Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rishabh Pant ની સાથે કરોડોની દગાબાજી, ક્રિકેટરે જ દિલ્હી કૈપિટલ્સના કપ્તાન સાથે કરી છેતરપિંડી

Webdunia
મંગળવાર, 24 મે 2022 (10:21 IST)
Rishabh Pant Duped By A Cricketer: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કિપર બેટ્સમેન અને દિલ્હી કૈપિટલ્સના કપ્તાન ઋષભ પંત સાથે દગાબાજીનો મામલો સામે આવ્ય્યો છે. પંતે હરિયાણાના ક્રિકેટર મૃણાંક સિંહ વિરુદ્ધ 1.6 કરોડની દગાબાજીનો મામલો નોંધાવ્યોછે. ઋષભ પંતને લકઝરી ઘડિયાળ સસ્તા ભાવમાં અપાવવાની લાલચ આપીને મૃણાંક સિંહે તેમની સાથે છેતરપિંડી કરી છે.  મૃણાંક એક બિઝનેસમેન પાસેથી 6 લાખની ઠગાઈના મામલે અગાઉથી જ મુંબઈના આર્થર રોડ જેલમાં બંધ છે. 
 
ઋષભ પંતના મેનેજર પુનીત સોલંકીના અનુસાર, મૃણાકે બાઉન્સ ચેક દ્વારા તેમની સાથે છેતરપિંડી કરી હતી. મિડ-ડેની એક રિપોર્ટ મુજબ, પંતે પોતાની ફરિયાદમાં જણાવ્યુ, "જાન્યુઆરી 2021માં મૃણાકે મને અને મેનેજર સોલંકીને જણાવ્યુ હતું કે તેણે લક્ઝરી ઘડિયાળો, બેગ્સ, જ્વેલરી વગેરેનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેણે ઘણા ક્રિકેટરોને પોતાના ગ્રાહકો તરીકે પણ ઓળખાવ્યા હતા.  તેણે પંતના મેનેજરને ખોટા વચનો આપ્યા કે તે તેમને સસ્તા ભાવે લક્ઝરી ઘડિયાળો અને અન્ય વસ્તુઓ આપવશે. આરોપીની વાત પર વિશ્વાસ કરીને, પંતે તેને ફેબ્રુઆરી 2021માં એક લક્ઝરી ઘડિયાળ અને કેટલાક ઘરેણાં રિસેલ માટે પ્યા હતા, જે તેણે 65 લાખ 70 હજાર 731 રૂપિયામાં ખરીદ્યા હતા. આરોપીઓએ તે પણ હજુ સુધી પરત કર્યા નથી. 
 
મે ની શરૂઆતમાં જુહુ પોલીસે 6 લાખ રૂપિયાની દગાબાજીના આરોપમાં મૃગાંકની ધરપકડ કરી હતી. ઋષભ પંત આ ખેલાડી પાસેથી ફ્રૈંક મુલર વૈનગાર્ડ યાચિંગ શ્રેણીમાંથી એક ઘડિયાળ ખરીદવા માંગતો હતો, જે માટે સવા 36 લાખ રૂપિયાનુ પેમેંટ કર્યુ હતુ. સાથે જ રિચર્ડ મિલની એક ઘડિયાળ માટે સાઢા 62 લાખ રૂપિયા પણ આપ્યા હતા. 
 
IPL 2022માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. પંતની કેપ્ટનશીપવાળી ટીમ પ્લેઓફમાં સ્થાન બનાવી શકી નથી. દિલ્હીએ 14માંથી 7 મેચ જીતી હતી. પંતની ટીમ 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5મા સ્થાને છે. છેલ્લી મેચમાં પંતના કેટલાક ખોટા નિર્ણયે તેમની ટીમને પ્લેઓફમાં જતા અટકાવ્યો હતો. સાથે જ પંતને દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ આ ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - તું મારી દુનિયા છે.

ગુજરાતી જોક્સ - બાબુ આઈ લવ યુ

ગુજરાતી જોક્સ - મારી દારૂની લત દૂર કરો

ઓમકારેશ્વર જોવાલાયક સ્થળો

Bigg Boss 18 Winner: કરણવીર મહેરા બન્યા 'બિગ બોસ 18' ના વિનર, ટ્રોફી સાથે આટલી જીતી મોટી રકમ

વધુ જુઓ..

નવીનતમ

શુ પીળા દાંતને કારણે હસવામાં પણ આવે છે શરમ ? જીદ્દી પીળાશને ખેંચીને કરશે બહાર આ દેશી ઉપાય, 2 મિનિટમાં ચમકી જશે બત્રીસી

વેજીટેબલ સેન્ડવીચ બનાવો

26 મી જાન્યુઆરી શાયરી/ Republic day wishes in gujarati,

આળસુ બ્રાહ્મણ

સવારે ઉઠતા જ જરૂર પીવો મેથીનું પાણી, વજન ઘટાડવા માટે સૌથી અસરકારક ઉપાય

આગળનો લેખ
Show comments