Webdunia - Bharat's app for daily news and videos

Install App

T20 World Cup 2024 માટે ટીમ ઈંડિયાનુ એલાન, રોહિતની કપ્તાનીમાં રમશે આ ખેલાડી

Webdunia
બુધવાર, 1 મે 2024 (09:39 IST)
Team India squad For T20 World Cup 2024: આઈપીએલ 2024 ના ઠીક પછી ટી20 ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેંટ ટી20 વર્લ્ડ કપ રમાશે. 1 જૂનથી ટી20 વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે જે વેસ્ટઈંડિઝ અને અમેરિકાની સંયુક્ત મેજબાનીમાં રમાશે. આ ટૂર્નામેંટ માટે ટીમ ઈંડિયાનુ એલાન કરવામાં આવ્યુ છે. આ ટૂર્નામેંટમાં ટીમ ઈંડિયાની કમાન રોહિત શર્મા સાચવશે. 
 
 
રોહિતની કપ્તાનીમાં રમશે આ ખેલાડી 
રોહિત શર્મા એકવાર ફરી ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈંડિયાની કપ્તાની કરશે. બીજી બાજુ વિરાટ કોહલીને પણ આ ટીમમાં સ્થાન મળ્યુ છે. બીજી બાજુ ઋષભ પંતની ટીમ ઈંડિયામાં કમબેક થયુ છે. તેમણે ટીમ ઈંડિયા માટે પોતાની અંતિમ મેચ ડિસેમ્બર 2022માં રમી હતી. બીજી બાજુ સંજુ સૈમસન અને શિવમ દુબેને પણ ટીમમાં લેવામાં આવ્યા છે. 
 
ટ્રોફીની રાહ જોવાનો અંત લાવવાની જવાબદારી
ટીમ ઈન્ડિયા છેલ્લા 11 વર્ષથી કોઈ ICC ટ્રોફી જીતી શકી નથી. તે જ સમયે, ભારતે છેલ્લે 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટની પ્રથમ આવૃત્તિ હતી, જેમાં એમએસ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટ જીતી હતી. આવી સ્થિતિમાં આ વખતે ભારતીય ખેલાડીઓની નજર ટ્રોફીની લાંબી રાહનો અંત લાવવા પર રહેશે.
 
ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ,  મોહમ્મદ સિરાજ.

<

India’s squad for ICC Men’s T20 World Cup 2024 announced

Let's get ready to cheer for #TeamIndia #T20WorldCup pic.twitter.com/jIxsYeJkYW

— BCCI (@BCCI) April 30, 2024 >
 
ટ્રાવેલિંગ રિઝર્વ 
 
રિંકુ સિંહ, શુભમન ગિલ, ખલીલ અહેમદ અને અવેશ ખાન
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments