Biodata Maker

જાણો બેંગલુરૂ ટી-20ના ગેમ ચેંજર યુજવેન્દ્ર ચહલ વિશે

Webdunia
ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2017 (12:35 IST)
ભારતની ત્રીજી ટી-20 મેચમાં ઈગ્લેંડને 75 રનથી હરાવીને 3 મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી. આ મેચમાં ટીમ ઈંડિયાની જીતના હીરો રહ્યા હરિયાણાના યુઝવેન્દ્ર ચહલ. ચહલે મેચમાં 4 ઓવરમાં 25 રન આપીને 6 વિકેટ લીધી. ચહલના પ્રદર્શનથી તેમના માતા-પિતાને ખૂબ ખુશી છે. જાણો કોણ કોણ છે યુઝવેન્દ્રની ફેમિલીમાં.. 
 
- યુઝવેન્દ્ર મૂળ રૂપે હરિયાણાના જીંદ જીલ્લાના દરિયાવાલ ગામના રહેનારા છે. 
- તેમના પિતા ગામથી જીંદની પટિયાલા ચૌક રહેવા લાગ્યા હતા. તેઓ એક મધ્યમવર્ગીય પરિવારથી છે. 
- યુજવેન્દ્રના પિતા કે કે ચહલ જીંદ કોર્ટમાં એડવોકેટ છે અને માતા સુનીતા દેવી ગૃહીણી છે. 
- પરિવારમાં યુજવેન્દ્ર સૌથી નાના છે અને તેમની મોટી બે બહેનો છે. જે ઓસ્ટ્રેલિયામાં રહે છે.  

ખેતરમાં પિચ બનાવીને કરતા હતા પ્રેકટિસ 

- યુજવેન્દ્રના પ્રદર્શનથી તેમના પિતા એડવોકેટ કેકે ચહલ અને તેમની માતા સુનીતા દેવી ખૂબ જ ખુશ છે. 
- રાતથી જ સગા સંબંધીઓને શુભેચ્છા સંદેશ અને ફોન આવી રહ્યા છે. 
- યુજવેન્દ્ર વિશે ચર્ચા કરતા તેમના પિતા એડવોકેટ કેકે ચહલ બતાવે છે, "મારા સપનુ હતુ કે પુત્ર સફળ થાય.  તેણે ક્રિકેટ રમવાની ઈચ્છા બતાવી તો તેની એ ઈચ્છા પૂરી કરવા માટે અમે તેનો  પૂરો સાથ આપ્યો." 
- "અભ્યાસમાં યુજવેન્દ્રનુ વધુ મન લાગતુ નહોતુ." 
- 2004 માં મે પોતાના દોઢ એકર ખેતરમાં યુજવેન્દ્ર માટે સ્પેશ્યલ પિચ તૈયાર કરાવી. ત્યા તેણે પ્રેકટિસ શરૂ કરી. 
- "2011 સુધી તેને ખેતરમાં જ પ્રેકટિસ કરી. જ્યારે તેને અંડર-19માં સિલેક્શન થયુ તો મને પહેલીવાર લાગ્યુ કે એક દિવસ અમારુ સપનુ જરૂર સાચુ પડશે." 
- ત્યારબાદ રણજી ટ્રોફી, આઈપીએલ અને હવે ભારતીય ક્રિકેટ ટીમમાં તેનુ પસંદગી થઈ" 
- પુત્રના પ્રદર્શનથી ખુશ માતા-પિતાએ કહ્યુ, 'છેવટે યુજવેન્દ્દ્રની મહેનત રંગ લાવી. અમારુ સપનુ બસ પુર્ણ થયુ.' 
 
 

રાજમા-રાઈસ છે યુજવેન્દ્રની ફેવરેટ ડિશ 

 
- યુજવેન્દ્રની મા સુનીતા દેવી બતાવે છે કે  ખાવામાં સૌથી ફેવરેટ ડિશ રાજમા-રાઈસ અને લસણની ચટણી હોય છે. 
- ખાવામાં બંને ટાઈમ તે લસણની ચટણી જરૂર ખાય છે. દૂધ પીવાની એ ત્યારેય ના નથી પાડતો 
- પહેલા ઈંડા પણ નહોતો ખાતો પણ કોચે મસલ્સ પ્રોબ્લેમ બતાવીને નોનવેઝ ખવડાવવુ શરૂ કરી દીધુ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલના લગ્ન રદ

આગળનો લેખ
Show comments