Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના આ શહેરોમાં લૉકડાઉનના ચુસ્ત અમલ માટે પેરા મિલિટરી દળની ટીમો ઉતારી

ગુજરાત
Webdunia
સોમવાર, 13 એપ્રિલ 2020 (11:54 IST)
ગુજરાતમાં લૉકડાઉનનો કડક અમલ સુનિશ્ચિત કરવા પોલીસ વિભાગ અવિરત કામ કરે છે તેમાં નાગરિકોનો સહયોગ જરૂરી છે. લૉકડાઉનના અમલ દરમિયાન પોલીસ વિભાગની કામગીરીની વિગતો માધ્યમોને આપતાં શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં કોરોના સંક્રમણને ઝડપભેર રોકવા લૉકડાઉનના ચુસ્ત અમલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેરા મિલિટરી દળની પાંચ કુમક ફાળવાઈ છે. 
 
જેમાં 2 બીએસએફ, 2 સીઆઈએસએફ અને 1 સીઆરપીએફની મહિલા ટુકડીનો સમાવેશ થાય છે. જે પૈકી અમદાવાદમાં 2, સુરતમાં 2 તથા વડોદરામાં 1 કુમક ફાળવવામાં આવી છે તેમજ રેપીડ એક્શન ફોર્સની 4 કંપનીઓ કાર્યરત રહેશે. કોરોનાના સંક્રમણને અટકાવવા રાજ્યના ક્લસ્ટર કોરન્ટાઈન વિસ્તારોમાં પોલીસ તંત્રની મદદથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બને તથા આરોગ્ય કર્મચારીઓને સુરક્ષા મળી રહે તે માટે પૂરતો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે.
 
કોરોના વાયરસ સબંધિત ખોટા સમાચારો તથા ખોટી માહિતીને ઓળખવાનો અને શક્ય તેટલી કોરોના વાયરસ સંબંધિત અધિકૃત માહિતીનો પ્રચાર અને પ્રસાર કરવાના હેતુથી તેમજ સોશ્યલ મીડિયા દ્વારા ફેલાતી અફવાઓ અને ખોટી માહિતીને નશ્યત કરવા રાજ્યના સાયબર સેલ દ્વારા www.fakenews.gujaratcybercrime.org વેબસાઈટ કાર્યરત કરવામાં આવી છે, જેના ઉપર નાગરિકો અફવા કે ખોટી માહિતી અંગેની ખરાઈ અને ફરિયાદ પણ કરી શકશે. 
 
લૉકડાઉન દરમિયાન લૉકડાઉનનો ભંગ બદલ તથા મોટર વાહન કાયદા હેઠળની જોગવાઇઓ મુજબ પોલીસ દ્વારા ડીટેઇન કરેલા વાહનો મુક્ત કરાવવા વાહન માલિકને પોલીસ તથા આર.ટી.ઓ એમ બે કચેરીએ જવું ન પડે તથા સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જળવાય તે હેતુથી લૉકડાઉન દરમિયાન વાહન ડીટેઇન કરવાના ગુન્હાઓ સમાધાન શુલ્ક લઇ ત્વરિત નિકાલ કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે આ માટે જાહેરનામા દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા તેની ઉપરના પોલીસ અધિકારીઓને સત્તા આપવામાં આવી છે.
 
લૉકડાઉનના ભંગ કરનાર સામે પોલીસ કડક હાથે કામ કરી રહી છે ત્યારે સામાન્ય બહાના બનાવીને કેટલાક લોકો હજીપણ ઘરની બહાર ફરતા હોય છે અને લૉકડાઉનનો અમલ કરાવવામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ સાથે દુર્વ્યવહાર  કરતા હોય છે તેઓની સામે પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાશે.
 
તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે ડ્રોન દ્વારા 496 ગુના નોંધવામાં આવ્યા છે અને આજ સુધીમાં કુલ 4,463 ગુનાઓ હેઠળ 9,920 લોકોની ધરપકડ કરવામાં આવી છે. CCTVના માધ્યમથી 88 ગુનાઓ નોંધીને 149 લોકોની અટકાયત કરી છે. આમ અત્યાર સુધીમાં  કુલ-706  ગુનાઓમાં  કુલ 1,194  લોકોની ધરપકડ કરવામાં આવી છે. 
 
આ ઉપરાંત સોશિયલ મીડિયામાં  અફવાઓ બદલ  36 ગુના નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ-202 ગુનાઓ હેઠળ 365 લોકોની ધરપકડ કરાઈ છે. ઉપરાંત સોશ્યિલ મીડિયાનો દુરૂપયોગ કરનારના જુદા-જુદા 9 એકાઉન્ટ બંધ કરવામાં આવેલ છે. રાજ્યમાં  લૉકડાઉન દરમિયાન  ગઇકાલે જાહેરનામા ભંગના 3,121 ગુનાઓ, કવૉરન્ટાઈન ભંગના 1006 તેમજ અન્ય 467 એમ કુલ 4,594  ગુનાઓ હેઠળ કુલ 7064 લોકોની અટક કરવામાં આવી છે. જ્યારે 2,998 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

"Sh" Letter Names for Girls - તમારી પ્રિય પુત્રીને 'શ' અક્ષરથી શરૂ થતા આ પરંપરાગત નામો આપો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments