Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોગપ્રતિકારક શકિત વધારવાનો ગુજરાતનો આયુર્વેદ પ્રયોગ, રાજ્યના લોકોને મળશે લાભ

Webdunia
બુધવાર, 13 મે 2020 (10:59 IST)
વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણ સામેનો જંગ રાજ્યના નાગરિકોની રોગપ્રતિકારક શકિત વૃદ્ધિથી જીતવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોગ્ય વિભાગ સહિત સમગ્ર વહિવટીતંત્રને અનેકવિધ પગલાંઓ માટે પ્રેરિત કર્યુ છે. રોગપ્રતિકારક શકિત વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજ્યના નાગરિકો રોગપ્રતિકારક શકિત વધારવા આયુર્વેદ દવાઓના ઉપયોગ માટે પ્રતિબદ્ધ છે.
 
વિજય રૂપાણીની આ પ્રતિબદ્ધતાના ફળસ્વરૂપે તેમણે કેન્દ્ર સરકારની આયુર્વેદ ફાર્મસી પાસેથી ગુજરાત માટે ૭ ટન આયુર્વેદ ઔષધનો જથ્થો ખાસ વિમાન મારફતે ગુજરાત માટે મેળવ્યો છે. આ આયુર્વેદ દવાઓ અમદાવાદ આવી પહોચી હતી.
 
મુખ્યમંત્રીના સક્રિય પ્રયાસોથી જે આયુર્વેદ દવાઓ ગુજરાત માટે ફાળવવામાં આવી છે તેમાં ૨૪૯૦ કિ.ગ્રા. સંશમની વટી, ૧૪૪૦ કિ.ગ્રામ દશમૂલ કવાથ અને ૧૦ હજાર કિ.ગ્રામ આયુષ-૬૪ કેપ્સ્યુલનો સમાવેશ થાય છે.આ દવાઓ સામાન્યત: ૭ દિવસ માટે લેવાની હોય છે તે દ્રષ્ટિએ સાડા ચાર લાખથી વધુ લોકોને તેનો લાભ મળી શકશે તેવો અંદાજ છે.
 
કોરોનાના દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગ પ્રતિકાર શક્તિ વધારવાની બાબતને પણ વૈશ્વિક સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારનારી આયુર્વેદિક દવાઓનો વપરાશ વધ્યો છે. ગુજરાતમાં આ આયુર્વેદિક દવાઓ સીધી અને ઉકાળા સ્વરૂપે આપવાની પ્રક્રિયા સાર્વત્રિક બનાવાઈ છે ત્યારે રાજ્યમાં આ આયુર્વેદિક દવાનો જથ્થો જળવાઈ રહે તે માટે વધુ ૭ ટન આયુર્વેદિક દવાઓ ગુજરાતને ઉપલધ થયો છે.
 
રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધતાં આયુર્વેદ ઔષધિઓના ઉપયોગ અને ઊકાળા વિતરણથી નાગરિકોની રોગપ્રતિકારક શકિત વધે તે માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપેલા હતા. આ સંદર્ભમાં રાજ્ય સરકારની આયુષ નિયામક તંત્ર દ્વારા ૧ કરોડ ૭૯ લાખ જેટલા ડોઝ રોગપ્રતિરોધક ઊકાળાના નાગરિકોને આપવામાં આવ્યા છે. એટલું જ નહિ, સંશમની વટી ગોળીનો લાભ ૧૩.૩૦ લાખ લોકોએ તેમજ આર્સેનિકમ આલબ્મ-૩૦ પોટેન્સિ નો ૧ કરોડ પ લાખ લોકોએ લાભ મેળવ્યો છે.
 
ગુજરાતે આયુર્વેદના પ્રચાર-પ્રસાર અને ઉપયોગને પ્રાધાન્ય આપેલું છે અને રાજ્યની જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને ભારત સરકારે આયુર્વેદ શોધ-સંશોધન સેન્ટર ઓફ એકસલન્સ તરીકે પણ માન્યતા આપેલી છે ત્યારે રાજ્યમાં વધુને વધુ લોકો આયુર્વેદ દવાઓના ઉપયોગથી રોગપ્રતિકારક શકિત વધારે. એટલું જ નહિ, કોરોના વાયરસના સંક્રમણની સ્થિતીમાં પણ આવી આયુર્વેદ દવાઓ અકસીર પૂરવાર થઇ રહી છે તેનું ઉદાહરણ ગુજરાતે પુરૂં પાડયું છે.
 
રાજ્યમાં કોવિડ કેર સેન્ટરમાં એસિમ્ટોમેટીક ૧ર૧૧ દર્દીઓને આયુર્વેદ સારવાર અપાય છે અને ૪ર૭ દર્દીઓ તો સાજા પણ થયા છે. આયુર્વેદના રોગપ્રતિકારક ઊકાળા અમૃત પેયનું પ૬૮ સરકારી આયુર્વેદ દવાખાના તથા ૩૮ હોસ્પિટલ દ્વારા રાજ્યમાં વિતરણ કરાય છે. મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ પંચાયતો-નગરપાલિકાઓ સાથે કોરોના સ્થિતીની સમીક્ષા-ફિડબેક માટે યોજેલી વિડીયો કોન્ફરન્સમાં પણ આવા આયુર્વેદ ઊકાળા-દવાઓના ઘેર-ઘેર વિતરણ માટે માર્ગદર્શન આપ્યું હતું.
 
અમદાવાદમાં બે લાખ ઘરોમાં આવી રોગ પ્રતિકારક શક્તિ વધારનાર આયુર્વેદ દવા – સંશમની વટી અને હોમિયોપેથી દવા આર્સેનિક આલ્બમ-30નું આયોજનબદ્ધ  ડોર ટુ ડોર સુધી વિતરણ કરવાનું આયોજન પણ કરાયું છે. હવે, રાજ્યમાં આ આયુર્વેદ દવાઓનો વધારાનો જથ્થો આવી પહોંચતા વધુને વધુ લોકોને લાભ આપીને રોગપ્રતિકારક શકિત વધારી કોરોના સામેની લડાઇ સહિયારી તાકાતથી જીતવામાં નવું  બળ મળશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IND vs AUS: પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ ખરાબ પ્રદર્શન, ભારતે 8 વર્ષ પછી કર્યો કમાલ

IND vs AUS 1st Test Day- ભારતની પહેલી ઇનિંગ 150માં આટોપાઈ

Live 22 નવેમ્બરની અપડેટ- વડોદરામાં રસ્તા રોકતા દબાણો હટાવવા દરમિયાન કોર્પોરેશનની ટીમ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ

WhatsApp લાવ્યો નવુ ફીચર હવે વાઈસ નોટને બદલી શકશો ટેક્સટમાં જાણો કેવી રીતે કામ કરશે.

ભારતીય સૈનિકો દુર્વ્યવહારના આરોપો થયા હોવાના અહેવાલ

આગળનો લેખ
Show comments