Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mrinank Singh: ક્રિકેટરમાંથી ઠગ બનેલ મૃણાંક સિંહ થયો અરેસ્ટ, હોટલ માલિકોથી લઈને ઋષભ પંત સુધી દરેકને લગાવી ચુક્યો છે ચુનો, જાણો ક્રાઈમ કુંડળી

Webdunia
ગુરુવાર, 28 ડિસેમ્બર 2023 (14:58 IST)
Mrinank Singh
Mrinank Singh cheated Rishabh Pant and Taj Palace: કેટલાક લોકો ખોટા કામોમાં પણ ઈતિહાસ બનાવે છે અને રેકોર્ડ તોડીને ગુનેગાર બની જાય છે. અહી વાત ક્રિકેટરમાંથી ઠગ બનેલા મૃણાંક સિંહની છે જેણે લોકોને ક્રાઈમની દુનિયામાં જાણીતા રહેલા સૌથી મોટા ફ્રોડ નટવરલાલ ની યાદ અપાવી દીધી. નટવરલાલનુ અસલી નામ મિથિલેશ હતુ. મિથિલેશે સાંસદ અને રાષ્ટ્રપતિ ભવનને વેચી દીધુ હતુ તો મૂણાંકે હોટલ તાજ અને ઋષભ પંત જેવા ક્રિકેટરોને કરોડોનો ચુનો લગાવી દીધો.  પણ અપરાધી કેટલો પણ ચાલાક કેમ ન હોય કાનૂનના લાંબા હાથ તેને એક સમયે તો દબોચી જ લેશે. મૃણાંક સિંહ સાથે પણ આ જ થયુ અને તે પોલીસના સંકજામાં આવી ગયો. બહુરૂપી મૃણાંક સિંહની ક્રાઈમ સ્ટોરી તમને હેરાન કરી દેશે.  
 
ફ્રોડિયા જેને લોકોને પહેરાવી ટોપી 
 
ઉત્તર ભારતની એક મોટી બેલ્ટ, ખાસ કરીને યુપીમાં છેતરપિંડી કરવામાં માહેર એવા ગુનેગારોને ફ્રડિયા કહેવામાં આવે છે. અહી જે ફ્રોડિયાની ક્રાઇમ સ્ટોરી અમે તમને અહીં બતાવી રહ્યા છીએ, તે બહુરૂપિયો મૃણાંક સિંહ એવા લોકોને ભરપૂર વિશ્વાસ સાથે છેતરતો હતો જેઓ સ્તબ્ધ રહી ગયા હતા. તે ચતુરાઈથી તેના ગુનાની ખૂબ જ સચોટ અને ટૂંકી સ્ક્રિપ્ટ લખતો હતો. ક્યારેક તે IPS ઓફિસર હોવાનો ઢોંગ કરીને લોકોને છેતરતો હતો તો ક્યારેક બિઝનેસમેન હોવાનો ઢોંગ કરીને પૈસા પડાવી લેતો હતો.
 
જ્યારે જાણીતી હસ્તિયોને લગાવ્યો કરોડોનો ચુનો 
 
મૃણાંક સિંહ આઈપીએલથી લઈને રણજી રમી ચુક્યો છે. પહેલા ખેલાડી બનીને તેને પ્રસિદ્ધિ મેળવી અને પછી ગુનાની બદનામીના ઊંડા કીચડમાં ઉતરી ગયો. તે નોર્થ કૈપસથી બીકોમ ગ્રેજ્યુએટ છે.  તેણે રાજસ્થાનથી MBA કર્યુ છે.   તેની સામે જુહુ, કરનાલ અને મોહાલીમાં પણ ગુનાહિત કેસ નોંધાયેલા છે. પૂછપરછ દરમિયાન, તેણે ખુલાસો કર્યો કે તેણે મુંબઈ ઈન્ડિયન ટીમનો ક્રિકેટર હોવાનો ઢોંગ કરીને ઘણા લક્ઝરી રિસોર્ટ/હોટલમાંથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેના મોબાઈલ ફોનના વધુ વિશ્લેષણમાં જાણવા મળ્યું કે તેની છેતરપિંડી અને ઢોંગનો અનેક ભોગ બન્યા છે. આવા અનેક કાંડ કરી ચૂકેલા મૃણાંકની 25 ડિસેમ્બરે IGI એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે હોંગકોંગની ફ્લાઈટ પકડવા જઈ રહ્યો હતો, જોકે તે પછી પણ તેણે પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થયો ન હતો.
 
