Webdunia - Bharat's app for daily news and videos

Install App

U19 WC IND vs BAN ફાઇનલ : ભારતના 107/2, યશસ્વી જયસ્વાલ શાનદાર પ્રદર્શન

Webdunia
રવિવાર, 9 ફેબ્રુઆરી 2020 (15:30 IST)
અંડર-19 વર્લ્ડ કપની આજની મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશે પોતાના પ્લેઇંગ ઇલેવનમાં એક બદલાવ કર્યો છે. ત્યાં જ ટીમ ઇન્ડિયાએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ પણ પ્રકારનો બદલાવ કર્યો નથી.
 
બાંગ્લાદેશે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ કારણથી ભારત તેને હળવાશથી લેવાનો પ્રયાસ કરશે નહીં. ભારતની બેટિંગ શક્તિશાળી છે અને યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કરીને ત્રણ અડધી સદી તથા એક સદી નોંધાવી છે. આ ઉપરાંત તે ટૂર્નામેન્ટમાં સર્વાધિક રન નોંધાવી ચૂક્યોછે. સેમિફાઇનલમાં પાકિસ્તાન સામેની સદીના કારણે ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બોલિંગમાં કાર્તિક ત્યાગી, સુશાંત મિશ્રા, રવિ બિશ્નોઇ તથા અથર્વ અંકોલેકર સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે.
 
વર્લ્ડકપમાં ભારત બાંગ્લાદેશ સામે જીત્યું છે 3 મેચ
 
અંડર 19 વર્લ્ડકપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 4 મુકાબલા રમાયા છે. જેમાંથી ભારતનો 3 મેચમાં વિજય થયો છે અને 1 મેચમાં બાંગ્લાદેશની જીત થઈ છે. બંને દેશો વચ્ચે કુલ 23 મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 18માં જીત મેળવી છે, જ્યારે બાંગ્લાદેશે માત્ર ત્રણ મેચ જીતી છે. બે મેચ વરસાદના કારણે રદ કરી દેવામાં આવી છે.
 
સચિને પાઠવી શુભકામના
 
અંડર-19 વર્લ્ડકપ ફાઇલનમાં ભારત-બાંગ્લાદેશ મુકાબલાને લઈ સચિન તેંડુલકરે ટ્વિટ કરીને લખ્યું, ‘તમે સારું પ્રદર્શન ચાલુ રાખશો અને ભારત માટે જીત હાંસલ કરશો તેવી આશા છે.’
 
 અંડર 19 વર્લ્ડ કપના કેટલાક ખાસ રેકોર્ડ પર નજર
 
- ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડકપ સૌથી વધુ (4) વખત જીત્યો છે.
 
- ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનના નામે એક અંડર-19 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેણે આ ઉપલબ્ધિ 2004ના વર્લ્ડકપમાં મેળવી હતી.
 
- આઈસીસી અંડર-19 વર્લ્ડકપમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ ઈયોન મોર્ગનના નામે છે.
 
- ભારત આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. ભારતે આ ટુર્નામેન્ટમાં 58 મેચ જીતી છે અને 18 મેચમા હાર થઈ છે.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments