IND vs PAK: એશિયા કપ 2025 નો છઠ્ઠો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાયો. જેમા ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર જીત નોંધાવી. ટીમ ઈંડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવી અને ટૂર્નામેંટમાં સતત બીજી જીત નોંધાવી. ટીમ ઈંડિયાની સામે પાકિસ્તાનની ટીમ દરેક મોરચે નિષ્ફળ રહી. મેચ ખતમ થયા બાદ પાકિસ્તાનના ખેલાડીઓને ભારે શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.
<
The internets cutest clip today? Fans singing Happy Birthday to SKY after the win
— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
ટીમ ઈંડિયાએ કર્યુ ઈગ્નોર
ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર યાદવે 16મી ઓવરની 5 મી બોલ પર શાનદાર સિક્સર મારીને ટીમ ઈંડિયાને જીત અપાવી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા વગર મેદાન બહાર જતા રહ્યા. સૂર્યા અને શિવમ ઉપરાંત ટીમ ઈન્દિયાના બાકી ખેલાડી પ ણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવા ડ્રેસિંગ રૂમની બહાર ન આવ્યા. આવામાં પાકિસ્તાની ખેલાડી મેદાન પર હેંડશેક કરવા માટે ટીમ ઈંડિયાના ખેલાડીઓની રાહ જોતા રહ્યા, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ક્રિકેટ મેચ ખતમ થતા સામાન્ય રીતે બંને ખેલાડી હાથ મિલાવતા જોવા મળે છે. પણ આ મેચમાં આવુ કશુ પણ જોવા મળ્યુ નહી. આ જ કારણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ મેચ રમત કરતા આ નો હેંડશેક ઘટનાને લઈને વધુ ચર્ચામાં છે.