અનેક શહેરોમાં અપરાધ 
 
મૃણાંક સિંહ લોકો પાસેથી પૈસા પડાવી લેતો હતો. લકઝરી વસ્તુઓની ઠગી કરવી તેના ડાબા હાથની રમત હતી. ગયા વર્ષે મે  2022 મા આરોપીએ જાણીતા ક્રિકેટર ઋષભ પંત સાથે એક કરોડથી વધુની દગાબાજી કરી  નાખી. આ ઉપરાંત તેણે અનેક મોડલ્સ અને હોટલો અને અન્ય લોકો પાસેથી પૈસા પડાવી લીધા. એક પછી એક ઠગી અને   અને છેતરપિંડીના મોટા ગુના કરવા છતાં તે સતત કાયદાની આંખમાં ધૂળ ફેંકતો હતો. હવે દિલ્હી પોલીસે તાજ પેલેસ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં તેની ધરપકડ કરી છે. જુલાઈ 2022 માં, હોટેલ તાજ પેલેસના મેનેજરે ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મૃણાક સિંહ ગયા વર્ષે જુલાઈમાં એક અઠવાડિયા સુધી હોટલમાં રોકાયો હતો અને તેનું 5,53,362 રૂપિયાનું બિલ ચૂકવ્યા વિના જ નીકળી ગયો હતો.. જ્યારે બિલ ચૂકવવાનું કહેવામાં આવ્યું ત્યારે મૃણાંકે કહ્યું કે એડિડાસ તેના રોકાણને સ્પોન્સર કરી રહી છે અને તે તેના માટે ચૂકવણી કરશે. આગળ તેણે પોતાના ડ્રાઈવરને હાથે ચેક મોકલવાનું કહ્યું પરંતુ પછી તે ફરી ગયો.  
 
આ દરમિયાન તેણે રૂ. 2,00,000/-ના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો UTR નંબર: SBIN119226420797 શેર કર્યો, જે શંકાસ્પદ જણાયો હતો. આ પછી મૃણાંક સિંહ અને તેના મેનેજર ગગન સિંહનો પેમેન્ટ માટે તેમના મોબાઈલ પર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ ફાયદો ન થયો. લેણાંની ચુકવણી માટે તેનો ઘણી વખત સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ દરેક વખતે તેઓએ ખોટા નિવેદનો અને વચનો આપ્યા હતા અને હંમેશા ખોટી માહિતી આપી હતી. તેથી, તેની સામે ચાણક્ય પુરી પોલીસ સ્ટેશનમાં FIR નંબર 207/2022, U/S 420 IPC હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેમને CRPCની કલમ 41A હેઠળ નોટિસ આપવામાં આવી હતી. હાલ તેની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. કેસની તપાસ હજુ ચાલુ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે સૂતા પહેલા દૂધમાં નાખીને પીશો આ પીળો મસાલો, તો ઈમ્યુનીટી થશે મજબૂત, ઈન્ફેકશન થશે દૂર

Monsoon cloth Drying tips- વરસાદમા ભીના કપડાથી દુર્ગંધ રોકવા માટે કરો આ 5 કામ

છત્તીસગઢી ડુબકી કઢી બનાવો અને ભાતનો સ્વાદ વધારવો

બદલાતી ઋતુમાં તમને UTI ન થાય તે માટે કરો આ 5 કામ

સરસવના તેલથી પગના તળિયાની કરો માલીશ, અનેક બીમારીઓ થશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

જોક્સ - લગ્ન

જોક્સ - સોના બાબૂ

Marriage પછી સોનાક્ષી-ઝહીરનું પહેલું ફેમિલી ડિનર, સાસુ અને સસરા નવી પરણેલી વહુને ભેટી પડ્યા

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

આગળનો લેખ
Show comments