Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેમસ ક્રિકેટરનો બાઈક અકસ્માત, ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ક્રિકેટર ગંભીર રીતે ઘવાયા

Webdunia
ગુરુવાર, 21 માર્ચ 2024 (09:37 IST)
Cameron Bancroft Accident: ઓસ્ટ્રેલિયન બેટ્સમેન કેમરન બેનક્રોફ્ટ બાઇક અકસ્માતનો શિકાર બન્યો છે. આ અકસ્માતમાં કેમરૂન બેનક્રોફ્ટને ગંભીર ઈજા થઈ છે. તે જ સમયે, આ દુર્ઘટના પછી તે શેફિલ્ડ શિલ્ડની ફાઇનલમાં રમી શકશે નહીં.   વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને તાસ્માનિયા વચ્ચે શેફિલ્ડ શીલ્ડની ફાઈનલ રમાશે, પરંતુ અકસ્માત બાદ કેમરૂન બૅનક્રોફ્ટ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયન ટીમમાં રમી શકે નહિ. મીડિયા રીપોર્ટ મુજબ  કેમેરોન બૅનક્રોફ્ટની ગેરહાજરીમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયા એરોન હાર્ડી સાથે  તસ્માનિયા સામે શેફિલ્ડ શિલ્ડ ફાઇનલમાં મેદાનમાં ઉતરી શકે છે.

<

BREAKING: Cameron Bancroft has been ruled out of the Sheffield Shield final after falling off his bike and hitting his head.
Understand the incident happened on Sunday and that Teague Wyllie will be added to the squad. More soon @TheWestSport https://t.co/lmnVFqgHru

— Jackson Barrett (@jbarrettsport) March 19, 2024 >
 
આવું રહ્યું કેમરૂન બૅનક્રોફ્ટનું ઈન્ટરનેશનલ કરિયર  
 
જો કેમેરોન બેનક્રોફ્ટની કારકિર્દી પર નજર કરીએ તો અત્યાર સુધી તેણે 10 ટેસ્ટ મેચ અને 1 ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. કેમરૂન બેન્ક્રોફ્ટે ટેસ્ટ મેચોમાં 26.24ની એવરેજથી 446 રન બનાવ્યા છે. અત્યાર સુધી  કેમરૂન બૅનક્રોફ્ટ ઑસ્ટ્રેલિયા તરફથી રમેલ ટેસ્ટ મેચોમાં સેન્ચુરી ફટકારવામાં નિષ્ફળ રહ્યો છે, પરંતુ તેણે ત્રણ વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. જો કે, શેફિલ્ડ શીલ્ડ ફાઈનલ પહેલા કેમેરોન બેન્ક્રોફ્ટની ઈજાને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
 
આ દિગ્ગજો વગર ફાઈનલમાં ઉતરશે વેસ્ટર્ન ઓસ્ટ્રેલીયા ટીમ  
 
સાથે જ કેમરૂન બૅનક્રોફ્ટે આ સિઝનમાં શેફિલ્ડ શીલ્ડમાં સારું પ્રદર્શન કર્યું છે. આ સિઝનમાં કેમરૂન બેનક્રોફ્ટે 778 રન બનાવ્યા છે. આ સિઝનમાં, તે તેની ટીમ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા માટે બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે  શેફિલ્ડ શીલ્ડ ફાઇનલમાં તાસ્માનિયા સામે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તેના ઘણા દિગ્ગજો વગર ફાઈનલમાં ઉતરશે. મિશેલ માર્શ, કેમેરોન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન ટર્નર અને જ્યે રિચર્ડસન જેવા ખેલાડીઓ IPLને કારણે રમી શકશે નહીં.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments