેણે 44 બોલમાં સૌથી વધુ 66 રન બનાવ્યા. નેટ સેવર્ડ બ્રન્ટે 28 બોલમાં 30 રન બનાવ્યા. દિલ્હી તરફથી મેરિઝેન કાપ અને જેસ જોનાસને 2-2 વિકેટ લીધી.

<

Mumbai Indians is the winner of WPL 2025#WPL2025 #WPLFinal #MIvDC pic.twitter.com/ts5c1PeyXu

— Tata IPL 2025 Commentary (@IPL2025Auction) March 15, 2025 >
 
મુંબઈ ઈન્ડિયન્સે બીજો ખિતાબ જીત્યો
WPL 2025 ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ ને 8 રને હરાવીને પોતાનો બીજો ખિતાબ જીત્યો.
 
મુંબઈ ઈન્ડિયન્સ જીતની નજીક
નેટ સેવીર બ્રન્ટે મેરિઝેન કાપને આઉટ કરીને દિલ્હીને સાતમો ઝટકો આપ્યો છે. કેપ 26 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો.
 
16 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર
16 ઓવર પછી, દિલ્હીએ 6 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા. મેરિઝેન કાપ શાનદાર બેટિંગ કરી રહી છે, તેણે 20 બોલમાં 39 રન બનાવ્યા છે.
 
14 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર
દિલ્હી કેપિટલ્સે 14 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 93 રન બનાવ્યા હતા. અહીંથી તેમને જીતવા માટે 36 બોલમાં 57 રનની જરૂર છે.
 
 
13 ઓવર પછી દિલ્હી કેપિટલ્સ
13 ઓવર પછી, દિલ્હી 6 વિકેટે 84 રન પર સંઘર્ષ કરી રહી હતી. આ મેચ પર મુંબઈ ઈન્ડિયન્સની મજબૂત પકડ હોય તેવું લાગે છે.
 
10 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર
10 ઓવર પછી, દિલ્હી કેપિટલ્સે 4 વિકેટના નુકસાન પર 58 રન બનાવી લીધા છે. જેમિમા 22 રન પર બેટિંગ કરી રહી છે.
 
મુંબઈ ઈન્ડિયન્સને ચોથી સફળતા મળી
દિલ્હી કેપિટલ્સને એનાબેલ સધરલેન્ડના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો છે. 5 બોલમાં 2 રન બનાવ્યા બાદ તે સયાકા ઇશાકના બોલ પર સ્ટમ્પ આઉટ થઈ ગઈ.
 
દિલ્હીને ત્રીજો ઝટકો લાગ્યો
દિલ્હી કેપિટલ્સને જેસ જોનાસનના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે. તે ૧૫ બોલમાં ૧૩ રન બનાવીને આઉટ થઈ ગઈ. તેને અમેલિયા કેરે પેવેલિયન મોકલ્યો.
 
6 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર
6 ઓવર પછી, દિલ્હી કેપિટલ્સે 2 વિકેટ ગુમાવીને 37 રન બનાવી લીધા છે. જેમિમા 6 રન અને જેસ જોનાસન 13 રન બનાવીને રમતમાં છે.
 
બોલિંગમાં મુંબઈએ શાનદાર શરૂઆત કરી છે.
કેપ્ટન બાદ શેફાલી વર્મા પણ સસ્તામાં પેવેલિયન પરત ફરી. તેણે ફક્ત 9 રન બનાવ્યા. મુંબઈને 2 મોટી સફળતા મળી છે.
 
મુંબઈને મોટી સફળતા મળી
દિલ્હીને બીજા ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો. નેટ સાયવરે દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગને આઉટ કરી. કેપ્ટને માત્ર ૧૩ રનની ઇનિંગ રમી.
 
ક્રીઝ પર મેગ લેનિંગ અને શેફાલી વર્મા
દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનિંગ કરવા માટે શેફાલી વર્મા અને મેગ લેનિંગ ક્રીઝ પર આવી છે.
 
દિલ્હીને જીત માટે 150 રનનો લક્ષ્યાંક મળ્યો
મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને જીત માટે 150 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 66 રનની ઇનિંગ રમી. નેટ સાયવર-બ્રન્ટે 30 રનનું યોગદાન આપ્યું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

મિનિટોમાં ઘરે સ્વાદિષ્ટ બીટરૂટ-નાળિયેરની ચટણી બનાવો, તેની સરળ રેસીપી હમણાં જ નોંધી લો

નવા વર્ષમાં વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો હેલ્થી ડાયેટિંગથી કરો શરૂઆત, જાણો જાન્યુઆરી કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

શાહરૂખ ખાન પર વિવાદ કેમ ? બોલીવુડ સુપરસ્ટારે એવુ તો શુ કર્યુ ? 5 પોઈંટમાં સમજો

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

આગળનો લેખ
Show comments