Dharma Sangrah

IND vs ENG Final : અંગ્રેજોની કરી 'ધુલાઈ', ટીમ ઈન્ડિયા ફરી બની 'વર્લ્ડ કિંગ': U19 વર્લ્ડ કપમાં ભારતનો ડંકો

Webdunia
શુક્રવાર, 6 ફેબ્રુઆરી 2026 (22:01 IST)
ભારતીય યુવા બ્રિગેડે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ક્રિકેટ જગતમાં ભારતનું ભવિષ્ય  અત્યંત સુરક્ષિત છે. હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને 100 રનથી માત આપીને ૬ઠ્ઠી વખત ICC અંડર-૧૯ વર્લ્ડ કપ ટ્રોફી પર પોતાનો કબજો જમાવ્યો છે. આ વિજયના અસલી હીરો14  વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશી રહ્યા, જેમણે ૧૭૫ રનની ઐતિહાસિક ઇનિંગ રમીને અંગ્રેજ બોલરોને ઘૂંટણિયે લાવી દીધા હતા.
 

વૈભવ સૂર્યવંશીનું વાવાઝોડું: ૧૭૫ રન અને અનેક રેકોર્ડ્સ
 

ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો. જોકે, ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર એરોન જ્યોર્જ માત્ર ૯ રને આઉટ થયો હતો. પરંતુ ત્યારપછી મેદાન પર જે જોવા મળ્યું તે ઇતિહાસ બની ગયું. વૈભવ સૂર્યવંશીએ માત્ર ૮૦ બોલમાં ૧૭૫ રન ફટકારીને ઈંગ્લેન્ડના બોલરોની 'ધુલાઈ' કરી હતી.
 
• રેકોર્ડ બ્રેકિંગ ઇનિંગ: વૈભવે પોતાની ઇનિંગમાં ૧૫ ચોગ્ગા અને ૧૫ છગ્ગા ફટકાર્યા હતા.
• ફાસ્ટેસ્ટ સેન્ચુરી: તેણે માત્ર ૫૫ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જે અંડર-૧૯ વર્લ્ડ કપ ફાઇનલના ઇતિહાસની સૌથી ઝડપી  સદી છે.
• મજબૂત સાથ: કેપ્ટન આયુષે ૫૧ બોલમાં ૫૩ રનની જવાબદાર ઇનિંગ રમીને વૈભવ સાથે ૧૪૨ રનની ભાગીદારી નોંધાવી હતી. 
 

ભારતે ખડક્યો ૪૧૧ રનનો પહાડ

 
વૈભવની તોફાની ઇનિંગ અને અંતિમ ઓવરોમાં બેટ્સમેનોના આક્રમક પ્રદર્શનને કારણે ભારતે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૪૧૧ રન બનાવ્યા હતા. અંડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. ઈંગ્લેન્ડ માટે ૪૧૨ રનનો ટાર્ગેટ પહાડ ચઢવા જેવો હતો.
 
ઈંગ્લેન્ડની લડત અને ભારતીય બોલરોનો પ્રહાર
 
વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખૂબ જ ધીમી રહી હતી. ભારતીય બોલરોએ શરૂઆતથી જ સચોટ લાઈન અને લેન્થ પર બોલિંગ કરીને દબાણ બનાવી રાખ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી કાલેબ ફાલ્કનરે (૧૧૫ રન) સદી ફટકારીને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પૂરતું ન હતું.
 
ભારતીય બોલર આર.એસ. અંબરીશે ૩ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડની કમર તોડી નાખી હતી. અંતે, ઈંગ્લેન્ડની આખી ટીમ ૪૦.૨ ઓવરમાં ૩૧૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
 

અણનમ ચેમ્પિયન: ભારતનો દબદબો

 
ભારતીય ટીમ આ આખા ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વગર અણનમ રહીને વિજેતા બની છે. આ જીત સાથે ભારતે ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૮, ૨૦૨૨ અને હવે ૨૦૨૬ માં એમ કુલ ૬ વખત ખિતાબ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હાઈ યુરિક એસિડમાં ક્યા દુઃખાવો થાય છે ? જાણો કેવી રીતે કરશો કંટ્રોલ

ઉનાળામાં ઠંડક આપતી રસદાર શરબત ઘરે કેવી રીતે બનાવવી: ધ્યાનમાં રાખવા જેવી 3 વાનગીઓ

Tenali rama story -તેનાલી રામની વાર્તા: ઘાઘરીમાં સમુદ્ર

Top 50 Shree letter baby Names- શ્રી થી શરૂ થતા છોકરા - છોકરીઓના નામ

Creamy Corn Cheese - ક્રીમી કોર્ન ચીઝ

વધુ જુઓ..

નવીનતમ

'ભૂત બંગલા' એ અક્ષય કુમાર અભિનીત બીજી મોટી ફિલ્મ, જે ધુરંધર 2 કરતા નાની અને તેને જોવામાં લાગશે આટલા કલાક

ગુજરાતી જોક્સ - મજેદાર જોકસ

ગુજરાતી જોક્સ - મેકઅપ

સોનમ કપૂરે પુત્રને આપ્યો જન્મ, બીજીવાર બની મા.. સોનમ આ પહેલા વાયુની મા બની હતી

ઘુરંઘર 2 મા ફરી છવાયુ 37 વર્ષ જુનુ ગીત, ઓરિજિનલ સિંગરે કહ્યુ આભાર, બોલી - સમ્માન મળ્યુ

આગળનો લેખ
Show comments